Home /News /business /રોકાણ પર મળશે 8% વ્યાજ, સાથે ટેક્સ છૂટનો પણ લાભ; જાણો ખાસ યોજના વિશે
રોકાણ પર મળશે 8% વ્યાજ, સાથે ટેક્સ છૂટનો પણ લાભ; જાણો ખાસ યોજના વિશે
પોસ્ટ ઓફિસ સ્કીમ.
પોસ્ટ ઓફિસે પણ વરિષ્ઠ નાગરિકો (senior citizens) ને ધ્યાનમાં રાખીને આવી જ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizen Savings Scheme). ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ વિગતો.
મુંબઈ: આજના સમયમાં દરેક વ્યક્તિ માટે પૈસાની બચત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આપણા બચાવેલા પૈસા ખરાબ સમયમાં જ આપણી મદદ માટે કામ આવે છે. જો તમે તમારા બચાવેલા પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને રોકાણ સાથે તમે તેના પર કોઈ જોખમ લેવા માંગતા નથી, તો પોસ્ટ ઓફિસની યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સાથે પોસ્ટ ઓફિસ (Post Office) ની ઘણી યોજનાઓમાં બેંક તરફથી મળતા વ્યાજ કરતા વધુ વ્યાજ અને ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે.
આ જ રીતે પોસ્ટ ઓફિસે પણ વરિષ્ઠ નાગરિકો (senior citizens) ને ધ્યાનમાં રાખીને આવી જ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizen Savings Scheme). ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ વિગતો.
સીનિયર સિટિજન્સ સેવિંગ સ્કીમ
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક સરકારી બચત યોજના છે. જેના કારણે તેમાં રોકાણ કરાયેલા પૈસા પર કોઈપણ પ્રકારનું જોખમ રહેતું નથી. પોસ્ટ ઓફિસની આ યોજના ખાસ કરીને વૃદ્ધો માટે શરૂ કરવામાં આવી છે. જેમાં 60 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ સિવાય જે લોકો 55 વર્ષથી 60 વર્ષની વચ્ચે રિટાયર થયા છે તેઓ પણ તેમાં રોકાણ કરી શકે છે.
મળશે વધુ વ્યાજ અને ટેક્સમાં છૂટનો ફાયદો
હાલમાં પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર 8 ટકાથી વધુ વ્યાજનો લાભ મળે છે. આ સિવાય આ સ્કીમમાં ટેક્સ બેનિફિટ પણ મળે છે. જો તમે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ રોકાણ કરો, તો તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીની કપાત મળવા પાત્ર બને છે. જોકે, ચોક્કસ મર્યાદા પછી, તેના પર મળતા વ્યાજ પર ટીડીએસ (TDS) કાપવામાં આવે છે અને તેને આવકમાં સામેલ કરવામાં આવે છે.
આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે. પાકતી મુદત પછી એક વર્ષની અંદર તેને ત્રણ વર્ષ માટે પણ વધારી શકાય છે. પાકતી મુદત પછી પૈસા ઉપાડવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લાગતો નથી. આ સ્કીમમાં તમે એક સમયે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અને વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર