પોસ્ટ ઑફિસમાં રૂ. 20માં ખોલાવો સેવિંગ એકાઉન્ટ, ઊંચા વ્યાજ સાથે મળશે આ સુવિધા

પોસ્ટ ઑફિસમાં ફક્ત રૂપિયા 20માં સેવિંગ એકાઉન્ટ ખૂલી જાય છે જેમાં મિનિમ બેલેન્સ રૂપિયા 50 રાખવું જરૂરી છે .

News18 Gujarati
Updated: April 26, 2019, 9:23 AM IST
પોસ્ટ ઑફિસમાં રૂ. 20માં ખોલાવો સેવિંગ એકાઉન્ટ, ઊંચા વ્યાજ સાથે મળશે આ સુવિધા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 26, 2019, 9:23 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : દેશમાં કોમ્યુનિકેશન ક્રાંતિ સાથે પોસ્ટ ઑફિસ ભૂતકાળ બનવા લાગી પરંતુ તેની યોજનાઓ આજે પણ લોકો માટે ફાયદાકાર છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે પોસ્ટ ઑફિસ પત્રવ્યવહાર સાથે નાણાકીય સુવિધાઓ પણ આપે છે, જેના અંતર્ગત તમે રૂપિયા 20ના નજીવા દરે બચત ખાતું ખોલાવી શકો છો. આ ખાતામાં તમારે માત્ર 50 રૂપિયાનું બેલેન્સ રાખવાનું હોય છે. પૉસ્ટ ઑફિસનું સેવિંગ એકાઉન્ટ બેંકના બચત ખાતા જેવું છે. પોસ્ટ ઑફિસમાં બચત ખાતા સાથે ATM અને ચેકબુકની સુવિધા મળે છે આ સાથે જ આ ખાતામાં 4 ટકા વ્યાજ પણ મળે છે. જાણો પોસ્ટ ઑફિસના બચત ખાતાની ખાસિયતો અને તેની સુવિધાઓ વિશે.

પોસ્ટ ઑફિસમાં 20 રૂપિયા સીવાય 500 રૂપિયાના મિનિમમ બેલેન્સ સાથે પણ ખાતુ ખોલાવી શકાય છે. આ ખાતા સાથે પણ ચેકબુક અને ATMની સુવિધા આપવામાં આવે છે. પોસ્ટ ઑફિસમાં રૂપિય 10,000 સુધીની બચત ટેક્સ ફ્રી હોય છે. આ ખાતુ દેશની કોઈ પણ પોસ્ટ ઑફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે.

આવી રીતે ખોલાવો એકાઉન્ટ

પોસ્ટ ઑફિસમાં ખાતુ ખોલાવવા માટે તમારે એક ફોર્મ ભરી અને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એકાઉન્ટ ખોલવા માટે તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, એડ્રેસ પ્રૂફ સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સંયુક્ત ખાતામાં સંયુક્ત ખાતાધારકનો ફોટો રાખવાનો રહેશે.

વિશેષતા
ચેકબુક વગરનું ખાતુ રૂપિય 20માં અને ચેકબુક સાથેનું ખાતુ રૂપિયા 50માં ખુલી જશે. ચેક સુવિધા ધરાવતા ખાતામાં મિનિમમ રૂપિયા 500નું બેલેન્સ રાખવું અનિવાર્ય છે જ્યારે તમામ બચત ખાતામાં રૂપિયા 10,000ની સુધીની બેલેન્સ પર ટેક્સ નહીં લાગેય પોસ્ટ ઑફિસમાં એક સાથે 2 અથવા ત્રણ વયસ્ક સંયુક્ત ખાતુ પણ ખોલાવી શકે છે. બચત ખાલુ ચાલુ રાખવા માટે તમારે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછો એક વાર નાણાકીય વ્યવહાર કરવો અનિવાર્ય છે .
First published: April 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...