Home /News /business /પોસ્ટ ઓફિસ બચત યોજનાઃ દર મહિને રૂ. 10,000નું રોકાણ કરી મેળવો રૂ. 16 લાખનું રીટર્ન
પોસ્ટ ઓફિસ બચત યોજનાઃ દર મહિને રૂ. 10,000નું રોકાણ કરી મેળવો રૂ. 16 લાખનું રીટર્ન
પ્રતીકાત્મક તસવીર
Post Office Saving Account: બેંકમાં બચત ખાતું કે ફિક્સ ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવો છો, ત્યારે તેઓ તમને અવધીના ઘણા વિકલ્પ આપે છે. પોસ્ટ ઓફિસની સ્કીમમાં તમે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ નિશ્ચિત પાંચ વર્ષ માટે ખોલાવી શકો છો.
જ્યારે પણ કોઇ વ્યક્તિ સુરક્ષિત અને વિશ્વસનીય રીતે પૈસા રોકવાનું વિચારે છે ત્યારે પહેલી વાત તેના મગજમાં આવે છે, તે છે ફિક્સ ડિપોઝીટ અથવા બચત ખાતાનો ઉપયોગ કરવો. જોકે, તેના જેટલો જ અસરદાર અન્ય એક વિકલ્પ પણ છે. તમે તમારા પૈસા પોસ્ટ ઓફિસ બચત યોજના અતવા પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટમાં રોકી શકો છો. આ રીતે તમે રોકેલા પૈસા અને તેના પર તમને મળતું વ્યાજ બંને સુરક્ષિત રહે છે. નોંધનીય છે કે થોડું રિસ્ક રહે છે, પરંતુ રિટર્ન પણ સારું મળે છે.
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ એક સરકારી ગેરંટીવાળી સ્કીમ છે, જ્યાં હપ્તામાં નાની રકમ જમા કરી શકાય છે. આ સાથે જ તમને વ્યાજ પણ સારું મળે છે. આ સ્કીમનો સૌથી મોટો ફાયદો છે કે તમે ઓછામાં ઓછા 100 રૂપિયાથી તમારું રોકાણ શરૂ કરી શકો છો અને રોકાણ રકમની કોઈ જ મહત્તમ મર્યાદા નથી. તમે ઇચ્છો તેટલા નાણાં રોકી શકો છો.
જ્યારે તમે બેંકમાં બચત ખાતું કે ફિક્સ ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવો છો, ત્યારે તેઓ તમને અવધીના ઘણા વિકલ્પ આપે છે. પોસ્ટ ઓફિસની સ્કીમમાં તમે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ નિશ્ચિત પાંચ વર્ષ માટે ખોલાવી શકો છો.
આ સ્કીમ સૌથી વધુ લોકપ્રિય છે, કારણ કે તે 5.8 ટકા વ્યાજ દર આપે છે. આ વ્યાજ દર સૌથી નવીનત્તમ દર છે, જે સરકાર દ્વારા 1 એપ્રિલ, 2020થી લાગૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં પોતાની નાની બચત યોજનાઓ માટે વ્યાજ દર નક્કી કરે છે. તે કઇ રીતે કામ કરે છે, ચક્રવૃદ્ધિ વ્યાજ દરેક ક્વાર્ટરમાં ગણાય છે. જેથી તે વધુ અસરકારક બને છે કારણ કે રોકાણકારોને કમાણી કરવાનો અવસર સતત મળી રહે છે.
ઉદાહરણ તરીકે જો તમે હાલના વ્યાજ દર 5.8 ટકા પ્રમાણે રૂ. 10,000નું દર મહિને રોકાણ કરો છો, તો 10 વર્ષ બાદ આ રકમ રિટર્ન તરીકે રૂ. 16 લાખની આસપાસ થશે.
ક્યારેક વસ્તુઓ પહેલી નજરે સરળ લાગે છે, પરંતુ આ કેસમાં તે સરળ જ છે. માત્ર એક વાતનું ધ્યાન રાખો કે તમારો નાણાંકિય ઉદ્દેશ પુર્ણ કરવા તમારે દર મહિને નિયમિત પૈસા જમા કરાવવાના રહેશે. જો તમે ક્યારેક કોઇ મહિનો છોડી દીધો અથવા પેમેન્ટ કરવાનું ભૂલી ગયા તો તમારે દરેક મહિનાના 1 ટકા જેટલી પેનલ્ટી ભરવી પડશે. જો તમે સતત 4 મહિના સુધી પેમેન્ટ કરતા નથી તો એકાઉન્ટ આપમેળે જ બંધ થઇ જશે. જોકે તમે ડિફોલ્ટની તારીખના બે મહિનાની અંદર ખાતું ફરી મેળવી શકો છો. પરંતુ જો તમે ચૂકી જાઓ છો, તો ખાતું કાયમ માટે બંધ થઇ જશે.
નોંધનીય છે કે, આ સ્કીમમાં અરજદારોને ખાતું ખોલ્યાના એક વર્ષ પછી તેમની થાપણની 50 ટકા રકમ ઉપાડવાની મંજૂરી મળે છે. જો કોઇ રોકાણકાર અગાઉ આપેલી ડિપોઝીટ પર રિબેટ ફેસિલિટી પસંદ કરે છે તો, તેને માત્ર 6 ઇન્સ્ટોલમેન્ટ્સમાં જ પૈસા ઉપાડવાની સુવિધા મળશે.
આ સ્કીમમાં ખાતાદાર નોમીની પણ પસંદ કરી શકે છે, આ પ્રોસેસ તમે ગમે ત્યારે કરી શકો છો.