દિવસમાં સસ્તી અને સાંજે મોંઘી થશે વિજળી, જાણો આ નવા પ્લાન વિશે

પ્રતિકાત્મક તસવીર

સૂત્રોના મતે ઉર્જા મંત્રાલયના આ પ્રસ્તાવને પીએમઓ તરફથી લીલી ઝંડી આપવામાં આવી છે અને આગળ વધવાનો નિર્દેશ આપ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : હવે એક જ દિવસમાં વિજળીના ઉપયોગ માટે અલગ-અલગ રેટથી પૈસા આપવા પડશે. સવારે, બપોરે અને રાત્રે વિજળીની કિંમતો અલગ-અલગ નક્કી કરવાનો રસ્તો ક્લિન થઈ ગયો છે. CNBC આવાજને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ઉર્જા મંત્રાલય (Power Ministry) ના પ્રસ્તાવને PMO તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. તેને બે મહિનામાં લાગુ કરવાના પ્લાનિંગનો નિર્દેશ આપ્યો છે. એક દિવસમાં વિજળીની અલગ-અલગ કિંમતો નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. ડિમાન્ડ અને સપ્લાયના હિસાબે સવારે, બપોરે અને સાંજે વિજળીની કિંમત શું હશે તે નક્કી કરાશે. ઉલ્લેખનીય છે કે ઉર્જા મંત્રાલયે TOD એટલે કે ટાઇમ ઓફ ડે ટેરિફ પર એક પ્રસ્તાવ તૈયાર કર્યા છે. સૂત્રોના મતે ઉર્જા મંત્રાલયના આ પ્રસ્તાવને પીએમઓ તરફથી લીલી ઝંડી આપવામાં આવી છે અને આગળ વધવાનો નિર્દેશ આપ્યો છે.

  પાવર અને રિનુએબલ એનર્જી સેક્ટરથી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક સમીક્ષા બેઠક થઈ હતી અને આ બેઠકમાં એ વાતનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે બધા સેક્ટરના ગ્રાહકો (ઇન્ડસ્ટ્રીયલ અથવા ડોમેસ્ટિક) માટે આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવે. આ માટે ઉર્જા મંત્રાલયને કહેવામાં આવ્યું છે કે આગામી બે મહિનાની અંદર તેને કોઈપણ પ્રકારે લાગુ કરવું છે અને આ માટે રાજ્યો સાથે સહમતી બનાવવામાં આવે.

  આ પણ વાંચો - ઇન્કમ ટેક્સ સ્લેબમાં થઈ શકે છે મોટો ફેરફાર! 20 લાખ રુપિયા કમાનારને થશે આ ફાયદો

  આ સિવાય એ વાતને પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે હાલ જે ટેરિફ છે તેમાં કોઈ પ્રકારનો વધારો ના થાય. સોલર એનર્જીની ઉપલબ્ધતા વધારે હોવાના કારણે દિવસમાં ગ્રાહકોને તેનો ફાયદો થશે. જે રાજ્ય આને લાગુ કરશે તેને ઘણા પ્રકારના ઇન્સેટિવ્સ આપવામાં આવશે. જો રાજ્ય આ રિફોર્મ લાગુ નહીં કરે તો તેને કેન્દ્ર તરફથી આપનાર સહાયતામાં કાપ મુકવામાં આવી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: