રૂ. 1500માં અહીં ખોલાવો એકાઉન્ટ, બેંકની FDથી વધુ મળશે વ્યાજ

આ એકાઉન્ટને તમે મિનિમમ 1500 રૂપિયાથી પણ ખોલાવી શકો છો. આવો આપને જણાવીએ કેવી રીતે ખુલે છે એકાઉન્ટ અને કોણ તેને ખોલાવી શકે છે

News18 Gujarati
Updated: April 16, 2019, 10:22 AM IST
રૂ. 1500માં અહીં ખોલાવો એકાઉન્ટ, બેંકની FDથી વધુ મળશે વ્યાજ
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 16, 2019, 10:22 AM IST
આપ જાણો છો ઈન્ડિયન પોસ્ટ ઓફિસમાં અનેક પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા મળે છે. પોસ્ટ ઓફિસની મન્થલી ઇનકમ સ્કીમ એકાઉન્ટ (POMIS) મન્થલી ઇનકમ ઉપરાંત ગેરન્ટી પણ આપે છે. તેમાં બેંકની ફિક્સ્ડ ડિપોઝિટથી વધુ વ્યાજ પણ મળે છે. ખાસ વાત એ છે કે આ એકાઉન્ટને તમે મિનિમમ 1500 રૂપિયાથી પણ ખોલાવી શકો છો. આવો આપને જણાવીએ કે કેવી રીતે ખુલે છે એકાઉન્ટ અને કોણ તેને ખોલાવી શકે છે.

કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ?


પોસ્ટ ઓફિસની મન્થલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ કોઈ પણ ખોલાવી શકે છે. તે એડલ્ટ હોય કે માઇનર. તમે આપના બાળકના નામે પણ એકાઉન્ટ ખોલાવી શકો છો. જો બાળક 10 વર્ષથી નાની ઉંમરનું છે તો તેના માતા-પિતા કે કાયદાકિય વાલી તેના નામે એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકની ઉંમર 10 વર્ષ થતાં તે પોતે પણ એકાઉન્ટ ચલાવવાનો અધિકાર મેળવી શકે છે.

કેવી રીતે ખુલશે એકાઉન્ટ?

Loading...

તમે આપની સુવિધા અનુસાર કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલાવી શકો છો. તેના માટે આપને આધાર કાર્ડ, વોટ આઈડી, પાન કાર્ડ, રેશનિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ પણ એકની ફોટો કોપી જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત એડ્રેસ પ્રૂફ જમા કરાવવાનું રહેશે, જેમાં આપનું ઓળખ પત્ર પણ કામ આવી શકે છે. આ ઉપરાંત આપના બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પણ જમા કરાવવા પડશે.

9 લાખ રૂપિયા સુધી કરાવી શકો છો જમા

જો આપનું એકાઉન્ટ સિંગલ છે તો તમે આ એકાઉન્ટમાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. ઓછામાં ઓછા 1500 રૂપિયાની રકમ જમા કરી શકાય છે. બીજી તરફ, આપનું એકાઉન્ટ જોઇન્ટ છે તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરી શકાય છે. એક વ્યક્તિ પોસ્ટ ઓફિસ દ્વારા નિયમ લિમિટ અનુસાર એકાઉન્ટ ખોલાવી શકે છે. મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે. 5 વર્ષ બાદ પોતાની બચતને ફરી યોજનામાં રોકાણ કરી શકાય છે.

આ પણ વાંચો, આ સરકારી સ્કીમમાં 5 વર્ષ રોકાણ કરતાં એકઠું થશે 10 લાખ રૂપિયાનું ફંડ

5,441 રૂપિયા મંથલી ઇનકમની ગેરન્ટી


મન્થલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ 7.3 ટકા વ્યાજ મળે છે. તે વાર્ષિક વ્યાજને 12 મહિનામાં વહેંચલીને આપવામાં આવે છે જે આપના મંથલિ બેસિસ પર મળતું રહે છે. જો તમે 9 લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો આપનું વાર્ષિક વ્યાજ 65,300 રૂપિયા હશે. આ હિસાબથી આપને દર મહિને લગભગ 5,441 રૂપિયાની આવક થશે. 5,441 રૂપિયા આપને દર મહિને મળશે. બીજી તરફ આપના 9 લાખ રૂપિયા મેચ્યોરિટી પીરિયડ બાદ વધુ બોનસ જોડીને પરત મળી જશે.

જો તમે મન્થલી પૈસા ન ઉપાડો

જો તમે મન્થલી પૈસા ન ઉપાડો તો તે આપના પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં રહેશે અને મૂળ રકમની સાથે આ રકમને પણ જોડીને આપને આગળ વ્યાજ મળશે.
First published: April 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...