Financial planning: બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે આ બેસ્ટ સેવિંગ પ્લાન, આજે જ કરો પ્લાનિંગ
Financial planning: બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે આ બેસ્ટ સેવિંગ પ્લાન, આજે જ કરો પ્લાનિંગ
જીવન વીમો (પ્રતીકાત્મક તસવીર)
Financial planning for children: અત્યારે બાળકોના ભણતરનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. નર્સરીમાં એડમિશનની વાત હોય કે પછી 9-10ના ક્લાસમાં, આ તમામનો ખર્ચ લાખો રૂપિયા થાય છે.
નવી દિલ્હી: દરેક માતાપિતા પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. તેઓ બાળકો માટે સેવિંગ, વીમા અને ઇન્વેસ્ટમેન્ટ સહિતના પાસાઓનું ધ્યાન પણ રાખે છે. જો તમે પણ બાળકના ભવિષ્ય (Future planning for children) માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ (Financial planning) કરવા ઇચ્છતા હોવ તો અત્યારે રોકાણ (Investment) કરવાનો શ્રેષ્ઠ સમય છે. અત્યારથી જ બાળક માટે રોકાણની તૈયારીઓમાં લાગી જવું જોઈએ.
વહેલી તકે રોકાણ શરૂ કરી દો
બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે શક્ય તેટલી વહેલી તકે રોકાણ શરૂ કરવું જોઈએ. તમે બાળકો માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya samrudhdhi yojana), પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના, LICના જીવન તરુણ પ્લાન, બાળ વીમા યોજના જેવી તમામ યોજનાઓમાં રોકાણ કરવા તરફ નજર દોડાવી શકો છો.
શિક્ષણ માટેનો પ્લાન
અત્યારે બાળકોના ભણતરનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. નર્સરીમાં એડમિશનની વાત હોય કે પછી 9-10ના ક્લાસમાં, આ તમામનો ખર્ચ લાખો રૂપિયા થાય છે. તેથી હવેથી પૈસા બચાવવા માટે રોકાણનું પ્લાનિંગ કરવું જોઈએ.
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારી દીકરી 10 વર્ષની થાય ત્યાં સુધી ખાતુ ખોલાવી શકો છો. આમાં તમારે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા વાર્ષિક જમા કરાવવા પડશે. આ ખાતામાં જમા રકમ પર તમને 7.6 ટકા વ્યાજ મળશે.
LIC જીવન તરુણ પ્લાન
આ પ્લાનમાં બાળકે 20 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ પોલિસી 25 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહે છે. આ પોલિસીમાં બાળકનું રિસ્ક તે 8 વર્ષની ઉંમર પૂરી કરી લે ત્યારે શરૂ થાય છે અથવા આ પોલિસીની શરૂઆતથી 2 વર્ષથી પણ રિસ્ક કવર શરૂ થાય છે. મેચ્યોરિટી બેનિફિટની વાત કરીએ તો પોલિસીધારકને મેચ્યોરિટી બેનિફિટ તરીકે SA અને બોનસ ચૂકવવામાં આવે છે
LICની આ પોલિસી હેઠળ પોલિસીધારકને 20 ટકા સમ એશ્યોર્ડ મની બેક તરીકે મળે છે. મની બેકની રકમ પોલિસીધારકને 18, 20, 22 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર મળે છે. આ વીમો લેવા માટે ઓછામાં ઓછી ઉંમર 0 વર્ષ છે. વીમો લેવાની મહત્તમ ઉંમર 12 વર્ષ છે, વીમાની લઘુત્તમ રકમ 1,00,000 રૂપિયા છે. વીમાની મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી. તેમાં પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર- વિકલ્પ મળે છે.
પોસ્ટ ઓફિસની મંથલી સ્કીમ હેઠળ તમે 5 વર્ષ સુધી તમારું એકાઉન્ટ ખોલાવી શકો છો. અહીં પૈસા જમા કરાવ્યા બાદ તમે ઓછામાં ઓછા 1 વર્ષ સુધી પૈસા ઉપાડી શકતા નથી. જો તમે 1 થી 3 વર્ષની વચ્ચે પૈસા ઉપાડો છો, તો તમને મૂળ રકમમાંથી 2% કાપીને આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર