નવી દિલ્હી : કર્મચારી પેન્શન યોજના અંતર્ગત આવનાર પેન્શનધારકો(Pensioners)ને એક યૂનિક નંબર આપવામાં આવે છે, જેની મદદથી તેઓ નિવૃત્તિ બાદ પેન્શન મેળવી શકે છે. આ નંબરને પેન્શન પેમેન્ટ ઓર્ડર(PPO) કહેવામાં આવે છે. કોઇ પણ કંપનીમાંથી નિવૃત થનારા વ્યક્તિને એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ ઓર્ગેનાઇઝેશન(EPFO) દ્વારા પીપીઓ નંબર આપવામાં આવે છે. નિવૃત્તિ બાદ ઇપીએફઓ કર્મચારીઓને એક પત્ર આપે છે. જેમાં પીપીઓ અંગેની માહિતી હોય છે. એવામાં જો કોઇ વ્યક્તિના પીપીઓ નંબર ગુમ થઈ જાય છે તો તે પોતાના બેંક એકાઉન્ટની મદદથી સરળતાથી મેળવી શકે છે. આવો જાણીએ શું છે પ્રોસેસ.
ઇપીએફઓ અનુસાર, જો કોઇ વ્યક્તિના પીપીઓ નંબર ખોવાઇ જાય છે, તો તે પોતાના બેંક એકાઉન્ટ નંબર અથવા પીએફ નંબર દ્વારા તેને સરળતાથી ફરી મેળવી શકે છે.
-આ માટે સૌ પ્રથમ EPFOની વેબસાઇટ પર https://www.epfindia.gov.in/site_en/index.php જાઓ.
-ક્લિક કર્યા બાદ એક નવું પોપ અપ ખુલશે. આ પેજ પર તમને ડાબી બાજુએ આપેલ Know Your PPO No.ના વિકલ્પ પર ક્લિક કરો.
-અહીં તમારે તમારા બેંક એકાઉન્ટ નંબર નાખવા પડશે, જે તમારા પેન્શન ફંડ સાથે લિંક કરેલા હોય. અથવા તો તમે તમારા પીએફ નંબર જેને મેમ્બર આઇડી પણ કહે છે તે નાખીને પણ સર્ચ કરી શકો છો.
-માહિતી સફળતાપૂર્વક એન્ટર કર્યા બાદ સબમિશન બાદ પીપીઓ નંબર સ્ક્રિન પર દેખાશે.
આ રીતે પણ મેળવી શકો છો PPO નંબર
આ સિવાય તમે https://mis.epfindia.gov.in/PensionPaymentEnquiry/ ને નવી ટેબમાં ખોલીને પણ તમારો પીપીઓ નંબર મેળવી શકો છો. પીપીઓ નંબર સબંધિત માહિતી મેળવવા માટે ઇપીએફઓની અલગ વેબસાઇટ છે. અહીં તમે જન્મતારીખનું પ્રમાણપત્ર, પીપીઓ નંબર, પેમેંટ સબંધિત જાણકારી અને પોતાના પેન્શન સ્ટેટસ વિશે જાણી શકો છો.
એક પેન્શનધારક તરીકે તમારે ધ્યાન રાખવું જોઇએ કે, તમારી પાસબુકમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર દાખલ હોય. ઘણી વખત પેન્શનધારકોની પાસબુકમાં બેંક કર્મચારીઓ પીપીઓ નંબર દાખલ કરતા નથી. કોઇ એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં પેન્શન એકાઉન્ટ ટ્રાન્સફર કરવા પર જ્યારે પાસબુકમાં પીપીઓ નંબર દાખલ નથી હોતો તો સમસ્યા સર્જાઇ શકે છે. તેના કારણે પેન્શન મળવામાં પણ મોડું થઇ શકે છે.
આ સિવાય પેન્શન અંગે કોઇ ફરીયાદ દાખલ કરવા પણ તમારે પીપીઓ નંબર આપવો જરૂરી બને છે. ઓનલાઇન પેન્શન સ્ટેટસ જાણવા માટે પણ પીપીઓ નંબરની જરૂર પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર