Home /News /business /Investment Scheme: Post Officeની આ પાંચ યોજનાઓ રોકાણ માટે ઉત્તમ, ટેક્સ તો બચાવશે સાથે બેંકથી પણ વધુ વ્યાજ મળશે

Investment Scheme: Post Officeની આ પાંચ યોજનાઓ રોકાણ માટે ઉત્તમ, ટેક્સ તો બચાવશે સાથે બેંકથી પણ વધુ વ્યાજ મળશે

પોસ્ટ ઓફિસની યોજનામાં તમારા રૂપિયા સુરક્ષિત તો રહેશે જ અને સાથો-સાથ ટેક્સ બેનિફિટ પણ મળશે.

Investment Scheme: પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને કુલ 9 બચત યોજનાઓ ઓફર કરે છે. આ બચત યોજનાઓમાંથી પાંચ યોજના એવી છે કે જેમાં તમને બેંક એફડી કરતાં વધુ વ્યાજ મળે છે તેમજ રકમ પર 1.5 લાખ સુધી ટેક્સ રાહત મળે છે.

  Post Office Investment Scheme: અતિયારના સમયમાં દરેક લોકો માટે નાણાંનું મેનેજમેન્ટ અતિ જરૂરી છે. બચત કરેલા રૂપિયા ઇમરજન્સીમાં કામ આવે છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે અલગ-અલગ 9 પ્રકારની યોજનાઓ ઓફર કરી રહી છે. પોસ્ટ ઓફિસની યોજનામાં તમારા રૂપિયા સુરક્ષિત તો રહેશે જ અને સાથો-સાથ ટેક્સ બેનિફિટ પણ મળશે. ટેક્સમાં રાહત આપતી યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), પંચવર્ષીય જમા યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), વરિષ્ઠ નાગરિક  બચત યોજના (SCSS)નો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આ યોજનાઓ વિષે વિસ્તારથી.

  પબ્લિક પ્રોવિડન્ટ ફંડ


  પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં થોડા બદલાવ કરવામાં આવ્યા છે. નવા બદલાવ મુજબ આ સ્કીમમાં નવું વ્યાજ દર 7.1 ટકા આપવામાં આવે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો છે. આ યોજનામાં તમે વાર્ષિક ફક્ત રૂ.500થી ખાતું ખોલી શકો છો. જેમાં મહત્તમ 1 થી 5 લાખ સુધીની રકમ જમા કરી શકાય છે. જેમાં 1.5 લાખ રૂપિયાની રકમ ઈન્ક્મ ટેક્સ કલમ 80C મુજબ ટેક્સ રાહત આપે છે. આ સાથે આ યોજના વ્યાજ પર પણ કોઈ અન્ય ટેક્સ લાગતો નથી. તેમજ મેચ્યોરિટી સમયે મળતી રકમમાં પણ કોઈ વ્યાજ લાગતું નથી.

  આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કરી એવી જાહેરાત કે, ચીન સહિત આ 4 દેશોના પાયા હચમચી ગયા

  સુકન્યા સમૃદ્ધિ યોજના


  પોસ્ટ ઓફિસની આ સ્કીમ ખાસ તો દીકરીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં તમને વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં લઘુત્તમ 250 અને મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. આ સિવાય આ યોજના હેઠળ ટેક્સ રાહત પણ મળવા પાત્ર છે.

  પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમ


  પોસ્ટ ઓફિસની આ યોજના બેંક એફડી જેવી જ છે. જેમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. ગ્રાહકોને અહીં 1.5 લાખ રૂપિયાની રકમ સુધી ટેક્સ લાભ પણ મળવા પાત્ર છે. આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પરંતુ મહત્તમ રકમ માટે કોઈ લિમિટ નક્કી નથી કરવામાં આવી. આ યોજના હેઠળ તમને વાર્ષિક 7 ટકા વ્યાજ મળવા પાત્ર છે.

  આ પણ વાંચો:Google vs CCI: સુપ્રીમ કોર્ટ તરફથી ગૂગલને કોઈ રાહત નહીં! ભરવો પડશે આટલો દંડ

  નેશનલ સેવિંગ સર્ટિફિકેટ


  હાલના સમયમાં આ યોજના હેઠળ વાર્ષિક 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણની કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. તમે અહીં ફક્ત 100 રૂપિયાથી પણ રોકાણ શરુ કરી શકો છો. એક નાણાંકીય વર્ષમાં આ યોજના હેઠળ 1.5 લાખ રૂપિયા ટેક્સ ફ્રી પણ છે.


  સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ


  પોસ્ટ ઓફિસની આ સ્કીમ ખાસ તો વૃદ્ધ લોકો માટે શરુ કરવામાં આવી છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આ ખાતું ખોલી શકે છે. વર્તમાન સમયમાં અહીં વાર્ષિક 8% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનામાં મેચ્યોરિટી સમય 5 વર્ષનો છે. તેમજ કલમ 80C મુજબ 1.5 લાખ રૂપિયા ટેક્સ ફ્રી રહેશે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Investment in Post Office, Post Office Scheme

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन