Post Office Scheme: પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, SIPની જેમ મહિને 5,000 જમા કરો, પાકતી મુદ્દતે મળશે 16.25 લાખ રૂપિયા
Post Office Scheme: પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, SIPની જેમ મહિને 5,000 જમા કરો, પાકતી મુદ્દતે મળશે 16.25 લાખ રૂપિયા
ભારતીય પોસ્ટ ઓફિસ
PPF: આ સ્કીમ હેઠળ એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. આ સ્કમીની વિશેષતા છે કે તેમાં એક સાથે રોકાણ ઉપરાંત દર મહિને થોડી થોડી રકમ પણ જમા કરી શકાય છે.
મુંબઈ. Post Office Savings Scheme: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે SIP (Systematic investment plan) ખૂબ જ પ્રચલિત રીત છે. આ ઉપરાંત તમે તેમાં લમસમ (Lump sum) રોકાણ પણ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કો પોસ્ટ ઓફિસમાં પણ મ્યુચ્યુઅલ ફંડની SIPની જેમ રોકાણ કરી શકાય છે? પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (Public Provident fund- PPF) પોસ્ટ ઓફિસની આવી જ સ્કીમ છે, જેમાં લાંબા સમય માટે રોકાણ કરી શકાય છે. આ સ્કીમની પાકતી મુદ્દત 15 વર્ષ છે. આ સ્કીમ હેઠળ એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે.
સ્કીમની ત્રણ વિશેષતા
આ સ્કમીની વિશેષતા છે કે તેમાં એક સાથે રોકાણ ઉપરાંત દર મહિને થોડી થોડી રકમ પણ જમા કરી શકાય છે. આ સ્કીમની બીજી વિશેષતા એ છે કે તેમાં ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) કે બેંકમાં બચત ખાતા (Saving account) પર મળતા વ્યાજની સરખામણીમાં વધારે વ્યાજ મળે છે. ત્રીજો લાભ એ થશે કે આ સ્કીમમાંથી મળતું વ્યાજ અને પાકતી મુદ્દતે મળતી રકમ ઇન્કમ ટેક્સ ફ્રી છે. એટલે કે તમારે તેના પર ટેક્સ નહીં ચૂકવવો પડે. જો તમે SIPની જેમ રોકાણ કરો તો તમને પાકતી મુદ્દતે કેટલી રકમ પ્રાપ્ત થાય તે વાત બે ઉદાહરણથી સમજીએ.
સ્કીમ-1 (દર મહિને 5,000નું રોકાણ)
મહિને જમા કરવાની રકમ: 5,000 રૂપિયા
વર્ષે જમા રકમ: 60,000 રૂપિયા (5,000*12)
વ્યાજનો દર: 7.1% (વર્ષે કમ્પાઉન્ડિંગ)
કુલ રોકાણ: 9 લાખ રૂપિયા
15 વર્ષ પછી મેચ્યુરિટી રકમ: 16.25 લાખ રૂપિયા
વ્યાજનો ફાયદો: 7.25 લાખ રૂપિયા
સ્કીમ-1 (દર મહિને 10,000નું રોકાણ)
મહિને જમા કરવાની રકમ: 10,000 રૂપિયા
વર્ષે જમા રકમ: 1,20,000 રૂપિયા (10,000*12)
વ્યાજનો દર: 7.1% (વર્ષે કમ્પાઉન્ડિંગ)
કુલ રોકાણ: 18 લાખ રૂપિયા
15 વર્ષ પછી મેચ્યુરિટી રકમ: 32.55 લાખ રૂપિયા
વ્યાજનો ફાયદો: 14.55 લાખ રૂપિયા
>> આ સ્કીમ હેઠળ તમે વર્ષે મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. તમે SIPની જેમ 12 હપ્તામાં પણ રોકાણ કરી શકો છો. >> આ સ્કીમ શરૂ કરવા માટે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ જરૂરી છે. >> PPF પર વર્ષે 7.1 ટકાના દરે વ્યાજ મળે છે. >> સિંગલ એકાઉન્ટ ખોલી શકાય છે. >> સગીર વયના બાળકનું પીપીએફ ખાતું પણ ખોલાવી શકાય છે. જોકે, જ્યાં સુધી તે કિશોરાવસ્થા સુધી ન પહોંચે ત્યાં સુધી તેનું ખાતું તેના વાલા કે માતાપિતાએ મેઇન્ટેઇન કરવું પડશે. >> આ સ્કીમની પાકતી મુદ્દત 15 વર્ષ છે. 15 વર્ષ પૂર્ણ થયા બાદ તમે તેને પાંચ-પાંચ વર્ષ સુધી આગળ વધારી શકો છો. >> આ સ્કીમ સરકારી હોવાથી તેમાં રોકાણ કરવામાં આવેલી રકમ પર સુરક્ષા મળે છે. >> PPF એકાઉન્ટમાં જમા રકમ પર લોન પણ લઈ શકાય છે.
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડમાં કરવામાં આવેલું રોકાણ ઈન્કમટેક્સ એક્ટની કલમ 80C હેઠળ આવે છે. આ સ્કીમમાં રોકવામાં આવેલી રકમ પર 1.5 લાખ રૂપિયા સુધી ડિડક્શન મળે છે. એટલું જ નહીં, પીપીએફ પર કરવામાં આવેલી વ્યાજની કમાણી અને મેચ્યોરિટી રકમ બંને વ્યાજ ફ્રી છે. એટલે કે પાકતી મુદ્દતે પણ તમારે ટેક્સ નહીં ચૂકવવો પડે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર