ખેડૂતોને લઇને મોદી સરકાર ટૂંક સમયમાં કરી શકે છે નવી જાહેરાત

News18 Gujarati
Updated: June 4, 2019, 3:38 PM IST
ખેડૂતોને લઇને મોદી સરકાર ટૂંક સમયમાં કરી શકે છે નવી જાહેરાત
પ્રધાનમંત્રી પાક વીમા યોજના વિશે જાણો

ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમાને સરળ અને અસરકારક બનાવવા માટે કૃષિ મંત્રાલય મોટા સુધારા માટે તૈયારી કરી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને ક્લેમ સેટલમેન્ટમાં તેજી લાવવા માટે સરકાર કોઇ વિશિષ્ટ પ્રકારની એજન્સીઓને સામેલ કરી શકે છે.

  • Share this:
ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમાને સરળ અને અસરકારક બનાવવા માટે કૃષિ મંત્રાલય મોટા સુધારા માટે તૈયારી કરી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને ક્લેમ સેટલમેન્ટમાં તેજી લાવવા માટે સરકાર કોઇ વિશિષ્ટ પ્રકારની એજન્સીઓને સામેલ કરી શકે છે. આ હેઠળ આ કંપનીઓ પંચાયત સ્તર પર પાકની ઉપજનું અનુમાન લગાવવા માટે સેટેલાઇટ, રિમોટ સેંસિંગ ડેટા, ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ચટેલિઝેન્સ જેવી ટેકનીકનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. સરકારે બે મહિનાની અંદર વીમાના દાવાને પતાવટ કરવાનો આદેશ આપ્યો છે. આ રીતે પ્રક્રિયાને વધુ મહત્વપૂર્ણ બનાવવા માટે ટેકનીકનો ઉપયોગ કરવાનો નિર્ણય પણ મહત્વપૂર્ણ છે.

નવી યોજના શું છે

બિઝનેસ ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, સરકાર આગામી ખરીફ સિઝનમાં આઠ પાકના ઉપજની ચકાસણી કરશે, જેમા ચોખા, મકાઈ, જુવાર, સોયાબીન, જુવાર, કપાસ, મગફળી અને ગુવાર સહિતની આકારણી કરશે.

>> જિલ્લામાં ઓછામાં ઓછા 10 પંચાયતોને આવરી લેતા ત્રણ જીલ્લાઓ વિવિધ કૃષિ હવામાન ક્ષેત્રોના ત્રણ રાજ્યોમાં ઓછામાં ઓછા પાંચ જિલ્લાઓમાં અભ્યાસ કરશે. આ અહેવાલ ફેબ્રુઆરી 2020 સુધીમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: આ બિઝનેસ શરુ કરી કરો 10 લાખ રુપિયાની કમાણી

પ્રધાનમંત્રી પાક વીમા યોજના વિશે જાણો>> દર વર્ષે કુદરતી આપત્તિઓને લીધે ખેડૂતોને ભારતમાં નોંધપાત્ર નુકસાન થાય છે. પૂર, તોફાન, ઓટ અને ભારે વરસાદથી તેમના પાક નુકસાન થાય છે.
>> આવી કટોકટીમાંથી રાહત આપવા માટે, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) શરૂ કરી છે. તે 13 જાન્યુઆરી, 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
>> આના હેઠળ, ખેડૂતોને ખરીફ પાક માટે 2% પ્રીમિયમ અને રબી પાક માટે 1.5% પ્રીમિયમ ચૂકવવું પડશે.>> PMFBYમાં કુદરતી આપત્તિઓને કારણે ખરાબ પાકના કિસ્સામાં વીમા પ્રીમિયમ ખૂબ ઓછું રાખવામાં આવ્યું છે.
>> PMFBY યોજના વ્યાપારી અને બાગાયતી પાક માટે વીમા સુરક્ષા પૂરી પાડે છે. આમા ખેડૂતોએ 5% પ્રીમિયમ ચૂકવવું પડશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આપત્તિ, જંતુઓ અને રોગોને લીધે કોઇપણ આપત્તિના કિસ્સામાં ખેડૂતોને વીમા કવર અને નાણાકીય સહાય પૂરી પાડવી.

>> ખેડૂતોને નવીનતા અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહન આપવું. કૃષિ ક્ષેત્રમાં ક્રેડિટની પ્રાપ્તિની ખાતરી કરવી.
ક્યાં મળશે ફોર્મ- પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે ઓફલાઇન (બેંકમાં જઇને ) અને બીજુ ઓનલાઇ બન્ને રીતે મેળવી શકો છો.

कृषि मंत्रालय, प्रधानमंत्री फसल बीमा योजना, सरकार, मोदी सरकार, किसानों, बिजनेस न्यूज हिंदी

>> ફોર્મ ઓનલાઇન ભરી તમે આ લિંક પર જઇ શકો છો.-જો તમે ફોર્મ ઓફલાઇન લેવા માંગો છો તો, નજીકની બેંક શાખામાં જઇને (PMFBY) નું ફોર્મ ભરી શકો છો.

>> PMFBY માટે કયાં દસ્તાવેજોની જરૂર છે? એક ફોટો, ખેડૂતનું આઈડી કાર્ડ,(PAN કાર્ડ, લાયસન્સ, મતદાતા ID કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ કાર્ડ આપવું પડે છે. જો ખેતર તમારુ છે તો તેનો ખાતા નંબર અને પૂરાવા તમારી સાથે રાખો.

>> ખેતરમાં કેટલા ક્ષેત્રમાં ખેતી કરવામાં આવી છે, તેનો પુરાવા રજૂ કરવો જરુરી હોય છે. આ પૂરાવા તરીકે ખેડૂતો સરપંચ, વડા જેવા લોકો પાસે પત્ર લખી શકે છે.
>> નુકાસાનની સ્થિતિમાં કેસ સીધા તમારા ખાતામાં આવે તે માટે એક રદ ચેક આપવો જરુરી છે.

 
First published: June 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading