Home /News /business /પોસ્ટ ઓફિસ RD કે SIP? રૂ.5000 રોકશો તો ક્યાં મળશે વધારે વળતર; આ રહી પાક્કી ગણતરી

પોસ્ટ ઓફિસ RD કે SIP? રૂ.5000 રોકશો તો ક્યાં મળશે વધારે વળતર; આ રહી પાક્કી ગણતરી

શેમાં રોકાણ કરવું ફાયદાનો સોદો

Investment Tips: Recurring Deposit અને Systematic Investment Plan આ બંને રોકાણના જુદા-જુદા માધ્યમ છે. પરંતુ તમારા માટે શેમાં રોકાણ કરવું છે ફાયદાનો સોદો? આ ગણતરીના આધાર પર જાણો તમારા કામની વાત.

    નવી દિલ્હીઃ આજના સમયમાં રોકાણ માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે. તેમ છતાય એક મોટો વર્ગ છે જે, રોકાણના નામ પર રિકરિંગ ડિપોઝિટ કે ફિક્સ ડિપોઝિટ જેવી યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, કારણકે આમાં તમને ગેરન્ટી વળતર મળે છે. એફડીમાં તમને એકીકૃત રકમ થોડા સમય માટે ફિક્સ કરવાની હોય છે, પરંતુ આરડી એક રિકરિંગ ડિપોઝિટ એક પિગી બેંક જેવી છે જેમા તમે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવો અને પાકતી મુદ્દતે તમને વ્યાજની સાથે તે રકમ મળી જશે.

    SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ


    જો કે તમે ઈચ્છો તો થોડું જોખમ લઈને તમારા માસિક રોકાણને વધુ સારા વળતર સાથે મેળવી શકો છો. આ માટે તમારે Systematic Investment Plan એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. એસઆઈપીમાં બજારની ઉથલપાથલનું થોડુ જોખમ જરૂર હોય છે, પરંતુ હજુ સુધી મોટાભાગના કિસ્સાઓમાં આમાં સારો નફો મળતા જોવામાં આવ્યુ છે. રોકાણના મામલે તે આરડી કરતા સારો વિકલ્પ હોઈ શકે છે. જાણો કેવી રીતે?

    આ પણ વાંચોઃ લગ્નની સિઝનમાં ધૂમ મચાવશે આ બિઝનેસ, એકવાર સફળતા મળી તો કમાણી જ કમાણી

    RD કરતાં SIP શા માટે સારી છે


    આ મામલે અર્થશાસ્ત્રી શિખા ચતુર્વેદી જણાવે છે કે, એસઆઈરીને આરડીની જેમ નાની રકમ સાથે પણ શરૂ કરી શકાય છે. વર્તમાન સમયમાં જો તમે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષથી વધારે આરડીમાં રોકાણ કરો છો, તે તમને 5.8 ટકા વ્યાજ મળશે, જ્યારે એસઆઈપીમાં હજુ સુધી સરેરાશ 12 ટકાના હિસાબથી વ્યાજનો ફાયદો મળે છે. જો તમારું નસીબ સારું છે તો, તમને 12 ટકાથી વધારે વળતર પણ મળી શકે છે. આ ઉપરાંત એસઆઈપીમાં કમ્પાઉન્ડિંગનો પણ ફાયદો મળે છે.

    આ પણ વાંચોઃ બિસલેરીની ડિલરશીપ લઈને કરો લાખોમાં કમાણી, આ રીતે કરો એપ્લાય

    RDમાં રોકાણથી કેટલો ફાયદો


    શિખા કહે છે કે, માની લો કે તમે 5 વર્ષ માટે રૂ.5000ની માસિક આરડી પોસ્ટ ઓફિસમાં ચલાવો છો, તો એવામાં તમને 5.8 ટકાના હિસાબથી વ્યાજ મળશે. Post Office RD Calculatorના અનુસાર, 5000 રૂપિયાના માસિક રોકાણ પર તમે 5 વર્ષોમાં કુલ 3 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. આ પર તમને 5.8 ટકાના હિસાબથી 48,480 રૂપિયા વ્યાજ મળશે. એટલે કે 5 વર્ષ પછી તમને 3,48,480 રૂપિયા મળશે.


    SIP માં રોકાણથી કેટલો ફાયદો


    હવે જો એસઆઈપીની વાત કરીએ તો, 5 વર્ષોમાં દર મહિને રૂ.5000ના માસિક રોકાણ પર અહીં તમારે કુલ 3 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પરંતુ જો સરેરાશ 12 ટકાના હિસાબથી વ્યાજ જોઈએ તો તમને 1,12,434 રૂપિયા વ્યાજના રૂપમાં મળશે. આ રીતે 5 વર્ષ પછી તમને 4,12,434 રૂપિયા મળશે. જો તમારા નસીબે સાથ આપ્યો અને તમને 14થી 15 ટકાનો નફો થઈ ગયો તો હજુ પણ વધારે રકમ મળશે. આ રીતે વર્તમાન સમયમાં જોઈએ તો RDની સરખામણીમાં SIP, રોકાણના મામલે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Recurring Deposit, SIP investment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन