નવી દિલ્હી : તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સલામત સ્થળે રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. જો તમે આવું ન કરો, તો જમા કરેલા પૈસા ડૂબી શકે છે. આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જ્યાં રોકાણ કરવાથી તમને અન્ય વિકલ્પો કરતા વધારે નફો મળશે. અહીં અમે પોસ્ટ ઓફિસના માસિક આવક યોજના ખાતા (POMIS) વિશે વાત કરી રહ્યા છીએ. આ યોજના તમારી સંચિત મૂડીને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત, તમને તેના પર દર મહિને સારી આવક પણ થાય છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈન્ક્મ સ્કીમ (POMIS)એ રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક મનાય છે. કારણ કે તેમાં 4 મોટા ફાયદા છે. આ સ્કીમનો લાભ કોઈપણ લઇ શકે છે અને તમારી થાપણ હંમેશા સલામત રહે છે. તેમાં તમને બેંક એફડી અથવા ડેટ ઈન્સ્ટુમેન્ટ કરતાં વધુ સારું વળતર મળે છે. સાથે જ તમે દર મહિને નિશ્ચિત આવક મળતી રહે છે અને તે બાદ સ્કીમ પૂર્ણ થતાં તમને તમારી સંપૂર્ણ મૂડી પરત મળે છે, જેને તમે ફરીથી આ યોજનામાં રોકાણ કરીને માસિક આવક મેળવી શકો છો.
કોણ ખોલી શકે છે ખાતું?
તમે તમારા બાળકના નામથી પણ આ એકાઉન્ટ ખોલી શકો છો. જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી હોય, તો તેના નામે તેના માતા-પિતા અથવા કાનૂની વાલી ખાતું ખોલી શકે છે. જ્યારે બાળક 10 વર્ષનો થાય, ત્યારે તે પોતે પણ એકાઉન્ટ ચલાવવાનો અધિકાર મેળવી શકે છે. તો બાળક પુખ્ત થયા પછી તેની જવાબદારી તેને મળી જાય છે.
કેટલા પૈસા રોકવા પડશે?
મંથલી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ એકાઉન્ટ કોઈપણ ખોલી શકે છે. જો તમારું એકાઉન્ટ સિંગલ છે, તો તેમાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા સુધી જમા કરી શકો છો. તો ઓછામાં ઓછી રૂ. 1000ની રકમ પણ જમા કરાવી શકાય છે. જો તમારું એકાઉન્ટ જોઈન્ટ છે, તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા થઈ શકે છે. એક વ્યક્તિ પોસ્ટ ઓફિસ દ્વારા નક્કી કરેલી મર્યાદા અનુસાર એકથી વધુ એકાઉન્ટ ખોલી શકે છે. તેમાં જમા કરાવેલી રકમ અને તેમાંથી તમને મળતા વ્યાજ પર કોઈ ટેક્સ છૂટનો લાભ મળતો નથી. જોકે, તમે જે કમાણી કરો છો, તેના પર પોસ્ટ ઓફિસ કોઈપણ પ્રકારનો ટીડીએસ કાપતી નથી. પરંતુ જે વ્યાજ તમને મંથલી મળે છે, તેના વાર્ષિક ટોટલ પર તમારી ટેક્સેબલ ઈન્ક્મમાં ઉમેરવામાં આવે છે.
દર મહિનાની આવક યોજના હેઠળ વાર્ષિક 6.6 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. આ વાર્ષિક વ્યાજને 12 મહિનામાં વહેંચવામાં આવે છે, જે તમને માસિક ધોરણે મળે છે. જો તમે 9 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમારું વાર્ષિક વ્યાજ લગભગ રૂ. 59,400 હશે. આ રીતે, તમને દર મહિને આશરે 4,950 રૂપિયાની આવક થશે. તમને દર મહિને 4,950 રૂપિયા મળશે, જ્યારે તમારા 9 લાખ રૂપિયા કેટલાક વધુ બોનસ ઉમેરીને પાકતી મુદત પછી પાછા મળી જશે. જો તમે દર મહિને પૈસા નહીં ઉપાડો, તો તે તમારા પોસ્ટ ઓફિસ બચત ખાતામાં રહેશે અને આ પૈસા મૂડી સાથે ઉમેરવાથી તમને વધુ વ્યાજ મળશે.
કેટલા વર્ષોમાં થશે પૂર્ણ?
આ યોજના માટે પાકતી મુદત 5 વર્ષ છે. 5 વર્ષ પછી તમે ફરીથી આ યોજનામાં તમારી મૂડી રોકી શકો છો.
ખાતું કેવી રીતે ખોલવું?
તમે તમારી સુવિધા મુજબ કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલી શકો છો. આ માટે તમારે આધારકાર્ડ, વોટર આઈડી, પાનકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી એકની ફોટોકોપી સબમિટ કરવાની રહેશે. આ ઉપરાંત સરનામાંનો પુરાવો પણ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવો પડે છે, જેમાં તમારું ઓળખકાર્ડ પણ વાપરી શકાય છે. આ સિવાય તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સબમિટ કરવા પડશે.
" isDesktop="true" id="1070984" >
પાકતી મુદત પહેલાં પૈસા ઉપાડીએ તો?
જો તમારે કોઈ જરૂરિયાત પર પાકતી મુદત પહેલાં તમામ નાણાં પાછા લેવા હોય, તો આ સુવિધા તમને એકાઉન્ટને 1 વર્ષ પૂર્ણ થવા પર મળે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 વર્ષથી 3 વર્ષ જૂનું એકાઉન્ટ થવા પર તેમાં જમા કરેલી રકમમાંથી 2% બાદ કરીને બાકીની રકમ પાછી મેળવી શકાય છે. જો તમારું એકાઉન્ટ 3 વર્ષથી વધુ જૂનું છે, તો તમને તેમાં જમા થયેલ રકમના 1% કાપીને બાકીની રકમ તમને પાછી આપી દેવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર