Home /News /business /PPF: પીપીએફ ખાતાધારકનું અચાનક મૃત્યુ થાય તો ભરેલા રૂપિયા કોને મળશે? જાણો શું છે નિયમ

PPF: પીપીએફ ખાતાધારકનું અચાનક મૃત્યુ થાય તો ભરેલા રૂપિયા કોને મળશે? જાણો શું છે નિયમ

જે કર્મચારીઓ EPFO ના હેઠળ નથી આવી રહ્યા તેમના માટે PPF મા રોકાણ એક સારો વિકલ્પ છે. એ સિવાય જેઓ નોકરી નથી કરી રહ્યા અને બિઝનેસ કરી રહ્યા છે તેઓ માટે PPF મા રોકાણ એક સારો રસ્તો છે.

PPF Scheme: જો 15 વર્ષના સમયગાળામાં PPF ધારકનું મૃત્યુ થઇ જાય તો કોને અને કઈ રીતે મળે છે રૂપિયા. જાણો શું કહે છે નિયમો અને કઈ રીતે હોય છે આખી પ્રોસેસ. તમારા માટેની અતિ મહત્વપૂર્ણ માહિતી.

    Public Provident Fund: જે કર્મચારીઓ EPFO ના હેઠળ નથી આવી રહ્યા તેમના માટે PPF મા રોકાણ એક સારો વિકલ્પ છે. એ સિવાય જેઓ નોકરી નથી કરી રહ્યા અને બિઝનેસ કરી રહ્યા છે તેઓ માટે PPF મા રોકાણ એક સારો રસ્તો છે. એ વિષે જાણીએ કે PPF ને 15 વર્ષથી વધુ સમય માટે શરુ રાખી શકાય છે, જેથી અંતમાં પાકતી મુદત સમયે સારી મૂડી ઉભી કરી શકાય છે. પરંતુ જો 15 વર્ષના સમયમાં PPF સ્કીમ મેળવનારની મૃત્યુ થઇ જાય તો આ રૂપિયા કોને મળવા પાત્ર છે? શું તમે આ વાતને જાણો છો કે નહિ.

    આ પણ વાંચોઃ Sensex@62000: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે ત્યારે શેર ખરીદવા કે વેચવા? શું કહે છે એક્સપર્ટ

    મૃત્યુ પછી કોને રૂપિયા મળશે


    ધારોકે કોઈએ PPF માટે 15 વર્ષ રોકાણ કરેલું છે. તે દરમહિને એક વાર અથવા વાર્ષિક રૂપિયા જમા કરે છે. જો તેમાં અચાનક એ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો સંપૂર્ણ રૂપિયા નોમિનીને મળે છે. પરંતુ આવા કિસ્સામાં 15 વર્ષની મેચ્યોરિટીનો નિયમ લાગુ થતો નથી. આ રૂપિયા નોમિનીને આપ્યા પછી તરતજ બંધ કરી દેવામાં આવે છે.

    નોમિનીને કઈ રીતે મળશે


    નિયમો અનુસાર ડેથ ક્લેઇમ સેટલમેન્ટ ઘણી રીતે કરી શકાય છે. જો ક્લેઇમની રકમ 5 લાખ કે તેથી ઓછી છે તો નોમિનેશન સેટલમેન્ટ માટે ડેથ સર્ટિફિકેટ અને રિલેશન પ્રૂફ અથવા બંધારણીય દસ્તાવેજના આધારે કરવામાં આવશે. એ જવાબદાર સમિતિ પર આધાર રાખે છે. પરંતુ જો રૂપિયાની રકમ 5 લાખથી વધે છે તો બંધારણીય દસ્તાવેજ લગાવવું જરૂરી બને છે.

    આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું 'પાણી વેચીશ'; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

    15 વર્ષે બંધ કરી શકાય એકાઉન્ટ


    પીપીએફ એ પ્રકારનું એકાઉન્ટ છે કે જેનો ઉપયોગ રોકડા રૂપિયાની જરૂરિયાત અથવા આર્થિક મુશ્કેલીમાં કરી શકાય છે. તમારા PPF ના રૂપિયા તમારા બેન્ક અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક ફોર્મ રજુ કરવું પડશે જેમાં PPF અને સેવિંગ એકાઉન્ટની માહિતી હશે. આ સિવાય ફોર્મ સાથે ઓરીજીનલ પાસબુક અને કેન્સલ ચેક જમા કરવાનો રહેશે. ત્યાર પછી PPF ના રૂપિયા મેચ્યોરિટી સાથે તમારા ખાતામાં જમા થઇ જશે.

    PPF પર મળતા આ ફાયદાઓ


    પીપીએફ પર વ્યાજદર સરકાર નક્કી કરે છે. આ સ્કીમમાં 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. PPF મા રોકાણ કરનારને ત્રણ પ્રકારના ટેક્સમાંથી મુક્તિ મળે છે. પીપીએફ રોકાણ પર ટેક્સ બાદનો તો લાભ મળે જ છે એ સિવાય વ્યાજ અને મેચ્યોરિટી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.


    ટેક્સ ફ્રી છે પીપીએફ


    લાંબા સમય માટે રૂપિયા રોકાણ કરવા PPF એક સારો વિકલ્પ માનવામાં આવે છે. અહીં નાણાં રોકાણ એક સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે અને તેમાં ટેક્સ બાદ પણ મળવા પાત્ર છે. નોકરી કરતા લોકો માટે તો આ એક સારો વિકલ્પ છે. PPF મા રોકાણ, તેના પર મળતું વ્યાજ અને અંતમાં મેચ્યોરિટી પર મળતી રકમ આ તમામ ટેક્સ ફ્રી છે. એટલેકે આમ ક્યારેય ટેક્સ પણ લાગતો નથી અને આ રોકાણ સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: PPF, PPF Account, Public provident fund

    विज्ञापन
    विज्ञापन