Home /News /business /

Post Office Scheme: ફક્ત આટલું રોકાણ કરીને પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં મેળવો 16 લાખ રૂપિયા- જાણો વિગત

Post Office Scheme: ફક્ત આટલું રોકાણ કરીને પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં મેળવો 16 લાખ રૂપિયા- જાણો વિગત

પોસ્ટ ઓફિસ (ફાઇલ તસવીર)

Post Office Scheme: આ સ્કીમ સુરક્ષિત છે, તેની સાથે સાથે તેમાં તમે દર મહિને ફક્ત 100 રૂપિયાથી રોકાણથી શરૂઆત કરી શકો છો.

    મુંબઈ: જે લોકો વધારે જોખમ નથી લેવા માંગતા તેમના માટે પોસ્ટ ઑફિસ (Post Office)ની યોજનાઓ ખૂબ જ સુરક્ષિત છે. પોસ્ટ ઑફિસ અનેક એવી સ્કીમ આપે છે જેમાં નાના મૂડી રોકાણ સાથે મોટું વળતર (higher returns) મળે છે. પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ આવી જ એક યોજના છે. પોસ્ટ ઑફિસ આરડી એકાઉન્ટ (Post office RD deposit account) સરકારની ખાતરી આપતી સ્કીમ છે જેમાં નાના હપ્તામા રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાય છે. પોસ્ટ ઑફિસની આ સ્કીમ અંગે વધારે વિગત જાણીએ.

    પોસ્ટ ઑફિસ RD એકાઉન્ટ શું છે?

    બેંકમાં જેમ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલી શકાય છે તે રીતે પોસ્ટ ઑફિસમાં પણ આવું ખાતું ખોલાવી શકાય છે. જેમાં તમે દર મહિને ફક્ત 100 રૂપિયાનું રોકાણ પણ કરી શકો છો. વધારેમાં વધારે કેટલી રકમનું રોકાણ કરી શકાય તેની કોઈ મર્યાદા નથી.

    પોસ્ટ ઑફિસ RD એકાઉન્ટ પર વ્યાજનો દર:

    પોસ્ટ ઑફિસમાં તમારે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવવું પડશે. જેમાં દર ક્વાર્ટરમાં વ્યાજની ગણતરી કરવામાં આવે છે. જે બાદમાં આ વ્યાજ તમારા ખાતામાં ઉમેરવામાં આવે છે. ઇન્ડિયન પોસ્ટ ઑફિસની વેબસાઇટ પ્રમાણે RD સ્કીમ પર હાલ 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. નવો દર 1 જુલાઈ, 2020થી લાગૂ છે. કેન્દ્ર સરકાર નાની બચત યોજનાઓ માટે સમયાંતરે વ્યાજ દરની જાહેરાત કરી છે.

    10,000ની રોકાણ પર મળશે 16 લાખ રૂપિયા

    જો તમે પોસ્ટ ઑફિસની આરડી સ્કીમમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરો છો. તમે 10 વર્ષ માટે આ રોકાણ કરો છો તો પાકતી મુદ્દતે તમને 16.23 લાખ રૂપિયા મળશે. જોકે, અહીં એક ખાસ વાત એ યાદ રાખવી પડશે કે જો તમે સમયસર રિકરિંગ ડિપોઝિટના હપ્તાની રકમ નથી ચૂકવતા તો તમને પેનલ્ટી લાગશે. હપ્તો મોડો ચૂકવવા માટે તમારે એક ટકા સુધી પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. જો તમે સતત ચાર હપ્તા સુધી કોઈ જ ચૂકવણી નથી કરતા તો તમારું RD ખાતું બંધ થઈ જશે. એક વખત ખાતું બંધ થઈ ગયા બાદ તમે તેને બે મહિનાની અંદર ફરીથી શરૂ કરી શકો છો.

    સુવિધા

    પોસ્ટ ઓફિસ RD એકાઉન્ટ તમે વ્યક્તિગત નામ પર કે સંયુક્ત નામે ખોલાવી શકો છો. વધુમાં વધુ ત્રણ પુખ્ત વ્યક્તિઓના નામે સંયુક્ત ખાતું ખોલાવી શકાય છે. રિકરિંગ ડિપોઝિટનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. જોકે, તમે મેચ્યુરિટી પહેલા તેને વધુ પાંચ-પાંચ વર્ષ માટે લંબાવી શકો છો.

    આ પણ વાંચો: SBIએ તેના તમામ ગ્રાહકોને ચેતવ્યા, આ એક ભૂલ પડી શકે છે ભારે

    ન્યૂનત્તમ રોકાણ

    પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટમાં તમે ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જે બાદમાં તમે 10ના ગુણાંકમાં મહત્તમ ગમે એટલી રકમ રોકી શકો છો. ખાતું ખોલાવતી વખતે તમારે નોમિનીની વિગત ભરવાની રહેશે. એક વખત ખાતું ખોલ્યા બાદ ત્રણ વર્ષ પછી પૈસા ઉપાડવાની સગવડતા મળે છે. પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટનો વ્યાજદર દર ક્વાર્ટરમાં બદલાય છે.

    આ પણ વાંચો: Investment: ફિક્સ ડિપોઝિટ કે રિકરિંગ ડિપોઝિટ, રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ કયો?

    આ ખાતાને એક પોસ્ટ ઑફિસથી બીજી પોસ્ટ ઑફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. સમયસર ચૂકવણી ન કરવા માટે પેનલ્ટી લાગે છે. આ પેનલ્ટી દર 100 રૂપિયા પર 1 રૂપિયો હોય છે. એક વર્ષ પછી જમા રકમ પર 50 ટકા રકમ સુધીની લોન લેવાની સુવિધા પણ મળે છે. જે તમારે વ્યાજસાથે ચૂકવવાની રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Loan, Personal finance, Post office, RD, Recurring Deposit

    આગામી સમાચાર