સીધી ખાતામાં આવશે વીજળી સબસિડી, સ્માર્ટ મીટર્સની મળી શકે છે સુવિધા

News18 Gujarati
Updated: May 16, 2020, 10:18 PM IST
સીધી ખાતામાં આવશે વીજળી સબસિડી, સ્માર્ટ મીટર્સની મળી શકે છે સુવિધા
સ્માર્ટ પ્રીપેડ મીટર્સને પ્રોત્સાહન આપશે સરકાર

વીજળી કંપનીઓને પર્યાપ્ત વીજળી અનિવાર્ય કરાવવી પડશે. જો લોડ શેડિંગની સમસ્યા આવે છે તો, તેના માટે તેના પર પેનલ્ટી લગાવવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી : વીજળી કંપનીઓ (Power Companies)ની અક્ષમતાનો બોઝો હવે ગ્રાહકોએ નહીં ઉઠાવવો પડે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને શનિવારે કોવિડ-19 આર્થિક પેકેજના ચોથા દિવસની જાહેરાત દરમિયાન ટેરિફ પોલિસીમાં ફેરફાર કરવાની જાણકારી આપી. તેમણે કહ્યું કે, વીજળી કંપનીઓને પર્યાપ્ત વીજળી અનિવાર્ય કરાવવી પડશે. જો લોડ શેડિંગની સમસ્યા આવે છે તો, તેના માટે તેના પર પેનલ્ટી લગાવવામાં આવશે. સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવી ટેરિફ પોલીસી હેઠળ પાવર ડિસ્ટ્રીબ્યૂશન કરવામાં આવશે.

ટેરિફ પોલીસી હેઠળ પ્રાઈવેટાઈઝેશન

નાણામંત્રીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ટેરિફ પોલીસીના આધાર પર વીજળી ઉદ્યોગમાં પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે. તેને ટૂંક સમયમાં પૂરૂ કરવામાં આવશે. વીજળી કંપનીઓની અક્ષમતાઓ બોઝ હવે ગ્રાહકો પર નહીં પડે. લોડ શેડિંગ જેવી કોઈ સમસ્યા આવે છે તો, તેના માટે કંપનીઓ પર પેનલ્ટી લગાવવામાં આવશે.

તેમણે આગળ કહ્યું કે, વીજળી કંપનીઓની પર્યાપ્ત આઉટપુટને વધુ શાનદાર બનાવવા માટે કામ કરવામાં આવશે. આ કહેવાની વાત નથી કે તેનાથી ક્ષમતામાં વિસ્તાર થશે. સર્વિસ ક્વોલિટી પર શાનદાર અસર જોવા મળશે. નાણામંત્રીએ જણાવ્યું કે, પાવર સેક્ટરમાં ડાયરેક્ટ ટ્રાન્સફર હેઠળ જ સબસિડી આપવામાં આવશે. સાથે જ, સ્માર્ટ પ્રીપેડ મીટર્સને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.તમને જણાવી દઈએ કે, હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને થયેલા આર્થિક નુકશાન માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ છેલ્લા 4 દિવસથી નાણામંત્રી આ રાહત પેકેજ મામલે વિસ્તારથી જાણકારી આપી રહ્યા છે. આજે તેમણે 8 સેક્ટર્સ માટે કેટલીક જાહેરાતો કરી. તેમાં ડિફેન્સ, કોલ, વીજળી કંપનીઓ, એવિએશન સેક્ટ વગેરે વિશે જણાવ્યું.

આજની જાહેરાતોમાં સૌથી મોટો નિર્ણય ડિફેન્સ સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણને 25 ટકાથી વધારવાનો હતો. સાથે જ, હવે કોલ માઈનિંગમાં પ્રાઈવેટ કંપનીઓ પણ ભાગ લઈ શકશે.
First published: May 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading