Home /News /business /

આ યોજનામાં મળશે મોદી સરકારની ગેરંટી, પૈસા નહીં ડૂબે; પાકતી મુદતે મળશે 16 લાખ રૂપિયા

આ યોજનામાં મળશે મોદી સરકારની ગેરંટી, પૈસા નહીં ડૂબે; પાકતી મુદતે મળશે 16 લાખ રૂપિયા

સરકારી સ્કીમમાં મળશે વધુ વળતર (પ્રતીકાત્મક તસવીર)

Post Office Scheme: પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતામાં પૈસા ડૂબી જવાનું કોઈ જોખમ રહેતું નથી. પોસ્ટ ઑફિસ આરડી પર ખૂબ સારું વળતર મળે છે. જો દર મહિને 10 હજારનું રોકાણ કરવામાં આવે તો 10 વર્ષે 16 લાખથી વધુની રકમ મળશે.

    Post Office Scheme: મોટાભાગના લોકો ઓછા રોકાણમાં વધુ રિટર્ન (Return) મેળવવા ઇચ્છે છે, જેમાં જોખમ ઓછું હોય. આજે અમે તમને એક સરકારી યોજના (Government scheme) વિશે જણાવી રહ્યા છીએ, જેમાં પૈસા ડૂબી જવાનું કોઈ જોખમ નહીં રહે. પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ (Post Office Recurring Deposit)માં સૌથી ઓછા જોખમ સાથે વધારે વળતર મળે છે. આ સ્કીમ સરકારની ગેરંટી સાથે આવે છે. રિકરિંગ ડિપોઝિટ પર હાલ 5.8 ટકા વ્યાજ મળે છે. કેન્દ્ર સરકાર પોતાની તમામ નાની બચત યોજનાનો વ્યાજદર દર ત્રણ મહિને નક્કી કરે છે. પોસ્ટ ઓફિસ બચત યોજના હેઠળ 5 વર્ષનું પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલી શકાય છે.

    પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટના રિટર્નની ગણતરી કઈ રીતે થાય છે?

    પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજની ગણતરી કરવા માટે નીચેની કમ્પાઉન્ડિંગ વ્યાજ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે:

    A= P x (1+R/N) ^ (Nt)

    આ ફોર્મ્યુલાને ઉદાહરણ સાથે સમજીએ. જો, કોઈ X વ્યક્તિએ પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટ ખાતામાં 60 મહિના સુધી દર મહિને રૂ. 7,000નું રોકાણ કર્યું હોય અને વ્યાજદર 5.8 ટકાનો હોય તેવી સ્થિતિમાં તેને A= P x (1+R/N) ^ (Nt) ફોર્મ્યુલા મુજબ રૂ. 4,87,877 રિટર્ન મળશે.

    કેટલા સમય સુધી થઈ શકે રોકાણ?

    પોસ્ટ ઓફિસમાં આરડીનો ન્યૂનતમ સમયગાળો 5 વર્ષનો હોય છે. કોઈ વ્યક્તિ આ સમયગાળા પછી પણ તેની RD ચાલુ રાખવા માંગે તો આવું શક્ય છે. RD પાંચ વર્ષ સુધી લંબાઈ શકે છે. 5 વર્ષથી વધુ લંબાવવામાં આવેલી રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજ મળવાનું ચાલુ રહે છે. આરડી ખાતાનો સમયગાળો મહત્તમ 10 વર્ષ સુધી લંબાવી શકાય છે.

    પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટ પર વ્યાજદર

    • ચાલુ નાણાકીય વર્ષ માટે પોસ્ટ ઓફિસ RDનો વ્યાજ દર ત્રિમાસિક ધોરણે 5.8 ટકા છે.

    • પોસ્ટ ઓફિસમાં RD માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધીનો સમયગાળો રહે છે.

    • તમે રૂ. 10ના રોકાણ સાથે પણ RD શરૂ કરી શકો છો. જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નકકી કરાઈ નથી.

    • પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટમાં પૈસા ભરતા ચૂકાય જાય તો દર 100 રૂપિયે 1 રૂપિયાની પેનલ્ટી લાગે છે.

    • તમે પોસ્ટ ઓફિસમાં બે વ્યક્તિના નામે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો.

    • 6 મહિના જેટલા સમયની એડવાન્સ ડિપોઝિટ ભરવાથી તમને રિબેટ પણ મળી શકે છે.

    ડિપોઝિટ કઈ રીતે થાય છે?

    પોસ્ટ ઓફિસ આરડી ખોલનાર વ્યક્તિ 5 વર્ષ દરમિયાન કુલ 60 ડિપોઝિટ કરે તેવી સંભાવના છે. ખાતું શરૂ થાય ત્યારે પહેલી ડિપોઝિટ કરવાની રહે છે. ત્યારબાદ દર મહિને ચોક્કસ તારીખે ડિપોઝિટ કરવાની હોય છે. 1થી 15 તારીખ વચ્ચે ખાતું ખોલાવનાર લોકો પછીના મહિને 15 તરીખ પહેલા ડિપોઝિટ કરવી પડે છે. 15 તારીખ બાદ ખાતું ખોલવાના કિસ્સામાં તા.16થી મહિનાના અંત સુધીમાં ડિપોઝિટ કરવાની હોય છે. ચેક અથવા રોકડથી ડિપોઝિટ કરી શકાય છે.

    આ પણ વાંચો: એસબીઆઈ કે પોસ્ટ ઓફિસ, ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વળતર ક્યાં મળશે?

    RD ડિપોઝિટમાં મોડું થતા કેટલા દંડની જોગવાઈ

    • નિયમ મુજબ વ્યક્તિ 4 વખત ડિપોઝિટ ન કરે તો ચલાવી લેવાય છે. ત્યારબાદ ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. આવું નિષ્ક્રિય ખાતું બે મહિનાની અંદર ફરી શરૂ કરી શકાય છે.

    પોસ્ટ ઓફિસ આરડીમાં અધવચ્ચેથી ઉપાડ કરો તો શું થાય?

    પોસ્ટના RDએકાઉન્ટમાં વ્યક્તિ પ્રિમેચ્યોર ઉપાડ કરી શકે છે. પરંતુ તેમાં એક શરત છે. તેઓ આવા ખાતા ખોલ્યાના 1 વર્ષ બાદ અને ઉપલબ્ધ ભંડોળના 50 ટકા સુધી જ પૈસા ઉપાડી શકે છે. ઉપડેલી રકમ પર વ્યાજ દર લાગુ કરવામાં આવશે અને તેને લાગુ પડતા વ્યાજની સાથે રકમમાં ચૂકવવાની રહેશે.

    પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટ પર ટેક્સ કઈ રીતે લાગે છે?

    આવકવેરાની કલમ 80C હેઠળ RD એકાઉન્ટ કરમુક્તિ પાત્ર છે. આ કલમ હેઠળ લોકો વાર્ષિક કરમુક્તિ મુજબ 1.5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકે છે. જોકે, પોસ્ટ ઓફિસ RD યોજના મારફતે મળતું વ્યાજ કરવેરાને પાત્ર છે. ઉપરાંત રૂ. 10,000થી વધુનું વ્યાજ TDS કપાતને પાત્ર હોય છે.

    આ પણ વાંચો: NPS અને PPF બંનેમાંથી કોઈ એકની પસંદગી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા?

    જાણો ગણિત

    જો તમે દર મહિને પોસ્ટ ઑફિસની RD સ્કીમમાં 10 હજાર રૂપિયાનું 10 વર્ષ સુધી રોકાણ કરો છો તો તમને 10 વર્ષ પછી 5.8 ટકા વ્યાજ લેખે 16 લાખથી વધુની રકમ મળશે. એટલે કે તમે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરશો તો 10 વર્ષે મેચ્યુરિટી વખતે તમને 16,28,963 રૂપિયા મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Post office, Recurring Deposit, Savings Account

    આગામી સમાચાર