Home /News /business /દર મહિને કરો 12,500 રૂપિયાનું રોકાણ અને મેળવો 1 કરોડ રૂપિયા, જાણો વિગતવાર

દર મહિને કરો 12,500 રૂપિયાનું રોકાણ અને મેળવો 1 કરોડ રૂપિયા, જાણો વિગતવાર

PPF સ્કીમમાં રૂ. 500 નું રોકાણ કરીને પણ રોકાણકાર બની શકાય છે (પ્રતિકાત્મક તસવીર)

business Tips- જો તમે તમારી મહેનતની કમાણીનું રોકાણ કરીને યોગ્ય રિટર્ન મેળવવા ઈચ્છો છો, તો તમારે કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ જરૂરથી લેવો જોઈએ

જો તમે તમારી મહેનતની કમાણીનું રોકાણ કરીને યોગ્ય રિટર્ન મેળવવા ઈચ્છો છો, તો તમારે કેન્દ્ર સરકારની આ સ્કીમનો (Central Government Scheme)લાભ જરૂરથી લેવો જોઈએ. કેન્દ્ર સરકારની આ સ્કીમની મદદથી તમે માસિક રૂ. 12,500નું રોકાણ (Invest)કરીને રૂ. 1 કરોડની રકમ મેળવી શકો છો. ગેરંટેડ રિટર્ન આપતી કેન્દ્ર સરકારની (Central Government )આ યોજનાને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) કહેવામાં આવે છે. ભારતમાં PPF એ રોકાણ માટેના બેસ્ટ ઓપ્શનમાંથી એક છે, તમે રૂ. 500થી પણ રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો.

PPF સ્કીમમાં રૂ. 500 નું રોકાણ કરીને પણ રોકાણકાર બની શકાય છે. જેમાં માસિક રૂ. 12,500 નું રોકાણ કરીને તમે વાર્ષિક રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં 15 વર્ષ સુધી રોકાણ કરીને યોગ્ય રિટર્ન મેળવી શકો છો. વધુમાં વધુ સારું રિટર્ન મેળવવા માટે તમે રોકાણના સમયગાળામાં 5 વર્ષનો વધારો પણ કરી શકો છો. પબ્લિક બેન્ક અથવા નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પણ આ સ્કીમનો લાભ મેળવી શકાય છે.

આ પણ વાંચો - Best Car loan: કાર લોન લેવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન, નહીંતર પડશે મોંઘી

વ્યાજદર અને રિટર્ન (Great Interest rate and returns)

PPF હેઠળ રોકાણકારોને વાર્ષિક રૂ. 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા માર્ચ બાદથી દર મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. આ સરકારી સ્કીમ હેઠળ રોકાણકારોને ધારા 80C હેઠળ ઈન્કમ ટેક્સ છૂટછાટનો લાભ આપવામાં આવે છે.

પ્રતિ માસ રૂ. 12,500નું રોકાણ કરો અને રૂ. 1 કરોડ મેળવો

આ યોજના હેઠળ રૂ.1 કરોડ એકત્ર કરવા માટે તમારે ઓછામાં ઓછા 25 વર્ષ માટે PPF એકાઉન્ટ રાખવાનું રહેશે. PPF એકાઉન્ટ 15 વર્ષે પાકી જાય છે. જોકે, તે સમયે આ એકાઉન્ટ બંધ કરવું જરૂરી નથી.

આ પણ વાંચો - Investment: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની આદર્શ રકમ કેટલી? આટલી બાબતોનું રાખો ધ્યાન

PPFમાં દર મહિને 25 વર્ષ સુધી રૂ. 12,500 નું રોકાણ કરવાથી કુલ રકમ રૂ. 37,50,000 થશે. દર વર્ષે 7.1 ટકા વ્યાજ મળતું હોવાના કારણે તમને 25 વર્ષના અંતે રૂ. 65,58,012 વ્યાજની સાથે કુલ રૂ. 1,03,08,012 મળશે.

15 વર્ષે PPFની અવધિ સમાપ્ત થઈ જાય છે, ત્યારબાદ તમે માત્ર બે વાર આ એકાઉન્ટની અવધિમાં વધારો કરી શકો છો. માતા પિતા પોતાના બાળક માટે PPF એકાઉન્ટ ખોલાવી શકે છે.
First published:

Tags: Business news, PPF Scheme, Share market