Home /News /business /

Post Officeનાં 17 કરોડ ગ્રાહકો માટે શરૂ થઇ નવી સર્વિસ, આવી રીતે ઉઠાવો ફાયદો

Post Officeનાં 17 કરોડ ગ્રાહકો માટે શરૂ થઇ નવી સર્વિસ, આવી રીતે ઉઠાવો ફાયદો

પોસ્ટ ઓફિસ

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB)ની ઇન્ટરનેટ બેકિંગ સુવિધાનો ફાયદો કોઇપણ ગ્રાહક લઇ શકે છે

    નવી દિલ્હી: પોસ્ટ ઓફિસ બેકિંગ સેવાઓ પણ આપે છે. અને હવે તેને ઇન્ટરનેટ બેકિંગ સેવા પણ શરૂ કરી છે. ઇન્ડિયા પોસ્ટે તેની પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે. ઇન્ડિયા પોસ્ટે આ વાતની જાણકારી ઓફિશિયલ ટ્વટિર હેન્ડલ પર આપી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાનીનાં નેશનલ મીડિયા સેન્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રિય સંચાર મંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનોજ સિન્હાએ આ સુવિધા લોન્ચ કરી છે.

    પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB)ની ઇન્ટરનેટ બેકિંગ સુવિધાનો ફાયદો કોઇપણ ગ્રાહક લઇ શકે છે. આ સુવિધા માટે આપ PPF, RD અને અન્ય બેકિંગ કામ પતાવી શકો છો.

    પોસ્ટ ઓફિસની વેબસાઇટ પર જઓ. પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ રાખનાર કોઇપણ વ્યક્તિ ઇન્ટરનેટ બેકિંગ સેવાનો ફાયદો ઉઠાવી શકે છે. આ માટે https://ebanking.indiapost.gov.in/ પર જાઓ. પોસ્ટ ઓફિસની વેબસાઇટ (indiapost.gov.in) મુજબ જાણો છો કે પોસ્ટ ઓફિસની ઇન્ટરનેટ બેકિંગ સેવાનો આવી રીતે ફાયદો ઉઠાવી શકાય છે

    આવી રીતે મળશે ઇન્ટરનેટ બેકિંગ સેવા
    -સૌથી પહેલાં નજદીકી શાખાનો સંપર્ કરો અને પ્રી-પ્રિન્ટેડ એપ્લીકેશન ફોર્મ ભરો
    -તે બાદ જરૂરી દસ્તાવેજોની સાથે આ ફોર્મને જમા કરાવો
    -તે એક વખત રિક્વેસ્ટમાં સફળતાપૂર્વક પ્રોસેસ થયા બાદ આપનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક SMS એલર્ટ આવશે.
    - હવે આપે SMSમાં આવેલી URLના માધ્યમથી ઇન્ડિયા પોસ્ટને ઇન્ટરનેટ બેકિંગ પેજ પર જઇ શકો છો
    -આ URL આપને https://ebanking.indiapost.gov.in પર લઇ જશે.

    આ 5 વાતોનું રાખો ધ્યાન
    1.વેલિડ એન્ડ એક્ટિવ સિંગલ કે જોઇન્ટ અકાઉન્ટ હોવું જોઇએ.
    2. પોસ્ટ ઓફિસ બચત ખાતાની KYC હોવી જોઇએ. જો ન હોય તો કરાવી લો
    3. એક્ટિવ ATM ડેબિટ કાર્ડ હોવું જોઇએ
    4. મોબાઇલ નંબર પર ઇમેલ આઇડી (ID) પોસ્ટ ઓફિસ બચત ખાતામાં રજિસ્ટર્ડ હોવી જોઇએ.
    5. પેન નંબર પણ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં રજિસ્ટર્ડ હોવો જોઇએ.

    જો કોઇ સમસ્યા હોય તો અહીં સંપર્ક કરો.
    -જો આપને પોસ્ટ ઓફિસ (Post Office)ની ઇન્ટરનેટ બેકિંગનો ઉપયોગ કરવાાં કોઇ સમસ્યા આવે છએ તો ટોલ ફઅરી નંબ 1800-425-2440 પર કોલ કરી શકો છો. આ ઉપરાંત dopebanking@indiapost.gov.in પર મેઇલ લખીને પણ મદદ લઇ શકો છો. આ બંને સુવિધા પોસ્ટ ઓફિસ તરફથી
    જ આપવામાં આવી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Know how to login, Net banking service, Post office, Starts

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन