Home /News /business /

Post office: પોસ્ટ ઓફિસ 1 એપ્રિલથી આ એકાઉન્ટનું વ્યાજ રોકડમાં નહીં આપે, ખાતાધારકોએ હવે શું કરવું?

Post office: પોસ્ટ ઓફિસ 1 એપ્રિલથી આ એકાઉન્ટનું વ્યાજ રોકડમાં નહીં આપે, ખાતાધારકોએ હવે શું કરવું?

પોસ્ટ ઓફિસ

Post office updates: પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, મની લોન્ડરિંગ અને છેતરપિંડીથી બચવા માટે વ્યાજની રકમ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં અથવા બેન્ક એકાઉન્ટમાં જમા કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી: પોસ્ટ ઓફિસમાં 1 એપ્રિલ 2022થી સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior citizen savings scheme), માસિક આવક યોજના (Monthly income scheme) અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ (Term deposit account)નું વ્યાજ રોકડમાં આપવામાં નહીં આવે. વ્યાજની રકમ માત્ર એકાઉન્ટ હોલ્ડરના પોસ્ટ ઓફિસ બચત ખાતામાં અથવા બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જો એકાઉન્ટ હોલ્ડર બચત ખાતાને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ સાથે લિંક કરવામાં સક્ષમ નથી, તો વ્યાજની રકમ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા કરવામાં આવશે અથવા ચેક આપવામાં આવશે.

પોસ્ટ વિભાગે શું કહ્યું?


પોસ્ટ ઓફિસ વિભાગે આ અંગે કેટલીક જાણકારી આપી છે. પોસ્ટ વિભાગે જણાવ્યું કે, અનેક લોકોએ પોસ્ટ ઓફિસ બચત ખાતુ (અથવા બેન્ક એકાઉન્ટ) સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ સાથે લિંક કર્યું નથી. જો બચત ખાતું ઉપર જણાવેલ સ્કીમ સાથે લિંક કરવામાં આવશે તો માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક વ્યાજ લિંક કરેલા બચત ખાતામાં જમા કરવામાં આવશે.

અનેક પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ પર મળતા વ્યાજને ચૂકવવામાં આવતું નથી. અનેક ખાતાધારકોને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટના વ્યાજ અંગે જાણકારી નથી.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, મની લોન્ડરિંગ અને છેતરપિંડીથી બચવા માટે વ્યાજની રકમ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં અથવા બેન્ક એકાઉન્ટમાં જમા કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટના વ્યાજ પર કોઈ વ્યાજ મળતું નથી. જો આ વ્યાજ બચત ખાતામાં જમા કરવામાં આવે તો તેનું પણ વ્યાજ મળે છે.

આ પણ વાંચો: જુબિલન્ટ ફૂડના ટાર્ગેટમાં આ બ્રોકરેજ હાઉસે કર્યો 50 ટકાનો ઘટાડો

પોસ્ટ ઓફિસ વિભાગે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ સાથે પોસ્ટ ઓફિસ બચત ખાતાને (અથવા બેન્ક એકાઉન્ટ) લિંક કરવા માટે જણાવ્યું છે. જો બચત ખાતાને આ ઉપર જણાવેલ યોજના સાથે લિંક કરવામાં આવે તો અલગ અલગ ફોર્મ ભરવાનું રહેતું નથી.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટનું વ્યાજ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા કરવામાં આવે તો તે વ્યાજ સીધુ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટમાં જમા કરી શકાય છે.

આ પણ વાંચો:  SBI કે Post Office ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વળતર ક્યાં મળશે?

પોસ્ટ ઓફિસ બચત ખાતાને લિંક કેવી રીતે કરી શકાય


પોસ્ટ ઓફિસ બચત ખાતાને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ સાથે લિંક કરવા માટે SB-83 ફોર્મ ભરવાનું રહે છે. આ ફોર્મ ભરવાથી વ્યાજ આપમેળે બચત ખાતામાં ટ્રાન્સફર થાય છે. પોસ્ટ ઓફિસ બચત ખાતુ યોજનાકીય ખાતા સાથે લિંક થયું છે કે નહીં તે ચકાસવાના હેતુથી પોસ્ટ ઓફિસમાં પાસબુક મોકલવાની રહેશે.

બેન્ક એકાઉન્ટ કેવી રીતે લિંક કરવું?


ખાતાધારક જે ખાતામાં વ્યાજ જમા કરાવવા ઈચ્છતો હોય તે ખાતાની પાસબુકનું પહેલું પેજ અથવા રદ્દ કરેલો ચેક સાથે ECS-1 ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે. આ બેન્ક એકાઉન્ટ લિંક કરવાથી સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝીટ એકાઉન્ટનું વ્યાજ બેન્ક એકાઉન્ટમાં જમા થશે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર