Home /News /business /

Post Office: ભવિષ્ય માટે તૈયાર કરો 20 લાખનું ફંડ, કરવું પડશે માત્ર 150 રૂપિયાનું રોકાણ, જાણો સ્કિમ

Post Office: ભવિષ્ય માટે તૈયાર કરો 20 લાખનું ફંડ, કરવું પડશે માત્ર 150 રૂપિયાનું રોકાણ, જાણો સ્કિમ

પોસ્ટ ઓફિસ (ફાઇલ તસવીર)

Public Provident Fund: નિષ્ણાતો અનુસાર, જો તમે રોજિંદા ખર્ચાઓમાંથી કેટલાક બિન-જરૂરી ખર્ચાઓ બંધ કરીને 100-150 રૂપિયાની બચત સરકારની નાની બચત યોજનાઓમાં (Small savings schemes) લગાવો તો તમને મોટો ફાયદો મળી શકે છે.

    નવી દિલ્હી: જો તમે મોટા રોકાણ કરવાને બદલે નાના રોકાણ કરવામાં રસ ધરાવો છો, તો આજે અમે તમને પોસ્ટ ઓફિસ (Post Office) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. જ્યાં તમે દરરોજ 150 રૂપિયાનું રોકાણ કરો તો માત્ર 20 વર્ષની નોકરીમાં તમને 20 લાખ રૂપિયાથી વધુનુ ફંડ (earn money) મળી શકે છે. નિષ્ણાતો અનુસાર, જો તમે રોજિંદા ખર્ચાઓમાંથી કેટલાક બિન-જરૂરી ખર્ચાઓ બંધ કરીને 100-150 રૂપિયાની બચત સરકારની નાની બચત યોજનાઓમાં (Small savings schemes) લગાવો તો તમને મોટો ફાયદો મળી શકે છે.

    જાણો કઈ રીતે મળશે રૂ. 20 લાખથી વધુ

    જો તમારી ઉંમર 25 વર્ષ છે તો આ એક શ્રેષ્ઠ તક છે નાની રકમથી મોટું રિટર્ન મેળવવાનો. એક્સપર્ટ જણાવે છે કે જો તમારી કમાણી 30થી 35 હજાર રૂપિયા સુધીની છે, તો કોઈ અન્ય બચત સિવાય શરૂઆતમાં દરરોજ રૂ. 100થી 150 રૂપિયા પ્રમાણે બચત કરી શકાય છે. આ બચત 45ની ઉંમર સુધી તમને રૂ. 20 લાખથી વધુ ફંડ અપાવી શકે છે. આની મદદથી નોકરી કરતા સમયે તમે તમારી જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકો છો.

    >> જો તમે દરરોજ 150 રૂપિયાની બચત કરવાના હેતુથી PPFમાં રોકાણ કરો છો, તો તે માસિક રૂપિયા 4,500 થશે.

    >> જો તમે દર મહિને 4,500 રૂપિયાનું રોકાણ કરો છો તો વાર્ષિક રોકાણ 54 હજાર રૂપિયા થશે.

    >> 20 વર્ષમાં કુલ રોકાણ 10.80 લાખ રૂપિયા થશે.

    >> વાર્ષિક 7.1 ટકાના ચક્રવૃદ્ધિની દ્રષ્ટિએ તમને 20 વર્ષમાં 20 લાખથી વધુનું તૈયાર ફંડ મળશે.

    પીપીએફ અકાઉન્ટના લાભ

    >> આ ખાતું માત્ર રૂ. 100થી ખોલી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.

    >> ખાતું ખોલાવતી વખતે નોમિનેશનની સુવિધા પણ છે. 15 વર્ષના મેચ્યોરિટી પિરિયડ પૂર્ણ થયા બાદ પણ તેને 5 વર્ષ માટે 2 વખત વધારી શકાય છે.

    આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈને દર મહિને કરો અઢળક કમાણી, જાણો કેવી રીતે અરજી કરી શકાય

    >> આનાથી થતી આવક કરમુક્ત છે. ત્રીજા નાણાકીય વર્ષથી ખાતા પર લોન પણ લઈ શકાય છે. બેંકો, પોસ્ટ ઓફિસ તમને PPF એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. આ ખાતું 15 વર્ષ માટે ખોલી શકાય છે, જેને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે.

    >> PPF પર વ્યાજ દર 7.1 ટકા છે, જે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. પીપીએફમાં ઓછામાં ઓછા 100 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. નાણાકીય ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે, જ્યારે તમે એક વર્ષમાં એકાઉન્ટમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Post office, PPF, Savings

    આગામી સમાચાર