Home /News /business /

Post Office scheme: 1,000 રૂપિયાથી કરો શરૂઆત, પાંચ વર્ષે 14 લાખ રૂપિયા સુધીની કમાણી, જાણો કેવી રીતે

Post Office scheme: 1,000 રૂપિયાથી કરો શરૂઆત, પાંચ વર્ષે 14 લાખ રૂપિયા સુધીની કમાણી, જાણો કેવી રીતે

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ

Post Office scheme: પોસ્ટ ઓફિસની સિનીયર સિટીઝન સ્કીમ એવા લોકો વચ્ચે ખૂબ પ્રસિદ્ધ છે જેઓ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને પોતાની બચત વધારવા માંગે છે.

    નવી દિલ્હી: ભારતીય પોસ્ટ વિભાગ રોકાણ માટેની અનેક સ્કીમ્સ (Post office savings schemes) ઑફર કરે છે. બેંકની સરખામણીમાં પોસ્ટ ઑફિસ (Post office)ની મોટાભાગની સ્કીમમાં વ્યાજનો દર વધારે હોય છે. એટલે કે બેંકની સરખામણીમાં અહીં રોકાણ પર ઊંચુ વળતર મળે છે. આ જ કારણ છે કે પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમ્સ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ભારતીય પોસ્ટ વિભાગની આવી જ એક સ્કીમ કે જેનું નામ સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizen Savings Scheme- SCSS છે. આ સ્કીમ હેઠળ રોકાણ કરનાર વ્યક્તિને ખૂબ જ સારું વળતર મળે છે. પોસ્ટ ઓફિસની હાલની SCSS પર 7.4 ટકા વ્યાજ મળે છે.

    પોસ્ટ ઓફિસની સિનીયર સિટીઝન સ્કીમ એવા લોકો વચ્ચે ખૂબ પ્રસિદ્ધ છે જેઓ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને પોતાની બચત વધારવા માંગે છે. આ સ્કીમ ખૂબ જ સુરક્ષિત છે. આ સ્કીમમાં પાકતી મુદ્દતે ખૂબ જ સારું વળતર મળી શકે છે.

    કોણ ખાતું ખોલાવી શકે?

    આ સ્કીમમાં રસ ધરાવતા લોકો ફક્ત 1,000 રૂપિયા સાથે પોસ્ટ ઑફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ ખાતું ખોલાવવા માટે અરજીકર્તાની ઉંમર 60 વર્ષથી વધુ હોય તે જરૂરી છે. જો કોઈ વ્યક્તિએ VRS (Voluntary Retirement Scheme) હેઠળ સ્વેચ્છિક સેવાનિવૃત્તિ સ્વીકાર હોય તો તેઓ પણ આ ખાતું ખોલાવવા માટે અરજી કરી શકે છે.

    કેટલું વળતર મળે?

    સિનીયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણકારોને મેચ્યુરિટી (maturity period) વખતે 14 લાખ રૂપિયા સુધી કમાણીનો વિકલ્પ મળે છે. આ માટે રોકાણકારે આશરે 10 લાખ રૂપિયા જેટલું રોકાણ કરવું પડશે. પાંચ વર્ષની મુદ્દત બાદ 10 લાખ સામે 7.4% વ્યાજ લેખે રોકાણકારને 14,28,964 રૂપિયા પ્રાપ્ત થશે.

    કેટલી રકમ જમા કરાવી શકાય?

    સાદી ગણતરી પ્રમાણે રોકાણકારને પાંચ વર્ષ દરમિયાન રોકાણ પર 4,28,000 રૂપિયા જેટલું વ્યાજ મળશે. અહીં એક વાત યાદ રાખો કે પોસ્ટ ઓફિસમાં સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

    સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ ખોલાવેલા ખાતાની પાકતી મુદ્દત પાંચ વર્ષ છે. પાંચ વર્ષ બાદ રોકાણકાર ઇચ્છે તો આ મુદ્દત ત્રણ વર્ષ માટે વધારી શકે છે. આ સ્કીમ હેઠળ કરવામાં આવેલું રોકાણ આવકવેરાની કલમ 80C હેઠળ બાદ મળે છે. આ ખાતું એક લાખ રૂપિયા સુધીની રોકડ સાથે પણ ખોલાવી શકાય છે.

    આ પણ વાંચો: Post Office Scheme: ફક્ત આટલું રોકાણ કરીને પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં મેળવો 16 લાખ રૂપિયા- જાણો વિગત

    કેવી રીતે ખોલાવી શકાય?

    સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ ખાતું ખોલાવવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે. અહીં જરૂરી ફોર્મ ભરીને ખાતું ખોલાવી શકાય છે. આ દરમિયાન પોસ્ટ ઓફિસ તરફથી જરૂરી વિવિધ દસ્તાવેજ પણ માંગવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Account, Bank, Personal finance, Post office, Savings

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन