Home /News /business /Saving Scheme: ઓહો!...આટલું અધધ રીટર્ન, પોસ્ટ ઓફિસની આ યોજનાઓ આપી રહી છે બેંક એફડીથી વધુ વ્યાજ
Saving Scheme: ઓહો!...આટલું અધધ રીટર્ન, પોસ્ટ ઓફિસની આ યોજનાઓ આપી રહી છે બેંક એફડીથી વધુ વ્યાજ
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 9 પ્રકારની નાની બચત યોજનાઓ આપી રહી છે.
Post Office Saving Scheme: તમે તમારા પૈસા પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં જમા કરાવી શકો છો. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તમને FD કરતા વધુ વ્યાજ મળે છે. ઉપરાંત, તમારા રોકાણ પર સરકારી સુરક્ષાની ગેરંટી છે.
Post Office Saving Scheme: લોકો પોતાના ઇમરજન્સી સમયે ઉપયોગમાં લઇ શકાય એટલા માટે સુરક્ષિત સેવિંગ યોજનામાં રોકાણ કરતા હોય છે. સામાન્ય રીતે લોકો સેવિંગ માટે બેંક એફડીમાં રોકાણ કરતા હોય છે. કારણકે તેમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે જોખમનું પ્રમાણ ઘણું નહિવત રહે છે. આ સિવાય પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં એફડી થી પણ વધુ વ્યાજ મળે છે. આ સાથે સરકારી સુરક્ષાની ગેરેન્ટી પણ મળવા પાત્ર છે.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 9 પ્રકારની નાની બચત યોજનાઓ આપી રહી છે. તમે ખુબજ ઓછા નાણાં સાથે અહીં રોકાણ શરુ કરી શકો છો. આ સાથેજ એમાની ઘણી યોજનાઓ બેંક એફડીથી વધુ વ્યાજ આપી રહી છે. પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં તમે 500 રૂપિયા જેટલી નાની રકમથી તમારું ખાતું ખોલાવી શકો છો. ચાલો જાણીએ તેના વિશેની સંપૂર્ણ માહિતી.
પોસ્ટ ઓફિસની આ સ્કીમ 5 વર્ષના રોકાણ પર 7%ના દરે વ્યાજ આપી રહી છે. તેમજ 1 વર્ષના રોકાણ પર વ્યાજ દર 6.6 ટકા, 2 વર્ષ માટે 6.8 ટકા અને ત્રણ વર્ષ માટે 6.9 ટકા વ્યાજ આપે છે. આ યોજના માટે 18 વર્ષથી વધુની કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલવા માટે તેમાં મિનિમમ 1000 રૂપિયા જમા કરવાના રહેશે.
વરિષ્ઠ નાગરીક બચત યોજના (SCSS)
પોસ્ટ ઓફિસની આ યોજનામાં 8 ટકાથી વધુનું વ્યાજ મળી રહ્યું છે. જેમાં 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શક્ય છે. પરંતુ તેમાં 15 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરી શકાશે નહિ. આ યોજનામાં લાભાર્થી બનવા માટે 60 વર્ષથી વધુની ઉમર આવશ્યક છે.
પોસ્ટ ઓફિસની આ યોજનામાં વાર્ષિક 7.1 ટકાના ડરથી રિટર્ન મળે છે. તમે આ યોજનામાં 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં કોઈ પણ પુખ્ત ઉંમરના લોકો ખાતું ખોલાવી શકે છે. તેમજ 10 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ ખાતું ખોલાવી શકશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
પોસ્ટ ઓફિસની આ સ્કીમ ખાસતો દીકરીઓ માટે શરુ કરવામાં આવી છે. આ યોજના 7.6 ટકાના દરથી વ્યાજ આપી રહી છે. આ યોજનામાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને મહત્તમ 1,50,000 રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજનામાં ખાસ એ છે 10 વર્ષ પછી તમારા જમા રૂપિયાની રકમ ડબલ થઇ જશે.
કિસાન વિકાસ પત્ર
આ યોજના ખાસ કરીને ખેડૂતો માટે શરુ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ ખાતું ખોલાવી શકે છે. યોજનામાં વ્યાજ દર 7.2 ટકા ચક્રવૃદ્ધિ હિસાબથી આપવામાં આવે છે. આ યોજનાની મુખ્ય ખાસિયત એ છે કે જેમાં જમા કરેલી રકમ 10 વર્ષ બાદ ડબલ થઇ જશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર