પોસ્ટ ઓફિસની આ યોજનાઓનો ઉઠાવો લાભ, મળશે 8.5% સુધીનું વળતર

News18 Gujarati
Updated: October 7, 2018, 12:14 PM IST
પોસ્ટ ઓફિસની આ યોજનાઓનો ઉઠાવો લાભ, મળશે 8.5% સુધીનું વળતર
પોસ્ટ ઓફિસમાં લગભગ 8 બચત યોજનાઓ ચલાવી રહી છે. માહિતી અનુસાર આ યોજનાઓ તમામ પોસ્ટ ઓફિસની વેબસાઈટ (indiapost.gov.in) પર આપવામાં આવેલી જાણકારી અનુસાર 8.5 ટકા સુધીનો નફો મળી રહ્યો છે. જાણો આ વિશે..

પોસ્ટ ઓફિસમાં લગભગ 8 બચત યોજનાઓ ચલાવી રહી છે. માહિતી અનુસાર આ યોજનાઓ તમામ પોસ્ટ ઓફિસની વેબસાઈટ (indiapost.gov.in) પર આપવામાં આવેલી જાણકારી અનુસાર 8.5 ટકા સુધીનો નફો મળી રહ્યો છે. જાણો આ વિશે..

  • Share this:
દેશમાં પોસ્ટ અનેક પ્રકારની બચત યોજનાઓ ચલાવી રહ્યું છે. વર્તમાનમાં સમયમાં પોસ્ટ ઓફિસ લગભગ 8 બચત યોજનાઓ ચલાવી રહ્યુ છે. પોસ્ટ ઓફિસની વેબસાઇટ (indiapost.gov.in) પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ તમામ સ્કીમમાં 8.5 ટકા નફો મળી રહ્યો છે.

આ છે પોસ્ટ ઓફિસની સ્કિમ- પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં (1) જમા રિકરીંગ, (2) મુદત જમા, (3) પોસ્ટ ઓફિસની મંથલી આવક યોજના (4) વરિષ્ઠ નાગરિકોની બચત યોજના, (5) 15 વર્ષીય જાહેર પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (6) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (7) ફાર્મર વિકાસ પત્ર (KVP), અને (8) સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આમાં 8.5% સુધી વ્યાજ દર મળે છે.

(1) પોસ્ટ ઓફિસ ડિપોઝિટ (RD): પોસ્ટ ઓફિસ ડિપોઝિટ રિકરિંગમાં દર મહિને 10 રુપિયાનું રોકાણ કરી શકાય છે. આ એકાઉન્ટમાં ડિપોઝિટ કરેલ રકમ પર 7.3% નું વ્યાજ મળે છે. આ બચત યોજનામાં એક વર્ષ 50 ટકા રકમ મેળવવાની સુવિધા મળે છે.

(2) માસિક આવક યોજના (એમઆઈએસ): કોઈપણ વ્યક્તિનું આમાં ખાતુ ખોલી શકીએ છીએ. આ એકાઉન્ટમાં ડિપોઝિટ પર 7.3 ટકા વ્યાજ મળે છે. આ એકાઉન્ટને બદલી પણ શકાય છે.

(3) ખેડૂત વિકાસ પત્ર (KVP): આ એકાઉન્ટમાં બે વર્ષ બાદ જમા રૂપિયાને કાઢી શકાય છે, 7.7 ટકા દર વાર્ષિક વ્યાજ મળે છે. આ રકમ 118 મહિના (9 વર્ષ અને 10 મહિના બાદ બમણી થઇ જાય છે.

(4) 15 વર્ષીય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ): આ ખાતું 100 રૂપિયામાં ખોલી શકાય છે. તે નાણાકીય વર્ષમાં રૂ. એક લાખ સુધીના રોકાણ પર ટેક્સ રિબેટનો લાભ આપે છે. આમા જમા રકમ પર 8 ટકાનુ વ્યાજ મળે છે. ખાતાધારકોએ આ નાણાકીય વર્ષમાં તેમના ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ જમા કરાવવાના હોય છે. ખાતાની કુલ મુદત 15 વર્ષ છે. તેમા તમે સંયુક્ત ખાતું પણ ખોલી શકો છો.

(5) નેશનલ સેવિંગ સર્ટિફિકેટ: નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં વર્ષનું 8 ટકા વ્યાજ મળશે. 100 રૂપિયા અથવા તેથી વધુનું એનએસસી લઇ શકો છો.

(6) સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ: આ ખાતામાં નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 250 રુપિયા અને વધુમાં વધુ 1,50,500 રુપિયાનું રોકાણ કરવાનું હોય છે. આ એકાઉન્ટ છોકરીના જન્મ બાદ આગામી 10 વર્ષની અંદર ખોલી શકાય છે. આ એકાઉન્ટ પર 8.5 ટકા વ્યાજ મળે છે. જ્યારે છોકરીના 21 વર્ષ પૂર્ણ થયા બાદ આ એકાઉન્ટ બંધ થાય છે
First published: October 7, 2018, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading