Post office RD: પોસ્ટ વિભાગમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા પર સારું વળતર આપે છે. પોસ્ટ ઓફિસ બચત યોજના હેઠળ 5 વર્ષનું પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલી શકાય છે.
મુંબઈ: ઘણા લોકો બેંકો કરતાં પોસ્ટ ઓફિસ (Post office) રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ (Invest) કરવાનું પસંદ કરે છે. આ પસંદગી પાછળનું કારણ પોસ્ટ ઓફિસ દ્વારા ઑફર થતો આકર્ષક વ્યાજ દર છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (Post office recurring deposit) પરના વ્યાજ દરમાં દર વર્ષે સુધારો કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે પોસ્ટ ઓફિસ RD વ્યાજ દર (RD interest rate in post office) વાર્ષિક 5.8 ટકા છે. પોસ્ટ વિભાગમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા પર સારું વળતર આપે છે. પોસ્ટ ઓફિસ બચત યોજના હેઠળ 5 વર્ષનું પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલી શકાય છે.
પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટના રિટર્નની ગણતરી કઈ રીતે થાય છે?
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજની ગણતરી કરવા માટે નીચેની કમ્પાઉન્ડિંગ વ્યાજ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે:
A= P x (1+R/N) ^ (Nt)
આ ફોર્મ્યુલાને ઉદાહરણ સાથે સમજીએ. જો, કોઈ X વ્યક્તિએ પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટ ખાતામાં 60 મહિના સુધી દર મહિને રૂ. 7,000નું રોકાણ કર્યું હોય અને વ્યાજદર 5.8 ટકાનો હોય તેવી સ્થિતિમાં તેને A= P x (1+R/N) ^ (Nt) ફોર્મ્યુલા મુજબ રૂ. 4,87,877 રિટર્ન મળશે.
કેટલા સમય સુધી થઈ શકે રોકાણ?
RDનો ઉપયોગ ટૂંકા ગાળાના રોકાણ માટે થતો હોય છે. મોટાભાગના રોકાણકારો નજીકના વર્ષોમાં ઉભી થનારી સંભવિત કટોકટીને પહોંચી વળવા માટે તેની પસંદગી કરે છે. પોસ્ટ ઓફિસમાં આરડીનો ન્યૂનતમ સમયગાળો 5 વર્ષનો હોય છે. કોઈ વ્યક્તિ આ સમયગાળા પછી પણ તેની RD ચાલુ રાખવા માંગે તો આવું શક્ય છે. RD પાંચ વર્ષ સુધી લંબાઈ શકે છે. 5 વર્ષથી વધુ લંબાવવામાં આવેલી આરડી વ્યાજ મેળવવાનું ચાલુ રહે છે. જો કે, તમે આરડી ખાતાનો સમયગાળો મહત્તમ 10 વર્ષ સુધી લંબાવી શકો છો. જેમાં અગાઉની જેમ દર ત્રિમાસિક ગાળામાં કમ્પાઉન્ડ થાય છે.
પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટ પર વ્યાજદર
• ચાલુ નાણાકીય વર્ષ માટે પોસ્ટ ઓફિસ RDનો વ્યાજ દર ત્રિમાસિક ધોરણે 5.8 ટકા છે. • પોસ્ટ ઓફિસમાં RD માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધીનો સમયગાળો રહે છે. • તમે રૂ. 10ના રોકાણ સાથે પણ RD શરૂ કરી શકો છો. જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નકકી કરાઈ નથી. • પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટમાં પૈસા ભરતા ચૂકાય જાય તો દર 100 રૂપિયે 1 રૂપિયાની પેનલ્ટી લાગે છે. • તમે પોસ્ટ ઓફિસમાં બે વ્યક્તિના નામે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો. • 6 મહિના જેટલા સમયની એડવાન્સ ડિપોઝિટ ભરવાથી તમને રિબેટ પણ મળી શકે છે.
પોસ્ટ ઓફિસ આરડી ખોલનાર વ્યક્તિ 5 વર્ષ દરમિયાન કુલ 60 ડિપોઝિટ કરે તેવી સંભાવના છે. ખાતું શરૂ થાય ત્યારે પહેલી ડિપોઝિટ કરવાની રહે છે. ત્યારબાદ દર મહિને ચોક્કસ તારીખે ડિપોઝિટ કરવાની હોય છે. 1થી 15 તારીખ વચ્ચે ખાતું ખોલાવનાર લોકો પછીના મહિને 15 તરીખ પહેલા ડિપોઝિટ કરવી પડે છે. 15 તારીખ બાદ ખાતું ખોલવાના કિસ્સામાં તા.16થી મહિનાના અંત સુધીમાં ડિપોઝિટ કરવાની હોય છે. ચેક અથવા રોકડથી ડિપોઝિટ કરી શકાય છે.
RD ડિપોઝિટમાં મોડું થતા કેટલા દંડની જોગવાઈ
• નિયમ મુજબ વ્યક્તિ 4 વખત ડિપોઝિટ ના કરે તો ચલાવી લેવાય છે. ત્યારબાદ ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. આવું નિષ્ક્રિય ખાતું બે મહિનાની અંદર ફરી શરૂ કરી શકાય છે.
લોકોને અગાઉથી પૈસા જમા કરવા પ્રેરવા માટે પોસ્ટ ઓફિસમાં RDની એડવાન્સ ડિપોઝિટ પર છૂટ આપવામાં આવે છે. આ છૂટ મોટી ન હોય પણ બચતમાં વધારો કરવા ફાળો આપી શકે છે. જો કોઈ વ્યક્તિ 5થી 11 જેટલી એડવાન્સ ડિપોઝિટ કરે તો તેને દર રૂ.10ની ડિપોઝિટ લેખે રૂ.1 આપવામાં આવે છે. 11થી વધુ એટલે કે 12 એડવાન્સ ડિપોઝિટના કિસ્સામાં દર રૂ.10ની ડિપોઝિટ લેખે રૂ.4 આપવામાં આવે છે અને 12થી વધુ ડિપોઝિટના કિસ્સામાં દર રૂ.10ની ડિપોઝિટ લેખે રૂ.1 આપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ આરડીમાં અધવચ્ચેથી ઉપડ કરો તો શું થાય?
પોસ્ટના RDએકાઉન્ટમાં વ્યક્તિ પ્રિમેચ્યોર ઉપાડ કરી શકે છે. પરંતુ તેમાં એક શરત છે. તેઓ આવા ખાતા ખોલ્યાના 1 વર્ષ બાદ અને ઉપલબ્ધ ભંડોળના 50 ટકા સુધી જ પૈસા ઉપાડી શકે છે. ઉપડેલી રકમ પર વ્યાજ દર લાગુ કરવામાં આવશે અને તેને લાગુ પડતા વ્યાજની સાથે રકમમાં ચૂકવવાની રહેશે.
પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટ પર ટેક્સ કઈ રીતે લાગે છે?
આવકવેરાની કલમ 80C હેઠળ RD એકાઉન્ટ કરમુક્તિ પાત્ર છે. આ કલમ હેઠળ લોકો વાર્ષિક કરમુક્તિ મુજબ 1.5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકે છે. જોકે, પોસ્ટ ઓફિસ RD યોજના મારફતે મળતું વ્યાજ કરવેરાને પાત્ર છે. ઉપરાંત રૂ. 10,000થી વધુનું વ્યાજ TDS કપાતને પાત્ર હોય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર