Home /News /business /

Investment Scheme: 400 રૂપિયા બચાવીને બની શકો છો 1 કરોડ રૂપિયાના માલિક, પૈસા ડૂબવાનું કોઈ જોખમ નહીં

Investment Scheme: 400 રૂપિયા બચાવીને બની શકો છો 1 કરોડ રૂપિયાના માલિક, પૈસા ડૂબવાનું કોઈ જોખમ નહીં

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ

Post Office Scheme: જો તમે સુરક્ષિત રોકાણની સાથે સાથે વધારે સારું વળતર મેળવવા માંગો છો તો તમારા માટે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.

    નવી દિલ્હી. Post Office Scheme: જો તમે એ કારણે રોકાણ નથી કરતા કે તમને તમારું રોકાણ ડૂબી જવાનો ખતરો લાગે છે, તો તમારે પોસ્ટ ઓફિસ (Post office scheme)ની વિવિધ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. અહીં કરવામાં આવેલું રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. અહીં તમે તમારે સુવિધા પ્રમાણે વિવિધ યોજનામાં રોકાણ કરી શકો છો. આ સ્કીમોમાં તમને નિશ્ચિત વળતર મળે છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ (Small savings schemes)માં રોકાણ કરવું ખૂબ સારો નિર્ણય હોઈ શકે છે. જો તમે લાંબા સમય સુધી રોકાણની રણનીતિ બનાવી રહ્યા છો તો તમારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public provident fund)માં રોકાણ કરવું જોઈએ.

    પોસ્ટ ઓફિસની આ યોજના પર વાર્ષિક 7.1 ટકાના ચક્રવૃદ્ધિ દરે વ્યાજ મળે છે. આ યોજનાની પાકતી મુદત 15 વર્ષ છે પરંતુ તમે તેને પાંચ પાંચ વર્ષ માટે બે વખત વધારી શકો છો. એટલે કે 15 વર્ષ બાદ તમારે પૈસાની જરૂરિયાત ન હોય તો તમે આ સ્કીમને આગળ વધારી શકો છો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મેળવી શકો છો.

    કેટલું રોકાણ કરવું પડશે?

    આ યોજનામાં તમે દર વર્ષે મહત્તમ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે વર્ષે 1.50 લાખ રૂપિયા જમા કરવાને બદલે મહિને 12,500 રૂપિયા પણ જમા કરી શકો છો. આ સ્કીમમાં તમે આવકવેરાની કમલ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ (Income Tax savings) પણ મેળવી શકો છો. વ્યાજની રકમ પર પણ ટેક્સ નથી લાગતો. બચત યોજનામાં 22.5 લાખ રૂપિયાના રોકાણ પર તમને 18 લાખ રૂપિયાનું વ્યાજ આપવામાં આવે છે. જેની પાકતી મુદત 15 વર્ષ છે.

    આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ, જાણો વધુ વિગત

    15 વર્ષમાં 40 લાખથી વધુનું ફંડ

    જો તમે દરરોજ 400 રૂપિયા બચાવી લો છો એટલે કે દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરો છો તો એક વર્ષમાં 1.50 લાખ રૂપિયાનું રોકાણ થશે. 15 વર્ષમાં કુલ રોકાણ 22.50 લાખ રૂપિયા થશે. આ રકમ પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળશે. એટલે કે 15 વર્ષ પછી વ્યાજ સહિત તમને 40.70 લાખ રૂપિયા મળશે. એવું કહી શકાય કે તમને 22.50 લાખ રૂપિયાનો રોકાણ પર 18.20 લાખ રૂપિયાના વ્યાજનો ફાયદો મળ્યો છે.

    આ પણ વાંચો: કિસાન વિકાસ પત્ર કેવી રીતે ખરીદી શકાય? કેટલા સમયમાં રોકાણ ડબલ થાય?

    25 વર્ષ સુધી રોકાણ

    જો તમે 25 વર્ષ સુધી દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરો છો તો કુલ રોકાણ 37.50 લાખ થશે. આ રકમ પર 7.1 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીએ તો 25 વર્ષમાં તમને 62.50 લાખ રૂપિયા આસપાસ વ્યાજ મળશે. એટલે કે 25 વર્ષ બાદ તમને આશરે એક કરોડ રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસની યોજનાઓ પર સરકાર ગેરંટી આપતી હોવાથી આ યોજનામાં પૈસા ડૂબી જવાનું કોઈ જોખમ રહેતું નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Post office, PPF

    આગામી સમાચાર