Home /News /business /PPF ખાતું ખોલીને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ અને બચત

PPF ખાતું ખોલીને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ અને બચત

આ સરકારી યોજનામાં રોકાણ કરીને કરોડો રુપિયા કમાઈ શકો છો.

PPF investment: જ્યારે તમે 60 વર્ષના થાવ ત્યારે કરોડપતિ બનવું હોય તો આ સ્કિમ તમારા માટે ખૂબ જ મહત્વની અને ઉપયોગી સાબિત થઈ શકે છે. જો આ પ્રમાણે રોકાણ કરો છો તો રિટાયરમેન્ટ સમયે તમારી પાસે 2.26 કરોડ રુપિયાનું ફંડ હોઈ શકે છે. ઉપરાંત આ સ્કીમમાં તમારા રુપિયા પણ સુરક્ષિત રહે છે કારણ કે આ સરકારી યોજના છે.

વધુ જુઓ ...
મુંબઈઃ ખાનગી નોકરીઓમાં રિટાયરમેન્ટ પ્લાન (Retirement Plan) બાદ સામાન્ય રીતે પેન્શન સ્કીમ (Pension Scheme) મળતી નથી અને હવે મોટાભાગની સરકારી નોકરીઓમાંથી પેન્શન સિસ્ટમ પણ ગાયબ થઈ ગઈ છે. તેથી, દરેક નોકરીયાત વ્યક્તિ ચોક્કસપણે વિચારે છે, નિવૃત્તિ પછી તે કેવી રીતે જીવી શકશે અને તેના માટે કોઈ સારી વ્યવસ્થા કેવી રીતે કરી શકાય. ત્યારે આજે અમે તમને એક એવી સ્કીમ (Best Scheme to Invest Money) વિશે જણાવીશું જે તમને આખી જિંદગી ઇન્કમ ટેક્સમાં બચત (Save Income Tax) કરવાની સાથે નિવૃત્તિ સમયે અઢી કરોડ રૂપિયાથી વધુની કાયદેસરની રકમ પણ તમારા હાથમાં રાખશે.

Radhakishan Damaniના આ શેરમાં એક વર્ષમાં રુપિયા ડબલ, શું હજુ પણ કમાણીની તક છે?

શું છે PPF સ્કીમ?

આ યોજનાનું નામ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, અથવા પીપીએફ (What is PPF) પણ કહેવામાં આવે છે. આ સ્કીમ હેઠળ તમે પોસ્ટ ઓફિસ અથવા કોઇ પણ બેંક શાખામાં પોતાનું ખાતું ખોલાવી શકો છો. તમે દર વર્ષે પીપીએફ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા જમા કરાવી શકો છો (નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ). જેનું વ્યાજ દર વર્ષના છેલ્લા દિવસે તમારા ખાતામાં જમા થાય છે.

જો તમે દર વર્ષે 1 એપ્રિલે પૂરા 1.5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો વર્ષના અંતમાં તમારા ખાતામાં વ્યાજ જમા થશે. આજની તારીખે સરકાર આ હિસાબે 7.1 ટકા વ્યાજ ચૂકવે છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે.

આ મોટી કંપની 3000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરશે, શેરની કિંમતોમાં કડાકો બોલ્યો

શું છે આ સ્કીમની ખાસિયત?

આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને સરકારની EEE સ્કીમમાં સામેલ કરવામાં આવી છે. એટલે કે તમને દર વર્ષે જમા રકમ પર ટેક્સ પર છૂટ મળે છે. તમારે દર વર્ષે મળતા વ્યાજ પર કોઈ ટેક્સ આપવો પડતો નથી અને છેલ્લે મેચ્યોરિટી સમયે મળતી સંપૂર્ણ રકમ (મુદ્દલ રોકાણ અને વ્યાજ) પણ ટેક્સના દાયરામાંથી સંપૂર્ણપણે બહાર થઈ જાય છે.

કઇ રીતે બની શકો છો કરોડપતિ?

જો તમે 25 વર્ષની ઉંમરે પીપીએફ ખાતું ખોલાવો છો અને દર વર્ષે 1 એપ્રિલે ખાતામાં મહત્તમ મર્યાદા સાથે 1.5 લાખ રૂપિયા જમા કરાવો છો તો આવતા વર્ષે 31 માર્ચે તમારા ખાતામાં ચાલુ દરે 10,650 રૂપિયા જમા થશે. જે બાદ તમારા ખાતાનું બેલેન્સ આગામી નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 1,60,650 રૂપિયા થઈ જશે અને આવતા વર્ષના રોકાણ માટે જમા કરવામાં આવેલા 1.5 લાખ રૂપિયા ઉમેરાતાં જ આ રકમ 3,10,650 રૂપિયા થઈ જશે અને આવતા વર્ષે તમને 3,10,650 રૂપિયા પર વ્યાજ મળશે. જે 22,056 રૂપિયા થશે. તેવી જ રીતે દર વર્ષે 1 એપ્રિલે તમે 1.5 લાખ રૂપિયા જમા કરાવતા રહો છો અને 15 વર્ષની મેચ્યોરિટી પૂરી થવા પર તમારા ખાતામાં 40,68,209 રૂપિયા જમા થશે. જેમાં તમારું રોકાણ 22,50,000 રૂપિયા અને વ્યાજની રકમ 18,18,209 રૂપિયા હશે.

80 રુપિયામાં 7 ગુજરાતી મહિલાઓએ શરુ કરેલો બિઝનેસ આજે કરોડોનું ટર્નઓવર કરતી કંપની

5 વર્ષ સુધી કરી શકો છો એક્સટેન્ડ

હવે તમારી ઉંમર માત્ર 40 વર્ષ છે અને તમે હજી પણ નિવૃત્તિ લેવાથી ઘણા દૂર છો. હવે પાકતી મુદત પહેલાં અરજી કરીને પીપીએફ એકાઉન્ટને પાંચ વર્ષ માટે વધારી શકાય છે, અને આ એક્સ્ટેંશન તમને ગમે તેટલી વખત મળી શકે છે. તેથી, તમારે તમારા પીપીએફ એકાઉન્ટને પાંચ વર્ષ સુધી લંબાવવું પડશે. અને તમારા વાર્ષિક રોકાણના ક્રમને પણ જાળવવો પડશે.

જ્યારે તમારી ઉંમર 60 વર્ષની હશે, ત્યારે તમારા PPF એકાઉન્ટમાં જમા થયેલી કુલ રકમ 2,26,97,857 રૂપિયા હશે. જેમાં તમારું રોકાણ કુલ 52,50,000 રૂપિયા હશે, જ્યારે વ્યાજની રકમ 1,74,47,857 રૂપિયા હશે.

આ રકમ પર નહીં લાગે ટેક્સ

હવે આ રકમની સૌથી ખાસ વાત એ હશે કે તમારે તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં આપવો પડે અને તે સંપૂર્ણપણે વ્હાઈટ મની હશે. રસપ્રદ વાત એ છે કે આ રકમ માટે તમે દર વર્ષે જે રોકાણ કર્યું છે, તેના પર પણ તમે દર વર્ષે 46,800 રૂપિયાના ભાવે 35 વર્ષમાં લગભગ 16,38,000 રૂપિયાની બચત કરી છે.

સગીર વયના બાળકોની કમાણી પર શું ટેક્સ લાગે? શું છે ઈન્કમ ટેક્સનો નિયમ

મહત્વની વાતો...

- પીપીએફ એકાઉન્ટ પર મળતા વ્યાજમાં સરકાર દ્વારા દર ત્રિમાસિક ગાળામાં સુધારો કરવામાં આવે છે. તેથી જો વ્યાજદરમાં ઘટાડો અને વધારો કરવામાં આવે તો નિવૃત્તિ પર મળતી તમારી કુલ રકમમાં પણ વધઘટ થઈ શકે છે.

- પીપીએફ ખાતામાં રોકાણકારે દર વર્ષે એપ્રિલની શરૂઆતમાં રોકાણની રકમ જમા કરાવવી જોઇએ, જેથી મહત્તમ વ્યાજ મળી શકે.

- જણાવી દઇએ કે, આ સમાચારમાં નોંધાયેલી મેચ્યોરિટી અમાઉન્ટ 35 વર્ષ સુધી પીપીએફ એકાઉન્ટ ચલાવ્યા બાદ મળી છે, તેથી જો ખાતુ ખોલાવતી વખતે તમારી ઉંમર 25 વર્ષથી વધુ છે, અને તમે તેને ઓછામાં ઓછી ચાર વખત એક્સટેન્ડ કરતા નથી, તો પણ તમને મળનારી રકમમાં તફાવત આવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment tips, PPF Scheme, Retirement savings, Saving Scheme

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन