Home /News /business /PPF Account Holders: PPFમાંથી સમય કરતાં પહેલા પૈસા ઉપાડવા છે? તો જાણી લો આ 5 નિયમો

PPF Account Holders: PPFમાંથી સમય કરતાં પહેલા પૈસા ઉપાડવા છે? તો જાણી લો આ 5 નિયમો

સરકારે પીએફના વ્યાજદરમાં કર્યો 0.4 ટકાનો ઘટાડો

PPF ખાતાની પાકતી મુદત 15 વર્ષ છે, પરંતુ તમે તમારા કેન્ટ્રીબ્યૂશનની ઍક્સેસ મેળવી શકો છો અને ચોક્કસ નિયમોને આધીન તમારું એકાઉન્ટ કોઈપણ સમયે બંધ પણ કરી શકો છો

    PPF Update: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (The Public Provident Fund) એ સૌથી લોકપ્રિય રિટાયરમેન્ટ સેવિંગ પ્લાન (retirement savings plan)માંની એક છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં દર વર્ષે લાખો લોકો રોકાણ કરે છે. આ યોજનામાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ 500 અને મહત્તમ રૂ 1,50,000 સુધીની રકમ મૂકી શકાય છે. લગભગ દરેક વ્યક્તિ દ્વારા તેમાં રોકાણ કરી શકે છે. સરકારની EEE (exempt, exempt, exempt) એમ્બિટ હેઠળ આવતી બહુ ઓછી કરમુક્ત યોજનાઓમાં PPF પણ સામેલ છે. આનો અર્થ એ છે કે તમારું PPF યોગદાન, કમાયેલ વ્યાજ અને પાકતી મુદતની રકમ IT એક્ટની કલમ 80C હેઠળ કરમાંથી મુક્ત છે.

    આ સરકારી યોજના સ્મોલ સેવિંગ પોલિસી (small savings policy) નુ એક સ્વરૂપ છે અને તેની પાકતી મુદતના સમયે અશ્યોર્ડ રિટર્ન પ્રદાન કરવાની ખાતરી આપે છે. જેના કારણે આ યોજના રોકાણકારોને પસંદ છે. PPF હાલમાં 7.1 ટકા વાર્ષિક, ત્રિમાસિક ચક્રવૃદ્ધિ દરે વ્યાજ ઓફર કરે છે. આ EPF પછી સૌથી વધુ વ્યાજ દરો પૈકી એક છે, જે રિસ્ક ફ્રી સેવિંગ માટે ઉપલબ્ધ છે. PPF ખાતાધારકો ચોક્કસ શરતો હેઠળ તેમના ખાતા સામે વાર્ષિક માત્ર 1 ટકા વ્યાજ પર લોન પણ લઈ શકે છે.

    PPF ખાતાની પાકતી મુદત 15 વર્ષ છે, પરંતુ તમે તમારા કેન્ટ્રીબ્યૂશનની ઍક્સેસ મેળવી શકો છો અને ચોક્કસ નિયમોને આધીન તમારું એકાઉન્ટ કોઈપણ સમયે બંધ પણ કરી શકો છો. PPFમાંથી સમય પહેલા ઉપાડ સાથે સંબંધિત નિયમો જાણવા માટે આર્ટિંકલ અંત સુધી વાંચો.

    PPF પ્રીમેચ્યોર ઉપાડ વિશે 5 નિયમો

    • PPF ખાતામાંથી સમય પહેલા ઉપાડની પરવાનગી ખાતું ખોલ્યા અને સક્રિય થયાના પાંચ વર્ષ પછી જ મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે જાન્યુઆરી 2022 માં PPF ખાતું ખોલો છો, તો તમે નાણાકીય વર્ષ 2027-28 દરમિયાન પૈસા ઉપાડી શકશો.

    • જ્યાં સુધી ખાતું 15 વર્ષ પછી મેચ્યોર ન થાય ત્યાં સુધી તમે તમારા PPF ખાતામાંથી તમારા બધા પૈસા ઉપાડી શકતા નથી. આનો અર્થ એ છે કે મેચ્યોરિટી પહેલા ઉપાડ કોઈપણ સમયે તમારા PPF એકાઉન્ટ બેલેન્સના 100 ટકા હોઈ શકે નહીં.

    • સબ્સ્ક્રાઇબર ખાતા ખોલવાના વર્ષને બાદ કરતાં પાંચ વર્ષ પછી નાણાકીય વર્ષ દરમિયાન માત્ર એક જ ઉપાડ મેળવી શકે છે. આનો અર્થ એ છે કે જો ખાતું 2020-21 દરમિયાન ખોલવામાં આવ્યું હોય તો ઈન્ડિયા પોસ્ટની માર્ગદર્શિકા મુજબ, 2026-27 દરમિયાન અથવા પછી ઉપાડ કરી શકાય છે.

    • ઉપાડની રકમ ચોથા પ્રિસિડિંગ વર્ષના અંતે અથવા અગાઉના વર્ષના અંતે, બેમાંથી જે ઓછું હોય તે ક્રેડિટ પર બેલેન્સના 50 ટકા સુધી લઈ શકાય છે. આનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ 2022-23માં, 31 માર્ચ 2019 અથવા માર્ચ 31, 2022ના રોજ, બેમાંથી જે ઓછું હોય તેના 50 ટકા સુધી ઉપાડ કરી શકાય છે.

    • પીપીએફ કરમુક્ત યોજના હોવાથી, તમારે સમય પહેલા ઉપાડ દરમિયાન કોઈ કર ચૂકવવો પડતો નથી. તમારા PPF ખાતામાંથી સમય પહેલા ઉપાડવા પર પણ કોઈ ચાર્જ લાગતો નથી.


    આ પણ વાંચોEarning stock : આ 8 રિયલ્ટી Stock કમાણી કરાવી શકે છે, આ બ્રોકરેજ હાઉસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો

    અહી નોંધનીય છે કે, PPF એકાઉન્ટ ચોક્કસ શરતો હેઠળ અને નિયમોના સેટનું પાલન કર્યા પછી સમય પહેલા બંધ કરી શકાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Business news in gujarati, PPF, PPF Account, PPF Scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन