Home /News /business /Post Office : 10 વર્ષથી મોટા બાળકનું ખોલો એકાઉન્ટ, ભવિષ્ય બનશે ઉજ્જવળ, દર મહિને થશે કમાણી
Post Office : 10 વર્ષથી મોટા બાળકનું ખોલો એકાઉન્ટ, ભવિષ્ય બનશે ઉજ્જવળ, દર મહિને થશે કમાણી
તમારા 10 વર્ષના બાળક માટે પોસ્ટની આ સ્કીમમાં રોકાણ કરો, ભવિષ્ય સુધરી જશે
Post Office Investment Scheme: શેરબજારમાં ખૂબ જ ઉથલ-પાથલ રહે છે ત્યારે ગેરંટી સાથે વધુ સારું રિટર્ન જોઈતું હોય તો પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ એક સારી યોજના છે. આ યોજનામાં તમે ગેરંટી સાથે કમાણી કરી શકો છો. તેમાં રોકાણથી કોઈ પ્રકારનું જોખમ પણ નથી.
શેરબજારમાં ખુબ જ ઉથલપાથલ થતી રહે છે તેથી ગેરંટી સાથે સારું રિટર્ન મેળવવા ઇચ્છતા હોવ તો પોસ્ટ ઓફિસની યોજનાઓ તમારા માટે ઉપયોગી થઇ શકે છે. પોસ્ટઑફિસની ઘણી ગેરંટેડ રિટર્ન્સ આપતી યોજનાઓ ખાસી લોકપ્રિય છે. જેમાંની એક છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના(Post office Monthly Income Scheme). જેમાં એકવાર પૈસા ભરીને તમે લાંબા સમય સુધી લાભ મેળવી શકો છો.
આ અકાઉન્ટ તમે 10 વર્ષની ઉંમરથી મોટી વયના બાળકોના નામ પર પણ ખોલી શકો છો. આમ કરવાથી Post office Monthly Income Scheme દ્વારા દર મહિને વ્યાજ રૂપે જમા થતા આપીશ થી તમે તમારા બાળકની શૈક્ષણિક ફી ભરી શકો છો.
ઇન્ડિયા પોસ્ટ (India post)ની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર તમે મિનિમમ રૂ. 1000ના રોકાણથી શરુ કરીને આ અકાઉન્ટ ખોલાવી શકો છો. જેમાં તમે સિંગલ અને જોઈન્ટ બંને અકાઉન્ટ ખોલાવી શકો છો. જેમાં સિંગલ અકાઉન્ટમાં 4.5 લાખ અને જોઈન્ટ અકાઉન્ટ માં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. MISમાં વ્યાજની ચુકવણી દર મહિને થતી હોય છે. Post office Monthly Income Schemeમાં કોઈપણ ભારતીય નાગરિક અકાઉન્ટ ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસની MIS સ્કીમમાં અત્યારે વાર્ષિક 6.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. તેનો મેચ્યોરિટી સમયગાળો 5 વર્ષ છે અને આગળ ફરી 5-5 વર્ષ માટે તમે તેને ચાલુ રાખી શકો છો.
જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ છે અને તમે તેના નામ પર 2 લાખ રૂપિયા જમા કરો છો તો દર મહિને 6.6 ટકાના વ્યાજદરે 1100 રૂપિયા વ્યાજ થશે. 5 વર્ષમાં વ્યાજની રકમ 66000 થઇ જશે અને 5 વર્ષના અંતે 2 લાખ રૂપિયાની બચત પણ પાછી મળશે. આમ દર મહિને તમારા બાળક માટે તમને 1100 રૂપિયા મળશે. જેને તમે દર મહિને તેના શાળા કે અભ્યાસ માટે વાપરી શકો છો. આ રકમથી માતાપિતાને ઘણી મદદ થાય છે.
જો તમે બાળકના નામ પર 3.5 લાખ રૂપિયા જમા કરશો તો દર મહિને 1925 રૂપિયા વ્યાજ જમા થશે અને જો 4.5 લાખ કે જે આ યોજનાની મહત્તમ લિમિટ છે, તે જમા કરવો તો દર મહિને 2475 રૂપિયા વ્યાજ મળશે. આ રૂપિયાથી તમે બાળકની ટ્યૂશન ફી, સ્કૂલ ફી કે સ્ટેશનરીનો ખર્ચો આરામથી પૂરો કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર