Home /News /business /પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કોઈપણ જોખમ વગર રુપિયા થશે ડબલ

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કોઈપણ જોખમ વગર રુપિયા થશે ડબલ

Post Officeની આ સ્કીમમાં રોકાણકારોને મળે છે જોખમ વગરનું વળતર, પૈસા થશે ડબલ

Post Office Investment Scheme: ભારતીય પોસ્ટ વિભાગની એક ખાસ સ્કીમ છે જે અંતર્ગત કોઈપણ જાતના જોખમ વગર તમારા રુપિયા ડબલ થઈ શકે છે. આ સ્કીમમાં હાલના સમયે વાર્ષિક આધારે 6.9 ટકા જેટલું વ્યાજ મળે છે.

Post Office scheme: લાંબા ગાળે રિટર્ન મેળવવા માંગતા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની સ્કીમ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈ જોખમ ન લેવા માંગતા રોકાણકારો માટે વર્તમાન સમયે પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમ ઉપલબ્ધ છે. રસપ્રદ વાત એ છે કે, પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમમાં રોકાણકારોને ઘણી બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતાં વધુ વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ) આવી જ સ્કીમ છે. આ સ્કીમોમાં રોકાણકારોને 7 ટકાથી વધુ રિટર્ન મળી શકે છે. વધુ એક લોકપ્રિય સ્કીમનું નામ કિસાન વિકાસ પત્ર (કેવીપી) છે. જેમાં તમે વાર્ષિક 6.9 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ લઇ શકો છો.

ATM કાર્ડ પર ફ્રીમાં મળી શકે છે રુ. 5 લાખ સુધીનો વીમો, જાણો કઈ રીતે ક્લેમ કરી શકાય?

અહીં ઉલ્લેખનીય છે કે, કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસની ખાસ યોજના છે. ઘણા લોકોને આ સ્કીમમાં વિશ્વાસ છે અને તેઓ તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ સ્કીમમાં કોઈ જોખમ નથી. કોઈપણ પુખ્ત નાગરિક પોતાનું ખાતું ખોલાવી શકે છે. તમે ઈચ્છો તો 3 લોકોના નામ પર જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો.

પૈસા ડબલ થઈ જશે

આ સ્કીમ હેઠળ 10 વર્ષ અને 4 મહિના એટલે કે 124 મહિનામાં તમે જમા કરેલી રકમ બમણી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમે આજે 1 લાખ રૂપિયાની કેવીપી ડિપોઝિટ શરૂ કરો છો, તો આ રકમ આગામી 124 મહિનામાં વધીને 2 લાખ રૂપિયા થઈ જશે. કેવીપી થાપણો પર હાલમાં વાર્ષિક 6.9 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ એફડી કરતા વધુ છે.

રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

મહત્વની વાત એ છે કે, તમે કેવીપીમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. બીજી તરફ રોકાણની મહત્તમ મર્યાદા નથી. તમે ગમે તેટલા કેવાપી ખાતા ખોલાવી શકો છો.

શું ટેક્સમાં છૂટ મળશે?

કિસાન વિકાસ પત્ર સ્કીમ આવકવેરા અધિનિયમ 1961 હેઠળ આવે છે. તેથી 80C હેઠળ કરમુક્તિ મળી શકે છે.આ સ્કીમમાં 50,000 રૂપિયાથી વધુનું રોકાણ કરવાથી તમારે પાન કાર્ડની ડિટેલ્સ શેર કરવી પડશે. તમે કિસાન વિકાસ પત્ર સ્કીમને ગેરન્ટી તરીકે ઉપયોગ કરીને લોન પણ લઈ શકો છો.
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Indian Post office, Post Office Scheme

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन