પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. આ યોજના ઓછું જોખમ અને વધુ વળતર ઇચ્છતા રોકાણકારો માટે સારો વિકલ્પ છે. આ યોજનામાં રિસ્ક ફેક્ટર એકદમ ઓછું છે અને રિટર્ન ઊંચું મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમને પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝિટ કહેવામાં આવે છે.
Post Office Scheme: મૂડી રોકાણ સાથે નાનું મોટું જોખમ (Risk in Investment) સંકળાયેલું હોય જ છે. જેટલું ઊંચું રિટર્ન (Return) એટલું જ ઊંચું જોખમ હોય છે. પણ દરેક વ્યક્તિ ઊંચું જોખમ લઈ શકે નહીં. આવી સ્થિતિમાં રોકાણ સુરક્ષિત (Secure Investment) રહે અને વળતર પણ ઊંચું મળે તેવું ઘણા રોકાણકાર (Investor) ઇચ્છતા હોય છે. અહી આવા રોકાણકાર માટે પોસ્ટ ઓફિસની યોજના અંગે જાણકારી આપવામાં આવી છે.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. આ યોજના ઓછું જોખમ અને વધુ વળતર ઇચ્છતા રોકાણકારો માટે સારો વિકલ્પ છે. આ યોજનામાં રિસ્ક ફેક્ટર એકદમ ઓછું છે અને રિટર્ન ઊંચું મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમને પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝિટ કહેવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝિટ (RD)માં રોકાણ કઈ રીતે કરવું?
પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝિટ એ સરકારની ગેરંટી યોજના છે. જેમાં વ્યાજ વધુ મળે છે અને નાની રકમ પણ હપ્તે હપ્તે જમા કરી શકાય છે. રોકાણકાર તેમાં માત્ર રૂ. 100 જેટલી રકમનું રોકાણ પણ કરી શકે છે. બીજી તરફ તેમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ લિમિટ નથી. તમે ક્ષમતા મુજબ વધુમાં વધુ રોકાણ કરી શકો છો.
આ યોજનામાં ખાતું પાંચ વર્ષ માટે ખોલવામાં આવે છે. જો કે, બેંકો છ મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટની સુવિધા આપે છે. તેમાં જમા નાણાં પર વ્યાજની ગણતરી દર ત્રિમાસિક ગાળા (વાર્ષિક દરે) કરવામાં આવે છે અને દરેક ક્વાર્ટરના અંતે તમારા ખાતામાં (ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત) ઉમેરવામાં આવે છે.
કેટલું વ્યાજ મળે છે?
રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં હાલ 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે, નવો દર 1 એપ્રિલ 2020થી લાગુ છે. ભારત સરકાર પોતાની તમામ નાની બચત યોજનાઓના વ્યાજદર દર ત્રિમાસિકમાં નક્કી કરે છે.
દર મહિને 10,000ના રોકાણથી રૂ. 16 લાખ મળશે
તમે 10 વર્ષ સુધી દર મહિને પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરો તો તમને 10 વર્ષ બાદ 5.8 ટકાના વ્યાજ દરે 16 લાખ રૂપિયાથી વધુ રકમ મળશે.
તમારે ખાતામાં નિયમિત પૈસા જમા કરાવતા રહેવું પડશે, જો તમે પૈસા જમા નહીં કરાવો તો તમારે દર મહિને એક ટકા દંડ ભરવો પડશે. તમે 4 હપ્તા ચૂકી ગયા તો તમારું ખાતું બંધ થઈ જશે.
પોસ્ટ ઓફિસ આરડી પર ટેક્સ
રિકરીંગ ડિપોઝિટમાં રોકાણ કરવા પર TDS કપાય છે, જો ડિપોઝિટ 40,000 રૂપિયાથી વધુ હોય તો વાર્ષિક 10 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવે છે. આરડી પરના વ્યાજ પર પણ ટેક્સ લાગે છે, પરંતુ મેચ્યોરિટીની સંપૂર્ણ રકમ પર ટેક્સ લાગતો નથી. જે રોકાણકારોની કરપાત્ર આવક નથી તેઓ FDની જેમ ફોર્મ 15G ભરીને TDS પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર