Post Office સેવિંગ એકાઉન્ટ માટે આજથી લાગુ થયો નવો નિયમ, મિનિમમ બેલેન્સ ન હોય તો રોજ કપાશે 100 રૂપિયા

Post Office સેવિંગ એકાઉન્ટ માટે આજથી લાગુ થયો નવો નિયમ, મિનિમમ બેલેન્સ ન હોય તો રોજ કપાશે 100 રૂપિયા
પોસ્ટ ઓફિસના ગ્રાહકોને પોતાના સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ 500 રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે, આ કારણે બંધ થઈ શકે છે ખાતું

પોસ્ટ ઓફિસના ગ્રાહકોને પોતાના સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ 500 રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે, આ કારણે બંધ થઈ શકે છે ખાતું

  • Share this:
    નવી દિલ્હીઃ જો આપનું પણ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. Post Officeએ પોતાના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની નિયત લિમિટને આજથી લાગુ કરી દીધી છે. હવે ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ (Minimum Balance) 500 રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે. જો તમે આવું નહીં કરો તો 100 રૂપિયા રોજના ચાર્જ કાપવામાં આવશે અને બાકીની રકમ ઝીરો થઈ જશે, જેનાથી આપનું ખાતું બંધ થઈ શકે છે.

    India Postએ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે નવા નિયમ હેઠળ ગ્રાહકોને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (Post Office Savings Account)માં 11 ડિસેમ્બર સુધી 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી રહેશે. જો 12 ડિસેમ્બરે ગ્રાહકોના ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો આપને મેન્ટેનન્સ ચાર્જ આપવો પડશે.



    આ પણ જુઓ, Viral: CCTV ફુટેજમાં જોવા મળ્યો ‘ભૂતનો પડછાયો’, વાહનોની આરપાર પસાર થયો

    સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક મળે છે 4% વ્યાજ

    ઈન્ડિયા પોસ્ટ (India Post)ની ઓફિશિયલ વેબસાઇટ મુજબ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (Post Office Savings Account) પર વાર્ષિક વ્યાજ દર 4 ટકા છે. વ્યાજની ગણતરી દર મહિનાની 10મી તારીખ અને મહિનાના અંતની વચ્ચે મિનિમમ બેલેન્સ (Minimum Balance) રકમના આધાર પર કરવામાં આવે .છે. ગ્રાહક તેને પોતાની સુવિધા અનુસાર કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે છે.

    આ પણ વાંચો, મુંબઈના થાણેમાં ઝાડ સાથે લટકતી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

    પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાના નિયમ

    પોસ્ટ ઓફિસના બચત ખાતાને સિન્ગલ વયસ્ક કે જોઇન્ટ વ્યસ્કો (Joint Acount) કે પછી એક માઇનોરની સાથે એક વયસ્કની જેમ ખોલાવી શકાય છે. 10 વર્ષથી ઉપરના માઇનર દ્વારા એકાઉન્ટ ખોલાવી શકાય છે. એક વ્યક્તિ દ્વારા એક પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે. સાથોસાથ માઇનોર કે અસ્થિર મગજની વ્યક્તિના નામ પર માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકાય છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (Post Office Savings Account) ખોલાવતી વખતે નોમિની જરૂરી છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 11, 2020, 14:33 IST

    ટૉપ ન્યૂઝ