Home /News /business /Post office: 10,000 રૂપિયા જમા કરાવવા પર મળશે 16 લાખ, જાણો આ સ્કીમ કાઇ રીતે કરાવે છે ફાયદો
Post office: 10,000 રૂપિયા જમા કરાવવા પર મળશે 16 લાખ, જાણો આ સ્કીમ કાઇ રીતે કરાવે છે ફાયદો
પોસ્ટ ઓફિસ સ્કીમ
Post Office Scheme: પોસ્ટ ઓફિસ RD અકાઉન્ટ 100 રૂપિયા જેવી નાની રકમથી પણ શરુ કરી શકાય છે. જેમાં મહત્તમ રોકાણની કોઈ લિમિટ નથી. આ યોજના સરકારની ગેરંટી યોજના સાથે આવે છે. RD એકાઉન્ટ 1 વર્ષ, 2 વર્ષ , 3 વર્ષ માટે તમારી સુવિધા પ્રમાણે ખોલી શકાય છે.
નવી દિલ્હી. Post Office Scheme : બજારમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા વિકલ્પો છે અને એમાંની ઘણી યોજનો પર ઓફર કરવામાં આવતું વળતર ખૂબ જ આકર્ષક હોય છે. જોકે, તેમાં ઘણીવાર રિસ્ક પણ હોય છે. મોટાભાગે લોકો જોખમ ઓછું હોય તેવું રોકાણ પસંદ કરતા હોય છે. જો તમે પણ ઓછું જોખમ ધરાવતા રિટર્ન્સ કે ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પો શોધી રહ્યાં હોવ તો પોસ્ટ ઓફિસની એક સ્કીમ તમારા માટે ઉપયોગી થઇ શકે છે. પોસ્ટ ઓફિસની નન્હૈ બચત યોજનાઓ તમારા માટે ખૂબ સારો વિકલ્પ નીવડી શકે છે. પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝિટ (Post Office Recurring Deposit )માં ઓછા જોખમે તમે મોટી રકમ ભેગી કરી શકો છો.
માત્ર 100 રૂપિયાથી શરુ કરી શકો છો પોસ્ટ ઓફિસ RDમાં રોકાણ
પોસ્ટ ઓફિસ RD અકાઉન્ટ 100 રૂપિયા જેવી નાની રકમથી પણ શરુ કરી શકાય છે. જેમાં મહત્તમ રોકાણની કોઈ લિમિટ નથી. આ યોજના સરકારની ગેરંટી યોજના સાથે આવે છે. RD એકાઉન્ટ 1 વર્ષ, 2 વર્ષ , 3 વર્ષ માટે તમારી સુવિધા પ્રમાણે ખોલી શકાય છે. એમાં જમા થનારા નાણાં પર વ્યાજ ત્રિમાસિક ધોરણે લગાવવામાં આવે છે. દર ત્રણ મહિને વ્યાજ તમારા અકાઉન્ટમાં ઉમેરી દેવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ RD - આટલું મળે છે વ્યાજ
રિકરિંગ ડિપોઝિટ (RD) પર અત્યારે 5.8 ટકા વ્યાજ મળે છે. આ નવા દરો 1 એપ્રિલ 2020થી લાગુ છે. કેન્દ્ર સરકાર તેની બધી જ નાની બચત યોજનોનું વ્યાજદર ત્રણ- ત્રણ મહિને નક્કી કરે છે. જોકે, ઘણા વખતથી આ જ વ્યાજદર લાગુ થયેલો છે.
આવું છે તેનું ગણિત
જો આ સ્કીમમાં તમે 10 વર્ષ સુધી 10,000 રૂપિયા જમા કરવો છો તો મેચ્યુરિટી સમયે તમને 16.28 લાખ રૂપિયા મળશે. એટલે કે, તમે પોતાના માટે મોટું ફંડ ઊભું કરી શકો છો. તમારે 10,000 રૂપિયા 10 વર્ષ સુધી દર મહિને ભરવાના રહેશે.
કોઈ પણ વ્યક્તિ તેના ઘરના નજીકની પોસ્ટ ઓફિસ અથવા કોઈ પણ બ્રાન્ચમાં જઈને આ અકાઉન્ટ ખોલાવી શકે છે. કેશ કે ચેક દ્વારા નાણાં જમા કરાવીને અકાઉન્ટ ખોલાવી શકો છો. દર મહિને તેમાં પૈસા જમા કરવાના રહેશે. જો કોઈ મહિને તમે ચોક્કસ રકમ જમા કરાવી ના શકો તો 1 ટકા દંડ લાગે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર