Home /News /business /Post Office scheme: દરરોજ ફક્ત 70 રૂપિયા જમા કરો અને મેળવો 1.5 લાખ રૂપિયા- વાંચો અહેવાલ
Post Office scheme: દરરોજ ફક્ત 70 રૂપિયા જમા કરો અને મેળવો 1.5 લાખ રૂપિયા- વાંચો અહેવાલ
પોસ્ટ ઑફિસ
Post office Recurring Deposit: પોસ્ટ ઑફિસ રિકરિંગ એકાઉન્ટ કોઈ પણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે. વ્યક્તિ સ્વતંત્ર ખાતું અથવા જોઈન્ટ ખાતું ખોલાવી શકે છે. ત્રણ પુષ્ત વયના લોકો વચ્ચે સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે.
મુંબઇ. Post Office scheme: દરેક રોકાણકારની એવી ઇચ્છા હોય છે કે તેના રોકાણ પર સારામાં સારું વળતર (High return) મળે. રોકાણકારો તેમની પરસેવાની કમાણીનું કોઈ જગ્યાએ રોકાણ કરતા પહેલા ખૂબ વિચાર કરતા હોય છે. આ માટે રિસર્ચ પણ કરવામાં આવે છે. ઊંચા વળતરની સાથે સાથે તેમનું રોકાણ કેટલું સુરક્ષિત (Safe Investment) છે તે પણ જોવામાં આવે છે. ઘણી વખત અમુક સ્કીમમાં પૈસાનું વળતર ખૂબ ઊંચું હોય છે પરંતુ ત્યાં રોકાણ ગુમાવવાનું જોખમ વધારે હોય છે. આજે અમે તમને એક સુરક્ષિત અને સારું વળતર (Government scheme with good return) આપતી સરકારી સ્કીમ વિશે જાણાવી રહ્યા છીએ. આ સ્કીમ પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ (Post Office Recurring Deposit Account) છે. આ સ્કીમ હેઠળ તમે દરરોજ 70 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને પાકતી મુદતે 1.5 લાખ રૂપિયા મળે છે. આ સ્કીમ વિશે વધુ માહિતી મેળવીએ.
આ સ્કીમ હેઠળ દર ત્રણ મહિને કમ્પાઉન્ડિંગ વ્યાજની ગણતરી કરવામાં આવે છે. આ સ્કીમમાં વાલી કે પિતા પોતાના બાળકોના નામે પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આવું કરીને તેઓ પોતાના બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. જો તમે બાળકના કાયદેસરના પિતા કે વાલી છો તો તમે તમારે બાળકોના નામે ખાતું ખોલાવી શકો છો. આ ખાતાની મેચ્યુરિટી પાંચ વર્ષની હોય છે.
આ સ્કીમ કઈ રીતે કામ કરે છે?
બાળકોના નામે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ ખોલાવનાર વાલી કે પિતા દરરોજ આ ખાતામાં 70 રૂપિયા (2,100 દર મહિને) જમા કરાવી શકે છે. આવી રીતે પાંચ વર્ષ સુધી રકમ જમા કરવામાં આવે તો આ રકમ 1,26,000 રૂપિયા થાય છે.
એપ્રિલ 2020થી પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પર 5.80% વ્યાજ મળી રહ્યું છે. 1,26,000ની રિકરિંગ ડિપોઝિટ પર જો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવામાં આવે તો આશરે 20,000 રૂપિયા વ્યાજ મળે. આથી પાંચ વર્ષના અંતે બાળકના વાલી કે પિતાને કુલ 1,46,000 રૂપિયા પરત મળે છે. એટલે કે વ્યાજ સાથે આશરે 1.5 લાખ રૂપિયા મળે છે.
લાયકાત (Eligibility)
>> પોસ્ટ ઑફિસ રિકરિંગ એકાઉન્ટ કોઈ પણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે. વ્યક્તિ સ્વતંત્ર ખાતું અથવા જોઈન્ટ ખાતું ખોલાવી શકે છે. ત્રણ પુષ્ત વયના લોકો વચ્ચે સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે.
>> પોસ્ટ ઑફિસમાં બાળકના કાયદેસરના વાલી અથવા પિતા પણ ખાતું ખોલાવી શકે છે.
>> 10 વર્ષથી વધુ ઉમરના બાળકનું ખાતું પણ ખોલવી શકાય છે.
પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટના રિટર્નની ગણતરી કઈ રીતે થાય છે?
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજની ગણતરી કરવા માટે નીચેની કમ્પાઉન્ડિંગ વ્યાજ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે: A= P x (1+R/N) ^ (Nt)
આ ફોર્મ્યુલાને ઉદાહરણ સાથે સમજીએ. જો, કોઈ X વ્યક્તિએ પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટ ખાતામાં 60 મહિના સુધી દર મહિને રૂ. 7,000નું રોકાણ કર્યું હોય અને વ્યાજદર 5.8 ટકાનો હોય તેવી સ્થિતિમાં તેને A= P x (1+R/N) ^ (Nt) ફોર્મ્યુલા મુજબ રૂ. 4,87,877 રિટર્ન મળશે.
કેટલા સમય સુધી થઈ શકે રોકાણ?
RDનો ઉપયોગ ટૂંકા ગાળાના રોકાણ માટે થતો હોય છે. મોટાભાગના રોકાણકારો નજીકના વર્ષોમાં ઊભી થનારી સંભવિત કટોકટીને પહોંચી વળવા માટે તેની પસંદગી કરે છે. પોસ્ટ ઓફિસમાં આરડીનો ન્યૂનતમ સમયગાળો 5 વર્ષનો હોય છે. કોઈ વ્યક્તિ આ સમયગાળા પછી પણ તેની RD ચાલુ રાખવા માંગે તો આવું શક્ય છે. RD પાંચ વર્ષ સુધી લંબાઈ શકે છે. 5 વર્ષથી વધુ લંબાવવામાં આવેલી આરડી વ્યાજ મેળવવાનું ચાલુ રહે છે. જોકે, તમે આરડી ખાતાનો સમયગાળો મહત્તમ 10 વર્ષ સુધી લંબાવી શકો છો. જેમાં અગાઉની જેમ દર ત્રિમાસિક ગાળામાં કમ્પાઉન્ડ થાય છે.
પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટ પર વ્યાજદર
• ચાલુ નાણાકીય વર્ષ માટે પોસ્ટ ઓફિસ RDનો વ્યાજ દર ત્રિમાસિક ધોરણે 5.8 ટકા છે.
• પોસ્ટ ઓફિસમાં RD માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધીનો સમયગાળો રહે છે.
• તમે રૂ. 10ના રોકાણ સાથે પણ RD શરૂ કરી શકો છો. જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નકકી કરાઈ નથી.
• પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટમાં પૈસા ભરતા ચૂકાય જાય તો દર 100 રૂપિયે 1 રૂપિયાની પેનલ્ટી લાગે છે.
• તમે પોસ્ટ ઓફિસમાં બે વ્યક્તિના નામે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો.
• 6 મહિના જેટલા સમયની એડવાન્સ ડિપોઝિટ ભરવાથી તમને રિબેટ પણ મળી શકે છે.
પોસ્ટ ઓફિસ આરડી ખોલનાર વ્યક્તિ 5 વર્ષ દરમિયાન કુલ 60 ડિપોઝિટ કરે તેવી સંભાવના છે. ખાતું શરૂ થાય ત્યારે પહેલી ડિપોઝિટ કરવાની રહે છે. ત્યારબાદ દર મહિને ચોક્કસ તારીખે ડિપોઝિટ કરવાની હોય છે. 1થી 15 તારીખ વચ્ચે ખાતું ખોલાવનાર લોકો પછીના મહિને 15 તરીખ પહેલા ડિપોઝિટ કરવી પડે છે. 15 તારીખ બાદ ખાતું ખોલવાના કિસ્સામાં તા.16થી મહિનાના અંત સુધીમાં ડિપોઝિટ કરવાની હોય છે. ચેક અથવા રોકડથી ડિપોઝિટ કરી શકાય છે.
RD ડિપોઝિટમાં મોડું થતા કેટલા દંડની જોગવાઈ
નિયમ મુજબ વ્યક્તિ 4 વખત ડિપોઝિટ ના કરે તો ચલાવી લેવાય છે. ત્યારબાદ ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. આવું નિષ્ક્રિય ખાતું બે મહિનાની અંદર ફરી શરૂ કરી શકાય છે.
પોસ્ટના RDએકાઉન્ટમાં વ્યક્તિ પ્રિમેચ્યોર ઉપાડ કરી શકે છે. પરંતુ તેમાં એક શરત છે. તેઓ આવા ખાતા ખોલ્યાના 1 વર્ષ બાદ અને ઉપલબ્ધ ભંડોળના 50 ટકા સુધી જ પૈસા ઉપાડી શકે છે. ઉપડેલી રકમ પર વ્યાજ દર લાગુ કરવામાં આવશે અને તેને લાગુ પડતા વ્યાજની સાથે રકમમાં ચૂકવવાની રહેશે.
પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટ પર ટેક્સ કઈ રીતે લાગે છે?
આવકવેરાની કલમ 80C હેઠળ RD એકાઉન્ટ કરમુક્તિ પાત્ર છે. આ કલમ હેઠળ લોકો વાર્ષિક કરમુક્તિ મુજબ 1.5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકે છે. જોકે, પોસ્ટ ઓફિસ RD યોજના મારફતે મળતું વ્યાજ કરવેરાને પાત્ર છે. ઉપરાંત રૂ. 10,000થી વધુનું વ્યાજ TDS કપાતને પાત્ર હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર