મોટા સમાચાર! બપોરે ઓછા, સાંજે વિજળીના દર હશે વધારે - જાણો પ્લાન

News18 Gujarati
Updated: July 12, 2019, 4:02 PM IST
મોટા સમાચાર! બપોરે ઓછા, સાંજે વિજળીના દર હશે વધારે - જાણો પ્લાન
કેન્દ્રની મોદી સરકાર વિજળી સપ્લાયને સારી કરી ગ્રાહકોને મોટા વિજળી કાપથી બચાવવા માટે એક પગલું ભરવાની તૈયારી કરી રહી છે

કેન્દ્રની મોદી સરકાર વિજળી સપ્લાયને સારી કરી ગ્રાહકોને મોટા વિજળી કાપથી બચાવવા માટે એક પગલું ભરવાની તૈયારી કરી રહી છે

  • Share this:
કેન્દ્રની મોદી સરકાર વિજળી સપ્લાયને સારી કરી ગ્રાહકોને મોટા વિજળી કાપથી બચાવવા માટે એક પગલું ભરવાની તૈયારી કરી રહી છે. પાવર મિનિસ્ટર આરકે સિંહે CNBC આવાજ સાથેની ખાસ વાતચીતમાં આ જાણકારી આપી છે. તેમનું કહેવું છે કે, દિવસમાં ત્રણ પ્રકારના પાવર ટેરિફ હોઈ શકે છે. જેમ કે, સવાર, બપોર અને સાંજની વિજળીના અલગ-અલગ દર હોય છે. રાતની વિજળીના દર હાલમાં જેટલા છે તેનાથી વધારે નહીં હોય.

પાવર સપ્લાય ઠીક ન હોવા પર રદ થશે લાયસન્સ - આરકે સિંહનું કહેવું છે કે, જો કોઈ એરિયામાં જેટલા ગ્રાહક છે અને તેમને પૂરા સપ્લાય લાયક ડિસ્કોમ વિજળી નથી ખરીદતી તો કંપનીનું લાયસન્સ રદ થશે. આ સિવાય તેમણે જણાવ્યું કે, નક્કી સમયમાં ટ્રાંસફર નથી લગાવવામાં આવતા તો તેના પર પેનલ્ટી લાગશે અને આ પૈસા કન્ઝ્યૂમરના ખાતામાં જશે.

ઉદય સ્કીમ પાર્ટ-2 થશે લોન્ચ - ઉદય સ્કીમ પાર્ટ-2 લોન્ચ કરવાની તૈયારી લગભગ પૂરી થઈ ચુકી છે. આ રાજ્યોને મળતી તમામ આર્થિક મદદને પરફોર્મેસના આધાર પર આપવામાં આવશે. મતલબ જેટલો ટાર્ગેટ પૂરો કરશો એટલા જ પૈસા મળશે.

તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2015માં શરૂ ઉદય એટલે કે ઉજ્જવલ ડિસ્કોમ્સ એશ્યોરન્સ યોજના હેઠળ સૌથી પહેલા કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે એક કરાર થાય છે. પછી આ રાજ્યોમાં ઈલેક્ટ્રિકસિટી બોર્ડને ખોટમાંથી બહાર લાવવા માટે એક પગલુ ભરવામાં આવે છે. આનાથી તે રાજ્યોમાં વિજળી સપ્લાય સારી થાય છે. જેનો સીધો ફાયદો ગ્રાકોને મળે છે.
First published: July 12, 2019, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading