Home /News /business /Pension Scheme: તમારા PPFને 15 વર્ષ થાય ત્યારે શું કરવું જોઈએ? ખાતું ચાલુ રાખવું, બંધ કરવું કે રકમનું અન્ય જગ્યાએ રોકાણ કરવું?
Pension Scheme: તમારા PPFને 15 વર્ષ થાય ત્યારે શું કરવું જોઈએ? ખાતું ચાલુ રાખવું, બંધ કરવું કે રકમનું અન્ય જગ્યાએ રોકાણ કરવું?
Benefits of PPF Account
PPF Account: જો તમને PPFના પૈસાની વધુ થોડા વર્ષો વધુ જરૂર ન હોય તો પીપીએફ ખાતાની પાકતી મુદતને વધુ 5 વર્ષ લંબાવવી શ્રેષ્ઠ વિકલ્પ છે. હકીકતમાં જેમની આવક સારી છે, તેઓ તો એક્સ્ટેન્શન-વિથ-કોન્ટ્રીબ્યુશન વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
નવી દિલ્હી: રોકાણના વિવિધ સાધનોથી અલગ તમારા ઈન્વેસ્ટમેન્ટની મેચ્યોરિટી (PPF Maturity) બાદ પૈસા પરત લેવા અથવા જે-તે સમયના નવા દરેક રિ-ઈન્વેસ્ટ કરવા સિવાય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public provident fund)માં તમને કઈંક અલગ સુવિધા આપવામાં આવે છે. PPFએ 15-વર્ષનું રોકાણ સાધન છે અને તે દેશનું શ્રેષ્ઠ ફિક્સડ ઈન્કમ ઈન્વેસ્ટમેન્ટ છે. PPFમાં તમારા યોગદાનને કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખના રોકાણ સુધી આવક-વેરા કપાતનો લાભ પણ મળે છે. એટલું જ નહીં વ્યાજ અને રિડમ્પશન રકમ પણ ટેક્સ-ફ્રી (Tax free investment) છે, પરંતુ એકવાર તમારા PPF એકાઉન્ટને 15 વર્ષ પૂરાં થઈ જાય પછી તમારે શું કરવું જોઈએ? તમે આ રોકાણનું શું કરશો?
જો તમને PPFના પૈસાની વધુ થોડા વર્ષો વધુ જરૂર ન હોય તો પીપીએફ ખાતાની પાકતી મુદતને વધુ 5 વર્ષ લંબાવવી શ્રેષ્ઠ વિકલ્પ છે. હકીકતમાં જેમની આવક સારી છે, તેઓ તો એક્સ્ટેન્શન-વિથ-કોન્ટ્રીબ્યુશન વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
જોકે, આ તમારો એકમાત્ર વિકલ્પ નથી. ચાલો જોઈએ કે વિવિધ જરૂરિયાતો ધરાવતા લોકોએ મેચ્યોરિટી પર પીપીએફ ખાતામાંથી મળતી રકમનું શું કરવું અને કેવી રીતે તમામ બાબતો નક્કી કરવી જોઈએ. વિગતવાર ચર્ચા પહેલાં આવો જાણીએ કે કયા તમામ વિકલ્પો આપણી પાસે ઉપલબ્ધ છે. PPF ખાતાધારકો પાસે કુલ ત્રણ વિકલ્પો છે:
PPF એકાઉન્ટ બંધ કરો :
પીપીએફ ખાતું બંધ કરાવો અને તમામ PPF ભંડોળ ઘરે લઈ જાવ. હા, આ તમામ રકમ ટેક્સ-ફ્રી હશે અને ખાતું હંમેશા માટે બંધ થઈ જશે.
રોકાણ વગર 5-વર્ષનું એક્સટેન્શન :
આ વિકલ્પમાં PPF ખાતાની મુદત વધુ 5 વર્ષ લંબાવવામાં આવે છે, પરંતુ તમારે આ 5 વર્ષમાં નવું કોઈ યોગદાન આપવાનું રહેતું નથી. એટલે કે નવું રોકાણ આવશ્યક નહીં હોય. એકાઉન્ટ બેલેન્સ પર આ વધારાના 5 વર્ષો માટે વ્યાજ મળવવાનું ચાલુ રહેશે, પરંતુ જો પૈસાની જરૂર પડી તો?
પાંચ વર્ષના એક્સટેન્શન પીરિયડમાં જો તમારે પૈસા ઉપાડવાની જરૂર હોય તો તમે ઉપાડ કરી શકો છો, પરંતુ દર વર્ષે માત્ર એક વીડ્રોઅલની મંજૂરી મળે છે. જોકે આ એક ઉપાડમાં રકમની કોઈ મર્યાદા નથી. સામાન્ય ભાષામાં સમજીએ તો રૂ. 25 લાખના PPF એકાઉન્ટ બેલેન્સ માટે તમે આ 5 વર્ષનો એક્સટેન્શન વિકલ્પ પસંદ કર્યા બાદ જરૂર પડે તો એક જ ઝાટકે એક જ ઉપાડમાં રૂ. 23 લાખ પણ ઉપાડી શકો છો.
નવા રોકાણ સાથે 5 વર્ષનું એક્સટેન્શન :
આ કિસ્સામાં તમારે વધારાના સમયગાળામાં દર વર્ષે તમારા PPF ખાતામાં (ઓછામાં ઓછું ન્યૂનતમ) યોગદાન આપવું પડશે. એકાઉન્ટ બેલેન્સ અને નવા રોકાણ પર વ્યાજ મળવવાનું ચાલુ રહેશે. જોકે, આ વિકલ્પ હેઠળ ઉપાડના કેટલાક પ્રતિબંધો છે. 5 વર્ષ દરમિયાન તમે 15 વર્ષના અંતે બાકી એકાઉન્ટ બેલેન્સના મહત્તમ 60% જ ઉપાડી શકો છો.
તેથી જો તમારી પાસે એક્સટેન્શન સમય પહેલાં 40 લાખ રૂપિયા હતા, તો તમે તેમાંથી 60% એટલે કે 24 લાખ રુપિયા જ ઉપાડી શકો છો. તદુઉપરાંત દર વર્ષે માત્ર એક ઉપાડની પરવાનગી છે.
એક્સટેન્શન પ્રક્રિયા માટે તમારે એક વખત બ્રાંચની વિઝિટ કરવી ફરજિયાત છે. બ્રાંચ અધિકારીઓને આ 5 વર્ષનો નિયમ ખબર ન હોય તો ધીરજતાથી સમજાવવું જોઈએ.
મહત્વની વાત નોંધવા જેવી છે કે જો તમે તમારી પસંદગીના એક્સ્ટેંશન વિશે બેંક અથવા પોસ્ટ ઓફિસને જાણ નથી કરતા તો આપમેળે જ કોન્ટ્રીબ્યુશન એક્સટેન્શન એટલેકે રોકાણ વગર 5-વર્ષનું એક્સટેન્શન આપમેળે પસંદ થઈ જશે.
ઉપરાંત તમારા ઈન્સ્ટ્રુમેન્ટના સમગ્ર કાર્યકાળ દરમિયાન વ્યાજદરમાં કોઈપણ ફેરફાર હાલના PPF એકાઉન્ટ્સ અને તેના કુલ બેલેન્સને પણ અસર કરશે. સારી બાબત એ છે કે બેંક ડિપોઝિટ જેવા અન્ય નિશ્ચિત આવક રોકાણોથી વિપરીત એકવખત PPF એકાઉન્ટ ખોલો ત્યારે 15 વર્ષ માટે આ રોકાણ નિશ્ચિત થઈ જાય છે અને આ કિસ્સામાં પાંચ વર્ષનું એક્સટેન્શન વ્યાજબી છે.
આ વાત હતી ઉપલબ્ધ વિકલ્પો વિશેની, હવે જાણીએ કે આ વિકલ્પોનો ઉપયોગ કેવી રીતે કરવો.
યોગ્ય મેચ્યોરિટી એક્સટેન્શન/ક્લોઝર વિકલ્પ કેવી રીતે પસંદ કરવો?
• જો તમારે પૈસાની તાત્કાલિક જરૂર નથી તો સૌથી સરળ અને શ્રેષ્ઠ નિયમ છે કે આગામી 5 વર્ષ માટે PPFને એક્સટેન્ડ કરો અને જો શક્ય હોય તો દર વર્ષે રૂ. 500ના લઘુત્તમ થ્રેશોલ્ડ રોકાણ સાથે એક્સટેન્શન વીથ કોન્ટ્રીબ્યુશન કરો. આ તબક્કે PPF હજુ પણ એક ઉત્તમ ટેક્સફ્રી EEE સ્ટેટસ પ્રોડક્ટ છે.
• જો તમે હજુ પણ યુવાન છો અને તમારી ઉંમર 30-40 જ છે, તો સ્વાભાવિક છે કે તમારે આ પ્રકારની કોઈ મોટી રકમની એટલે કે PPF જમા રકમની જરૂર નહીં પડે તેથી તેને કોન્ટ્રીબ્યુશન સાથે ચાલુ રાખવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જોકે, નવજુવાનિયા છો તો તમારે થોડું રિસ્ક લઈને મ્યુચ્યુઅલ ફંડ્સમાં મન્થલી SIP દ્વારા ઇક્વિટીમાં પણ નોંધપાત્ર રોકાણ કરો.
• જો તમે મસમોટા PPF બેલેન્સ સાથે નિવૃત્ત થાવ છો, તો તમે તેનો ઉપયોગ પેન્શન તરીકે પણ કરી શકો છો. ધારો કે તમારી પાસે PPFમાં 50 લાખ રૂપિયા છે. હવે તમે રોકાણ વિનાનો વિકલ્પ પસંદ કરો છો તો વાર્ષિક 7% સુધી ઉપાડી શકો છો, એટલે કે દરેક નાણાંકીય વર્ષના અંતે રૂ. 3.5 લાખ. આ રીતે જો વ્યાજ 7.1% હોય તો તમારી મુદ્દલ અકબંધ રહે છે અને PPF વ્યાજ કરમુક્ત હોવાથી તમને દર વર્ષે ટેક્સફ્રી પેન્શનની આવક તરીકે રૂ. 3.5 લાખ મળે છે. આ વ્યૂહરચના ‘વિથ કોન્ટ્રીબ્યુશન’ વિકલ્પનો ઉપયોગ કરીને અમલમાં મૂકી શકાય છે, કારણ કે 5-વર્ષના સમયગાળા દરમિયાન કુલ વાર્ષિક ઉપાડ 60% કરતા ઓછો છે.
• જો તમે કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય સાથે PPFનો ઉપયોગ કરતા હોવ જેમકે તમારા બાળકના શિક્ષણ માટે 20 લાખ રૂપિયા છે, તો દેખીતી રીતે તમે ખાતામાંથી પૈસા નહીં કાઢી શકો તેથી એકાઉન્ટ બંધ કરવું એ સીધો વિકલ્પ છે, પરંતુ આ કિસ્સામાં પણ વધુ યોગદાન વિના એક્સ્ટેંશન માટે જવું એ ખાતું બંધ કરવાના વિકલ્પ કરતા વધુ સારી પસંદગી બની શકે છે. કારણ કે તમે કોઈપણ સમયે સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો અથવા ચાલો કહીએ કે 4-વર્ષના કોર્સ માટે તમે દર વર્ષે તમારા PPF બેલેન્સનો 25% ઉપાડ કરો છો. પછીથી તમે સામાન્ય રીતે PPF એકાઉન્ટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો.
આમ તમામ વિકલ્પો જોઈને તમે PPF ખાતાનું શું કરવું તે સંપૂર્ણપણે તમારી વ્યક્તિગત જરૂરિયાતો અને સંજોગો-સ્થિતિ પર આધારિત છે. ઈન્વેસ્ટમેન્ટનો એક નિયમ છે કે, In personal finance, one size doesn't fit all.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર