બિઝનેસ ડેસ્ક: નવા નાણાકીય વર્ષની શરૂઆત થયે હજુ વધુ સમય થયો નથી. એવામાં આપ કોઇ નવું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આપ માટે પોસ્ટ ઓફિસની એક ખાસ સેવિંગ સ્કીમ ફાયદાકારક હોઇ શકે છે. આ સ્કીમ દ્વારા દર મહિને સારી આવક પણ થાય છે. એક્સપર્ટ કહે છે કે આ સ્કીમ તે તમામ માટે શ્રેષ્ઠ છે જેઓ તેમનાં રોકાણ પર વધુ આવક ઇચ્છે છે. એવા લોકો જેમની પાસે મહિનાની ફિક્સ કમાણી નથી તેમને એક ફિક્સ રકમ આ સ્કીમ દ્વારા મળે છે.
આપ બેંક એફડી કે ડેટ ઇન્સટ્રૂમેન્ટની સરખામણીએ પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર વધુ રિટર્ન મેળવી શકો છે. તેનાંથી આપને દર મહિને એક નિશ્ચિત આવક પણ થશે. અને સ્કીમ પૂર્ણ થવા પર સંપૂર્ણ રોકાણની રકમ મળશે. જેને આપ ફરી રોકાણ કરી માસીક આવકનું સાધન બનાવી શકો છો.
જો આપનાં બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી છે તો આપ તેનાં નામ પર તેનાં માતા-પિતા કે લીગલ ગાર્જિયન તરફથી અકાઉન્ટ ખોલી શકો છો, બાળકની ઉંમર 10 વર્ષથી વધુ થવા પર તે પોતાનું અકાઉન્ટ જાતે જ સંચાલિત કરી શકે છે
અને એડલ્ટ થવા પર તેની જવાબદારી તેને મળે છે.
શું ડોક્યુમેન્ટ જોઇશે? આ માટે આપને આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, પેને કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ માંથી કોઇપણ એકની ફોટો કોપી જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે. આ ઉપરાંત 2 પાસપોર્ટ સાઇઝનાં પોટા આપવાનાં રહેશે.
કેટલાં રૂપિયા જમા કરાવવાનાં રહેશે? આપ આ ખાતામાં ઓછામાં ઓછા 1500 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. જો જોઇન્ટ અકાઉન્ટ હોય તો આપ વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકો
છો. પમ પોસ્ટ ઓફિસ દ્વારા લિમિટ અનુસાર અકાઉન્ટ ખોલવાનું રહેશે.
નથી મળતી ટેક્સ છૂટ- જમા કરાતી રકમ પર અને તેમા મળતા વ્યાજ પર કોઇ પ્રકારનાં ટેક્સ પર છૂટ મળથી નથી. તેમજ આપનાં રોકાણ પર પોસ્ટ ઓફિસ કોઇ પ્રકારનો TDS પણ કાપતું નથી. અને માસીક વ્યાજ પણ આપે છે.
દર મહિને થશે આવક- દર મહિને ઇન્વેસ્ટ મેટ હેઠળ આપ 7.3 ટકા વાર્ષિક વ્યાજ મળશે. વાર્ષિક 12 મહિનામાં વહેંચી દેવામાં આવશે. જે આપને માસિક મળશે. જો આપે 9 લાખ રૂપિયા જમા કર્યા છે તો આપને વાર્ષિક 65700 રૂપિયા
મળશે. જે હેઠળ આપને દર મહિને આશરે 5500 રૂપિયાની આવક થશે. તો આપને 9 લાખ રૂપિયા મેચ્યોરિટી પીરિયડ બાદ અને થોડો બોનસ જોડીને પરત મળશે.
દર મહિને પૈસા ન ઉપાડો તો- જો આપ દર મહિને પૈસા ઉપાડતા નથી તો પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટમાં રહેશે અને મૂળ રકમની સાથે જ આ રકમ પણ જોડાઇ જશે. અને વ્યાજ પણ મળશે. સ્કીમ માટે મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે 5
વર્ષ બાદ આપ આ રકમને ફરી યોજનામાં રોકાણ કરી શકો છો.
મેચ્યોરિટી પહેલાં પૈસા ઉપાડો તો- જો આપને કોઇ જરૂર છે અને મેચ્યોરિટી પહેલાં સંપૂર્ણ પૈસા ઉપાડવા પડે છે તો આ સુવિધા પણ છે. અકાઉન્ટને 1 વર્ષ પૂર્મત વા પર આપ ઉપાડી શકો છો. અકાઉન્ટ ખોલવાની તારીખથી 1 વર્ષથી 3 વર્ષ સુધી અકાઉન્ટ હોય તો તેમાં જમા રકમથી 2 ટકા રકમ કાપીને તમને બધી જ રકમ ઉપાડી શકો છો. 3 વર્ષથી વધુ જુનુ અકાઉન્ટ થાય તો તેમાં જમા રકમથી 1 ટકા કાપીને બાકીની રકમ આપને પરત મળશે.