Home /News /business /Post Office Scheme: દરરોજ જમા કરો માત્ર 95 રૂપિયા અને મેળવો 14 લાખ રૂપિયા

Post Office Scheme: દરરોજ જમા કરો માત્ર 95 રૂપિયા અને મેળવો 14 લાખ રૂપિયા

પોસ્ટ ઓફિસ બચત ખાતું: પૈસા બચાવવા માટે તમે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું પણ ખોલી શકો છો. આમાં તમને 4 ટકાના દરે વ્યાજ મળે છે. આ ઉપરાંત તમારા પૈસા પણ સુરક્ષિત છે. પોસ્ટ ઓફિસમાં તમને 10 હજાર રૂપિયા સુધીનું વ્યાજ મળે તો તે ટેક્સ ફ્રી રહે છે.

Post Office Small Saving Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેમને સમય સમય પર રુપિયાની જરુરિયાત પડે છે. આ યોજનામાં મેચ્યોરિટી વખતે વીમાધારક જીવિત હોય તો મની બેક પણ મળે છે. એટલે કે વીમાધારકે જેટલા રુપિયાનું રોકાણ કર્યું હોય તે પાછા મળી જાય છે અને વીમાનું કવર પણ મળે છે.

વધુ જુઓ ...
ભારતીય પોસ્ટ(India post) વિભાગ ઘણી નાની બચત યોજનાઓ ચલાવે છે. પોસ્ટ ઓફિસની આ યોજનાઓ (Post Office Scheme) ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે સારું રિટર્ન આપે છે અને રોકાણ પણ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. સુમંગલ ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના(Sumangal Rural Postal Life Insurance Scheme) પણ એક ખુબ જ સારી રોકાણ યોજના છે. આ સ્કીમમાં રોજના 95 રૂપિયા જમા કરીને વ્યક્તિ 14 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકે છે. સુમંગલ ગ્રામીણ યોજનાની પોલિસી લેવા માટેની વય મર્યાદા 19 વર્ષથી 45 વર્ષ છે. કોઈપણ ભારતીય નાગરિક આનો લાભ લઈ શકે છે.

સુમંગલ ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ સ્કીમ એ એન્ડોનમેન્ટ સ્કીમ છે. આ યોજના એવા લોકો માટે ખૂબ જ યોગ્ય છે, જેમને સમયાંતરે પૈસાની જરૂર હોય છે. આમાં, વીમાધારકના જીવિત રહેવા પર મની બેકનો લાભ પણ મળે છે. આનો અર્થ એ થયો કે વીમાધારકને તેણે રોકાણ કરેલા પૈસા પાછા મળશે અને વીમા કવચ પણ મળશે.

મની બેકનો પણ લાભ મળશે

આ યોજનામાં 10 લાખ રૂપિયા વીમાની રકમ(Sum Assured) છે. એટલે કે, જો પોલિસીધારકનું મૃત્યુ થાય છે, તો પરિવારને 10 લાખ રૂપિયા ઉપરાંત બોનસની રકમ મળે છે. આ પોલિસીનો કાર્યકાળ 15 અને 20 વર્ષનો છે. 15 વર્ષની પોલિસી હેઠળ, 6, 9 અને 12 વર્ષ પૂરા થવા પર વીમા રકમના 20-20 ટકા મની-બેક તરીકે ઉપલબ્ધ થાય છે. બાકીની 40 ટકા રકમ બોનસ સાથે મેચ્યોરિટી સમયે મળે છે. 20 વર્ષની પોલિસીમાં 8, 12 અને 16 વર્ષમાં, 20-20 ટકા રકમ મની બેક તરીકે પ્રાપ્ત થાય છે અને બાકીની 40 ટકા મેચ્યોરિટી પર બોનસ સાથે પાછી મળે છે.

આ રીતે 14 લાખનું ફંડ બનાવો

જો કોઈ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે 7 લાખની વીમા રકમ સાથે 20 વર્ષ માટે આ પોલિસી લે છે, તો તેણે દરરોજ 95 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. એટલે કે તેને દર મહિને 2850 રૂપિયા જમા કરાવવા પડશે. 3 મહિના માટે હપ્તા ભરવા પર તમારે 8,850 રૂપિયા ચૂકવવા પડશે અને 6 મહિના માટે તમારે 17,100 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે રોકાણ કરવાથી તમને મેચ્યોરિટી પર લગભગ 14 લાખ રૂપિયા મળશે.
First published:

Tags: Business news, Investment in Post Office, Investment tips, Post office small savings scheme