Home /News /business /Post Office Scheme: કિસાન વિકાસ પત્ર કેવી રીતે ખરીદી શકાય? કેટલા સમયમાં રોકાણ ડબલ થાય?

Post Office Scheme: કિસાન વિકાસ પત્ર કેવી રીતે ખરીદી શકાય? કેટલા સમયમાં રોકાણ ડબલ થાય?

પોસ્ટ ઑફિસ

Kisan Vikas Patra Yojana : સુરક્ષિત રોકાણ અને ખૂબ સારા વળતર માટે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનો ફાયદો કેવી રીતે મેળવવો તેની વિગતો જાણીએ.

    મુંબઈ. Post Office Scheme: મોટાભાગના લોકો પોતાની પરસેવાની કમાણીનું એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જ્યાં તેમના પૈસા સુરક્ષિત (Secure Investment) રહે અને વધુમાં વધુ રિટર્ન મળે. સુરક્ષિત રોકાણ અને સારા વળતર (Best return) માટે કિસાન વિકાસ પત્ર સ્કીમ (Kisan Vikas Patra Scheme) ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમ્સમાંની આ એક છે. આ સ્કીમમાં ગેરંટી રિટર્ન મળે છે. કિસાન વિકાસ પત્રમાં 6.9 ટકાના દરે વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાંથી કિસાન વિકાસ પત્ર કેવી ખરીદી શકાય (How to buy KVP) તેની વધુ વિગત મેળવીએ.

    ઇન્ડિયા પોસ્ટ ઑફિસની વેબસાઈટ પર આપવામાં આવેલા જાણકારી પ્રમાણે પોસ્ટ ઑફિસની આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ (પાકતી મુદત) 124 મહિના છે. એટલે કે 124 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ થઈ જાય છે. કેવીપીએસ અંતર્ગત પૈસા ડબલ થવા માટે રોકાણકારે 10 વર્ષ અને ચાર મહિનાની રાહ જોવી પડે છે. આ માટે લઘુતમ રોકાણ 1,000 રૂપિયા છે. મહત્તમ રોકાણ માટે કોઈ જ મર્યાદા નથી. પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર સરકારની ગેરંટી મળે છે, એટલે કે આ સ્કીમમાં કોઈ જોખમ નથી.

    સર્ટિફિકેટ તરીકે જાહેર

    કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમમાં સર્ટિફિકેટના રૂપમાં રોકાણ કરવામાં આવે છે. તમે આ સર્ટિફિકેટ 1,000 રૂપિયા, 5,000 રૂપિયા, 10,000 રૂપિયા અને 50,000 રૂપિયાના સ્વરૂપમાં ખરીદી શકે છે. આ સર્ટિફિકેટ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે.

    આ પણ વાંચો: Post Office scheme: દરરોજ ફક્ત 70 રૂપિયા જમા કરો અને મેળવો 1.5 લાખ રૂપિયા- વાંચો અહેવાલ

    જો કોઈ વ્યક્તિએ આ સ્કીમમાં જાન્યુઆરીથી માર્ચ 2020 ત્રિમાસિક દરમિયાન રોકાણ કર્યું હશે તો તેમને 7.9 ટકા વાર્ષિક વ્યાજ મળશે. હાલ કિસાન વિકાસ પત્ર સ્કીમ હેઠળ એકાઉન્ટ ખોલવા પર 6.9 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. કિસાન વિકાસ પત્રમાં વ્યાજદર એપ્રિલથી જૂન 2020 દરમિયાન 7.6 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારથી આ દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

    આવી રીતે ખાતું શરૂ કરો:

    - કિસાન વિકાસ પત્ર માટે તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જોઈને ફોર્મ ભરી શકો છો. ફોર્મને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે.

    - ફોર્મમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ અને સરનામાની વિગત આપવી પડશે.

    - ફોર્મ ભરતી વખતે ચેક અથવા કેશમાં પેમેન્ટ કરી શકો છો. ચેકથી પેમેન્ટ કરવા પર તેની જાણકારી ફોર્મમાં આપવી પડશે.

    - ફોર્મ જમા કર્યાં બાદ લાભાર્થીના નામ, મેચ્યુરિટી તારીખ અને રકમ સાથે કિસાન વિકાસ પ્રમાણ પત્ર (Kisan Vikas Patra Yojana) આપી દેવામાં આવે છે.

    આ પણ વાંચો: Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ, જાણો વધુ વિગત

    કોણ ખાતું ખોલાવી શકે છે?

    KVPમાં કોઈ પણ વયસ્ક વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. વધુમાં વધુ ત્રણ વયસ્કો સાથે મળીને એક ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પણ આ ખરીદી શકે છે. આ ઉપરાંત સગીરના વતી કોઈ વયસ્ક અથવા નબળા મગજના વ્યક્તિ વતી તેના સ્વજન ખરીદી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Investment, Post office, Savings

    विज्ञापन
    विज्ञापन