Home /News /business /ભવિષ્ય માટે તૈયાર કરો 20 લાખનું ફંડ, કરવું પડશે માત્ર 150 રૂપિયાનું રોકાણ, જાણો સ્કિમ?
ભવિષ્ય માટે તૈયાર કરો 20 લાખનું ફંડ, કરવું પડશે માત્ર 150 રૂપિયાનું રોકાણ, જાણો સ્કિમ?
જો તમારી ઉંમર 25 વર્ષ છે તો આ એક શ્રેષ્ઠ તક છે નાની રકમથી મોટું રિટર્ન મેળવવાનો (પ્રતિકાત્મક તસવીર)
Post Office Scheme - જો તમે રોજિંદા ખર્ચાઓમાંથી કેટલાક બિન-જરૂરી ખર્ચાઓ બંધ કરીને 100-150 રૂપિયાની બચત સરકારની નાની બચત યોજનાઓમાં લગાવો તો તમને મોટો ફાયદો મળી શકે છે
નવી દિલ્હી : જો તમે મોટા રોકાણ કરવાને બદલે નાના રોકાણ કરવામાં રસ ધરાવો છો, તો આજે અમે તમને પોસ્ટ ઓફિસ (Post Office) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. જ્યાં તમે દરરોજ 150 રૂપિયાનું રોકાણ કરો તો માત્ર 20 વર્ષની નોકરીમાં તમને 20 લાખ રૂપિયાથી વધુનુ ફંડ (earn money) મળી શકે છે. નિષ્ણાંતો અનુસાર, જો તમે રોજિંદા ખર્ચાઓમાંથી કેટલાક બિન-જરૂરી ખર્ચાઓ બંધ કરીને 100-150 રૂપિયાની બચત સરકારની નાની બચત યોજનાઓમાં લગાવો તો તમને મોટો ફાયદો મળી શકે છે.
જાણો કઈ રીતે મળશે રૂ. 20 લાખથી વધુ
જો તમારી ઉંમર 25 વર્ષ છે તો આ એક શ્રેષ્ઠ તક છે નાની રકમથી મોટું રિટર્ન મેળવવાનો. એક્સપર્ટ જણાવે છે કે જો તમારી કમાણી 30થી 35 હજાર રૂપિયા સુધીની છે, તો કોઈ અન્ય બચત સિવાય શરૂઆતમાં તમે રોજ રૂ. 100થી 150 રૂપિયા પ્રમાણે બચત કરી શકાય છે. આ બચત 45ની ઉંમર સુધી તમને રૂ. 20 લાખથી વધુ ફંડ અપાવી શકે છે. આની મદદથી નોકરી કરતા સમયે તમે તમારી જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકો છો.
>> જો તમે દરરોજ 150 રૂપિયાની બચત કરવાના હેતુથી PPFમાં રોકાણ કરો છો, તો તે માસિક રૂપિયા 4500 થશે
> જો તમે દર મહિને 4500 રૂપિયાનું રોકાણ કરો છો તો વાર્ષિક રોકાણ 54 હજાર રૂપિયા થશે.
>> આનાથી થતી આવક કરમુક્ત છે. ત્રીજા નાણાંકીય વર્ષથી ખાતા પર લોન પણ લઈ શકાય છે. બેંકો, પોસ્ટ ઓફિસ તમને PPF એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. આ ખાતું 15 વર્ષ માટે ખોલી શકાય છે, જેને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે.
>> PPF પર વ્યાજ દર 7.1 ટકા છે, જે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. પીપીએફમાં ઓછામાં ઓછા 100 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. નાણાકીય ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે, જ્યારે તમે એક વર્ષમાં એકાઉન્ટમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર