નવી દિલ્હી: ડુંગળી અને બટાકા (Onion and Potato Price)ના આકાશે આંબી ગયેલા ભાવથી ગરીબ અને મધ્યવર્ગ (Poor and Middle Class) પરેશાન છે. તહેવારોની સિઝનમાં બંનેના ભાવમાં વધારે વધારો નોંધાયો છે. દેશના મોટાભાગના શહેરોમાં બટાકાનો ભાવ (Potato Price) 50 રૂપિયે કિલો થઈ ગયો છે. પરંતુ હવે ભાવ વધારામાંથી રાહત મળવાની આશા છે. જેનું સૌથી મોટું કારણ પશ્ચિમ બંગાળે (West Bengal) પુરવઠો વધાર્યો હોવાનું છે. જોકે, પશ્ચિમ બંગાળમાં પણ હાલ બટાકા 50 રૂપિયે કિલો જ વેચાઈ રહ્યા છે. જ્યારે બિહારના દરભંગામાં કિંમત 45 રૂપિયા, ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં કિંમત 45 રૂપિયા, દિલ્હી એનસીઆરમાં કિંમત 50 રૂપિયા અને અમદાવાદમાં કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
પશ્ચિમ બંગાળ સરકારે નોટિસ જાહેર કરી
પશ્ચિમ બંગાળ સરકારે 27 નવેમ્બરના રોજ જાહેર કરેલી એક નોટિસમાં 465 કોલ્ડ સ્ટોરેઝ માલિકોને 30 નવેમ્બર સુધી બાકીના સ્ટૉકને રીલિઝ કરવાનું કહ્યું છે. જો આવું નહીં કરે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ પછી કોલ્ડ સ્ટૉરેજના માલિકોમાં ડર છે. એક અધિકારીએ કહ્યુ કે છેલ્લા ત્રણ દિવસમાં કોલ્ડ સ્ટૉરેજ સ્તર પર બટાકાની કિંમતમાં પાંચ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આગળ પણ ભાવ ઘટાડો ચાલુ રહેશે.
પશ્ચિમ બંગાળ કોલ્ડ સ્ટૉરેજ એસોસિએશનના એક અધિકારીએ કહ્યુ કે કોલ્ડ સ્ટૉરેજ સ્તર પર બટાકાના જથ્થાબંધ ભાવમા ત્રણ દિવસમાં પ્રતિ કિલોગ્રામ પાંચ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આગળ જતાં ભાવ 28 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી આવી શકે છે. પરિણામ સ્વરૂપ બજારમાં છૂટક ભાવ 40 રૂપિયાથી નીચે જઈ શકે છે.
સાત ડિસેમ્બર સુધી લગભગ 50 ટકા કોલ્ડ સ્ટૉરેજ માલિકો પોતાનો સ્ટોક ખાલી કરી શકશે, જ્યારે બાકીનો સ્ટૉક મધ્ય ડિસેમ્બર સુધી ખાલી કરશે. અધિકારીઓનું કહેવું છે કે હાલ લગભગ 6-8 લાખ ટન (10 ટકા) બટાકા હજુ કોલ્ડ સ્ટૉરેજમાં પડ્યા છે. કોલ્ડ સ્ટૉરેજ માલિકો સાથે વાતચીત કરીને આ સ્ટોકને ખાલી કરવા માટે થોડો સમય લાગશે.
આ પણ જુઓ-
ખેડૂત આંદોલનની અસર
ખેડૂત આંદોલનની મોટી અસર પણ બટાકાના ભાવ પર જોવા મળી છે. કેન્દ્ર સરકારે બટાકાની ઇમ્પોર્ટ ડ્યૂટી 10 લાખ ટન પર 10 ટકાનો ક્વૉટા નક્કી કર્યો છે. સરકારે આ ક્વૉટા 31 જાન્યુઆરી, 2021થી લાગૂ કર્યો છે. હાલ સરેરાશ ભાવ 32 રૂપિયાની આસપાસ છે. સરકારના આવા પગલાથી આગામી દિવસોમાં ભાવ કાબૂમાં રહેવાની શક્યતા છે. જ્યારે જાન્યુઆરીથી મંડીઓમાં નવા બટાકાની આવક શરૂ થઈ જશે. પંજાબથી બટાકાની આવક શરૂ થઈ ગઈ છે પરંતુ તે નાનાપાયે થઈ રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર