Home /News /business /Post Office Yojana: 100 રુપિયોનું રોકાણ કરી 5 વર્ષમાં મળવો 20 લાખ, જાણો શું છે સ્કિમ

Post Office Yojana: 100 રુપિયોનું રોકાણ કરી 5 વર્ષમાં મળવો 20 લાખ, જાણો શું છે સ્કિમ

ભારતીય પોસ્ટ ઓફિસની ફાઈલ તસવીર

Investment tips: તમારા પૈસાને સુરક્ષિત રાખવા (money safe) માટે પોસ્ટ ઓફિસ દ્વારા જુદી જુદી યોજનાઓ (Post Office Yojana) જાહેર કરવામાં આવે છે, જે કોઈ અન્ય જગ્યાના ઈન્વેસ્ટમેન્ટની (Investment) સરખામણીએ વધુ લાભ આપતી હોય છે.

  કોરોના કાળમાં (coronavirus) લોકો શેર બજારથી (share market) ખૂબ જ ડરેલા છે. આથી લોકો સુરક્ષિત રોકાણની (safe investment) જગ્યા પણ શોધી રહ્યાં છે. બેંકમાં જો રોકાણ કરે તો વ્યાજદર ઓછું મળી રહ્યું છે, ઉપરાંત જોખમ પણ છે તેથી લોકો હવે પોસ્ટ ઓફિસમાં રોકાણ (Investment in post office) કરવા તરફ પ્રેરાઈ રહ્યા છે. તમારા પૈસાને સુરક્ષિત રાખવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા જુદી જુદી યોજનાઓ (Post Office Yojana) જાહેર કરવામાં આવે છે, જે કોઈ અન્ય જગ્યાના ઈન્વેસ્ટમેન્ટની સરખામણીએ વધુ લાભ આપતી હોય છે. આજના સમયમાં પોસ્ટ ઓફિસની ઈન્વેસ્ટમેન્ટ યોજનાઓ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. આજે અમે આપને આવી જ એક લાભકારી યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જ્યાં માત્ર 100 રુપિયા જેવી નાની બચતથી થોડા જ વર્ષોમાં તમે કરોડપતિ બની શકો છો. અહીં સારા વ્યાજ સહિત સરકારી ગેરન્ટી પણ હોય છે, જે સુરક્ષાની ચોક્કસાઈ આપે છે.

  પોસ્ટ ઓફિસની યોજનાઓ રોકાણકારોની મોટી શ્રેણી માટે ઉપલબ્ધ છે. જેમાં દીકરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ભારત સરકાર દ્વારા સમર્થિત હોવાને કારણે તે ગેરંટી સાથે રિટર્ન પણ આપે છે. હવે મોટાભાગની યોજનાઓના રોકાણ પર 1.5 લાખ પર સુધી ટેક્સ બેનિફિટ પણ મળે છે.

  સખત મહેનતથી કમાયેલા દરેક રૂપિયાનું ઘણું મહત્વ હોય છે. એવામાં ઘણું જરૂરી છે કે જ્યારે પણ તમે કોઇ નાના અથવા મોટા રોકાણ કરો તો તેનો સંપૂર્ણ ફાયદો મળે. જો તમે ઓછા સમયમાં રોકાણથી નફો કમાવવા માગો છો તો એવામાં પોસ્ટ ઓફિસ (Post Office)ની એક શાનદાર સ્કીમ પસંદ કરી શકો છો. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે NSC કીમમાં તમે માત્ર 100 રુપિયાનું રોકાણ કરી 5 વર્ષે 20 લાખ રૂપિયા કમાઈ શકો છો.

  નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને તેના લાભ

  આ એક નાની બચત યોજના છે, જે પોસ્ટઓફિસ તરફથી ચલાવવામાં આવી રહી છે. તમે માત્ર 100 રૂપિયાની સાથે પણ તેમાં રોકાણ કરી શકો છો. જેમાં રોકાણ કરવાની કોઈ સીમા હોતી નથી. તમે પોતાની ક્ષમતા પ્રમાણેની રકમનું રોકાણ કરી શકો છો. NSCએ નાના અને મધ્યમ આવક ધરાવતા લોકોને રોકાણ કરવા અને આવક પર બચત કરવા માટેનું પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની એક પહેલ છે.

  NSC પોતાના બાળકોના નામ પર પણ ખરીદી શકાય છે. તેની મેચ્યોરિટી સમયગાળો 5 વર્ષનો હોય છે. જો તમે કોઈ પણ જોખમ વિનાનું રોકાણ કરીને વધુ રિટર્ન મેળવવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની આ યોજના આપની માટે પુર્ણરીતે સુરક્ષિત છે.

  સામાન્ય પણે જેમ આગળ જણાવ્યું તેમ આ યોજનાનો મેચ્યોરીટી પિરિયડ પાંચ વર્ષનો છે પણ જો તમે ઈચ્છઓ તો કેટલીક શરતોને આધિન એક વર્ષમાં પણ પૈસા ઉપાડી શકો છો. નાણાકીય વર્ષના દરેક ત્રિમાસિક ગાળાની શરૂઆતમાં સરકાર તરફથી આ યોજનાના વ્યાજ દરોની જાહેરાત કરવામાં આવે છે.

  તમે આ યોજનામાં માત્ર 100 રુપિયાના રોકાણથી શરુઆત કરી શકો છો. આ યોજનામાં કપાઉન્ડ ઇટરેસ્ટ ગણવામાં આવે છે. જેને કારણે આજે કરેલું 100 રુપિયાનું રોકાણ વ્યાજ લગાવ્યા બાદ 144 રુપિયા થઈ જશે. આ યોજના અંતર્ગત વાર્ષિક 6.8 ટકા વ્યાજ આપવામાં આવે છે અને ઈન્કમ ટેક્સના 80C હેઠળ 1.5 લાખ સુધીની કર કપાત પણ મળવા પાત્ર થાય છે.

  આ સ્કીમમાં 6.8% લેખે વ્યાજ મળશે
  આ સ્કીમમાં રોકાણ કરવા પર અત્યારે વાર્ષિક 6.8% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક રીતે થાય છે. પરંતુ વ્યાજની રકમ રોકાણનો સમયગાળો પૂરો થયા બાદ આપવામાં આવે છે. આ સ્કીમનો ટેન્યોર 5 વર્ષનો છે. જો કે, મેચ્યોરિટી પૂરી થયા બાદ આ સ્કીમને આગળ બીજા 5 વર્ષ સુધી વધારી શકાય છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને કર્યો ફોન 'પપ્પા તમે અને મમ્મી ઘરે આવો'

  ક્યાંથી લેશો સર્ટિફિકેટ?
  રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એ લાંબાગાળાના રોકાણનું માધ્યમ છે. આના દ્વારા રોકાણકારોને નિયત વ્યાજ દરે વળતર મળે છે. ખાસ વાત એ છે કે તે ભારત સરકારની પોસ્ટ ઓફિસ યોજના હેઠળ પ્રકાશિત થાય છે. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસથી રાષ્ટ્રીય બચતનું પ્રમાણપત્ર ખરીદી શકો છો.

  આ પણ વાંચોઃ-બે બાળકોની માતા હોસ્પિટલ ગયા બાદ થઈ ગુમ, છ દિવસથી પત્તો નથી, બે વર્ષની બાળકીની રડી રડીને હાલત ખરાબ

  શું છે પ્રક્રિયા?
  રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર ખરીદવું એ એક સરળ પ્રક્રિયા છે, તમે તેને કોઈપણ પોસ્ટ ઓફિસથી ખરીદી શકો છો. હા, ધ્યાનમાં રાખો કે તમારે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર ખરીદવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજો તમારી પાસે રાખવા પડશે. તમારે ફોર્મ દ્વારા તમારી માહિતી આપવાની રહેશે, જેમાં તમારે નામ અને રોકાણની રકમ વિશે જણાવવું પડશે. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર ખરીદવા માટે તમને સહાયક દસ્તાવેજની જરૂર પડી શકે છે. તમે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ચેક અથવા કેશ દ્વારા ખરીદી શકો છો. આમાં ચેક દ્વારા ચુકવણી કરવામાં સફળ થયા પછી જ ખાતું ખોલવામાં આવશે.

  ઇન્કમ ટેક્સ છૂટનો લાભ મળે છે
  નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં ડિપોઝિટ પર ઇન્કમ ટેક્સ છૂટનો લાભ મળે છે. NSCમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. જો કે, આ છૂટ ફક્ત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ ઉપલબ્ધ છે.

  અકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે
  NSCનો VIII ઇશ્યૂ કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે. જો કે, તેની મેચ્યોરિટી પહેલા એકવાર જ આ સુવિધાનો લાભ ઉઠાવી શકાય છે. આમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સર્ટિફિકેટ ટ્રાન્સફર ઇશ્યૂ થવાની તારીખથી મેચ્યોરિટીની તારીખ સુધી ફક્ત એક જ વાર કરી શકાય છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

  મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે
  NSC અકાઉન્ટ ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં મેક્સિમમ અમાઉન્ટ જમા કરાવવા માટે કોઈ લિમિટ નથી. આ અકાઉન્ટ સગીરના નામે અને 3 વયસ્કોના નામ પર જોઇન્ટ અકાઉન્ટ તરીકે પણ ખોલી શકાય છે.

  ટેક્સ છૂટનો પણ મળશે લાભ
  શ્રેષ્ઠ વસ્તુ એ છે કે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં તમને ટેક્સ બચાવવાનો વિકલ્પ મળે છે. આવકવેરા કાયદા 80 સી હેઠળ તમને કર મુક્તિનો લાભ મળે છે. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં રોકાણ કરીને તમારા ટીડીએસ કાપવામાં આવતા નથી. આમાં, તમે સમય પહેલાં પૈસા કાઢી શકો છો, પરંતુ તેના માટે તમારે દંડ ભરવો પડશે. એનએસસી એટલે કે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર પર બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી શકાય છે. આ સિવાય નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં પણ ચેકબુક સુવિધા ઉપલબ્ધ છે.

  જો તમે પાંચ વર્ષના સમયગાયલા બાદ 6.8 ટકા વ્યાજદર પ્રમાણે 20.58 લાખ રુપિયાની રપમ મેળવવા ઈચ્છો છો તો પાંચ વર્ષ દરમ્યાન તમારે 15 લાખ રુપિયાનું રોકાણ કરવાનું રહેશે જેના પર તમને રુપિયા 6 લાખનું વ્યાજ મળશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Business Tips, Indian Post office, Investment tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन