આ નિયમનો રાખશો ખ્યાલ, તો દર વર્ષે થશે મોટી બચત - જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: January 21, 2020, 4:17 PM IST
આ નિયમનો રાખશો ખ્યાલ, તો દર વર્ષે થશે મોટી બચત - જાણો કેવી રીતે
પીપીએફ ખાતાથી પણ મોટી કમાણીનો મોકો

પીપીએફ એકાઉન્ટની મેચ્યોરિટી અવધી 15 વર્ષ માટે હોય છે. ત્યારબાદ તમે 5-5 વર્ષની અવધી માટે વધારી શકો છો

  • Share this:
જો તમે પણ પબ્લીક પ્રોવિડન્ડ ફંડમાં રોકાણ કરો છો તો તેની સાથે જોડાયેલા કેટલાક નિયમોનો લાભ ઉઠાવી તમે પમ સારી બચત કરી શકો છો. PPF એક લાંબા સમય માટે રોકાણનો વિકલ્પ હોય છે. પીપીએફ એકાઉન્ટની મેચ્યોરિટી અવધી 15 વર્ષ માટે હોય છે. ત્યારબાદ તમે 5-5 વર્ષની અવધી માટે વધારી શકો છો. 15 વર્ષ બાદ પીપીએફ ખાતાની અવધી વધારવા માટે તમારે મેચ્યોરિટીથી એક વર્ષ પહેલા ફોર્મ ભરવાનું હોય છે.

15 વર્ષ બાદ એકાઉન્ટની મેચ્યોરિટી બાદ તમારે નવું પીપીએફ એકાઉન્ટ ખોલવાની જરૂરત નથી હોતી. અવધી વધારવાની સાથે જ તમને અતિરિક્ત લિક્વિડીટી પણ મળશે, જે તમને કોઈ ફ્રેશ પીપીેફ એકાઉન્ટ પર મળતી હોય છે. તેની પર પણ તમને ટેક્સ ફ્રી રોકાણના વિકલ્પ સાથે-સાથે લાઈફટાઈમ સુધી પર્યાપ્ત લિક્વીડીટીનો વિકલ્પ મળશે. તમને ટેક્સની છૂટની સુવિધા ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80સી હેઠળ મળશે.

- તમે 15 વર્ષની મેચ્યોરિટી પૂરી થયા બાદ પણ PPF ની અવધી વધારી શકો છો. અવધી વધવાની સાથે જ આ ખાતામાં યોગદાન કરવાના નિયમ પણ તેજ રહેશે જે તમારે અગાઉના 15 વર્ષ સમયે હતા. પરંતુ તમારે અવધી વધારવાની સાથે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે આ દરમિયાન કોઈ એક વર્ષ પણ PPF એકાઉન્ટમાં કોઈ યોગદાન નથી કરી રહ્યા તો, વધારવામાં આવેલી અવધી માટે તમને આગળ કોઈ પણ પ્રકારનું યોગદાન કરવાનો મોકો નહી મળે.

- 15 વર્ષની મેચ્યોરિટી અવધી વધારવાના વિકલ્પ વિશે તમારે મેચ્યોરિટી ખતમ થવાના એક વર્ષ પહેલા જ પસંદ કરવું પડશે. જો તમે આ કરવાનું ચુકી ગયા તો, સ્વત આ એકાઉન્ટની અવધી આગામી 5 વર્ષ માટે વધારી દેવામાં આવશે. પરંતુ આ દરમિયાન આ PPF એકાઉન્ટમાં તમે કોઈ યોગદાન નહી કરી શકો.

લિક્વીડીટીની વાત કરીએ તો, ફ્રેશ સબ્સક્રિપ્શન સાથે એકાઉન્ટને ચાલુ રાખવા પર રોકાણકાર દરેક અવધીના શરૂઆત સુધી એકાઉન્ટમાં જમા કુલ રકમના 60 ટકા રકમ નીકાળી શકે છે. પરંતુ, રોકાણકારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, તે એક વર્ષમાં માત્ર એક વખત જ પૈસા નીકાળી શકે છે.

- જો તમે આ એકાઉન્ટની અવધી વધારો છો, પરંતુ તેમાં આગળ રોકાણ નથી કરતા તો તમને એ પણ સુવિધા મળશે. આવી સ્થિતિમાં તમારા એકાઉન્ટ પર નીકાસીની કોઈ સીમા નહી હોય. જોકે, તમે એક વર્ષમાં એક વખત જ નીકાસી કરી શકશો.
First published: January 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading