બચતના પૈસા પર જોખમ વગર મેળવો શાનદાર રિટર્ન, 10,000 જમા કરાવીને મેળવો 16 લાખ રૂપિયાનો ફાયદો

બચતના પૈસા પર જોખમ વગર મેળવો શાનદાર રિટર્ન, 10,000 જમા કરાવીને મેળવો 16 લાખ રૂપિયાનો ફાયદો
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં લોકો રોકાણ કરવા માટે સુરક્ષિત રોકાણ કરવાનો વિકલ્પ શોધી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં મોટાભાગના લોકો ઓછા જોખમવાળા વિકલ્પમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. કોરોના વાયરસના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં લોકો રોકાણ કરવા માટે સુરક્ષિત રોકાણ કરવાનો વિકલ્પ શોધી રહ્યા છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ માટે વિકલ્પ શોધી રહ્યા છો તો તમે પોસ્ટ ઓફિસની બચત યોજનાનો વિકલ્પ પસંદ કરી શકો છો. પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમને વધુ રિટર્ન પણ મળી શકે છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ બેંકની ફિક્સ ડિપોઝીટ કરતા વધુ ફાયદો આપે છે. તમે ઓછી રકમનું રોકાણ કરીને વધુ કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટની સ્કીમમાં રોકાણ કરવાથી વધુ રિટર્ન મળે છે.

ઓછી રકમથી આરડી સ્કીમમાં રોકાણ કરી શકો છો



પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટની મદદથી તમે ઓછી રકમથી રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમારા પૈસા એકદમ સુરક્ષિત રહે છે. આ સ્કીમમાં માસિક રૂ. 100થી રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો. જો તમારે વધુ રકમનું રોકાણ કરવું છે, તો પણ તમે ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસના આરડી ડિપોઝીટ એકાઉન્ટમાં તમને યોગ્ય વ્યાજ દર મળે છે અને તમે નાની-નાની રકમનું રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો - Explained: ખાદ્યતેલના ભાવમાં ભડકા પાછળ કારણ શું, સરકાર પાસે કયા વિકલ્પો? જાણો

રિકરિંગ ડિપોઝીટમાં દર ત્રણ મહિને વ્યાજની ગણતરી થાય છે

પોસ્ટ ઓફિસમાં આરડી એકાઉન્ટ 5 વર્ષ માટે ખોલવામાં આવે છે. આ યોજના હેઠળ ઓછી સમય અવધિ માટે રોકાણ ન કરી શકાય. દર ત્રણ મહિને જમા કરવામાં આવતી રકમ પર વાર્ષિક વ્યાજની ગણતરી કરવામાં આવે છે. દર ત્રણ મહિનાના અંતમાં એકાઉન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ જોડવામાં આવે છે. ઇન્ડિયા પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર આરડી સ્કીમ પર 5.8 ટકા વ્યાજ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને દરેક સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરની જાહેરાત કરે છે.

10 હજારનું રોકાણ કરવાથી 16 લાખથી વધુ રકમ મળશે

જો તમે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 10 વર્ષ માટે દર મહિને રૂ. 10,000નું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી થવા પર તમને રૂ. 16,26,476 લાખ મળશે. જો તમે આરડી સ્કીમમાં હપ્તો જમા નથી કરતા તો તમારે દંડ ભરવો પડી શકે છે. હપ્તો ભરવામાં જો તમને વધુ સમય લાગે તો તમારે દર મહિને 1% દંડ ભરવાનો રહેશે. જો તમે સતત 4 હપ્તા નથી ભરતા, તો તમારુ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. એકાઉન્ટ બંધ થવા પર તમે આગામી 2 મહિના સુધીમાં એકાઉન્ટ ફરી ચાલુ કરાવી શકો છો.
Published by:News18 Gujarati
First published:May 31, 2021, 18:21 IST

ટૉપ ન્યૂઝ