Home /News /business /Post Office: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા ડબલ થશે, ટેક્સમાં મળશે ફાયદો, નહિ રહે કોઈ ચિંતા કે પરેશાની

Post Office: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા ડબલ થશે, ટેક્સમાં મળશે ફાયદો, નહિ રહે કોઈ ચિંતા કે પરેશાની

પોસ્ટ ઓફિસની સ્કીમો સારું વ્યાજ આપવા સક્ષમ માનવામાં આવે છે. રોકાણને લઈને જો તમે કોઈ રિસ્ક લેવા માંગતા નથી તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ તમારા માટે યોગ્ય વિકલ્પ છે.

Post Office: પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ સારું વળતર આપી રહી છે. જેમાં તમારે રૂપિયા ડબલ કરવા 10 વર્ષ માટે રાહ જોવાની રહેશે. તેમાં મળતો વ્યાજદર બેંકોમાં મળતા વ્યાજદર કરતા વધુ છે.

    Post Office Scheme: જો તમે રૂપિયાનું સુરક્ષીત રોકાણ કરીને સારું રિટર્ન મેળવવા માગો છો તો આ માહિતી તમારા માટે અતિ ઉપયોગી છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની સ્કીમ વિષે માહિતી આપીશું. જેમાં તમને સારું રિટર્ન મળશે. એની સાથે બીજા ઘણા ફાયદાઓ પણ મળશે. અમે વાત કરી રહ્યા છીએ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ વિશેની. આ સ્કીમમાં તમને બેંકથી વધુ વ્યાજ મળશે. આ સ્કીમને પોસ્ટ ઓફિસની એફડી પણ કહેવામાં આવે છે. એજ કારણે લોકો બેંકની જગ્યાએ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

    આ પણ વાંચો:Midcap Stocks: આ 8 મિડકેપ્સ શેરમાં તમારા રુપિયા 'રાજાની કુંવરી'ની જેમ ધડાધડ વધશે, નિષ્ણાતોના છે ફેવરિટ 

    પોસ્ટ ઓફિસની સ્કીમો સારું વ્યાજ આપવા સક્ષમ માનવામાં આવે છે. રોકાણને લઈને જો તમે કોઈ રિસ્ક લેવા માંગતા નથી તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ તમારા માટે યોગ્ય વિકલ્પ છે. ટાઈમ ડિપોઝીટ, પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝીટ સ્કીમ છે. જેમાં તમને કમ્પાઉન્ડિંગના હિસાબે વ્યાજનો ફાયદો મળશે.

    કમ્પાઉન્ડિંગ વ્યાજનો ફાયદો


    કમ્પાઉન્ડિંગ વ્યાજને કારણે પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા તમે જમા કરેલ રકમને 10 વર્ષમાં ડબલ કરી શકો છો. પરંતુ તેના માટે તમારે લાંબા ગાળા સુધી રૂપિયા જમા રાખવા પડશે. એનું કારણ એ છે કે કમ્પાઉન્ડ વ્યાજનો ફાયદો લાંબા ગાળે જ પ્રાપ્ત થાય છે. જેમાં તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે રૂપિયા જમા કરાવી શકો છો. 1 વર્ષ માટે 5.5% વ્યાજ દર મળે છે. તેમજ 2 અને 3 વર્ષ માટે પણ 5.5% વ્યાજ મળે છે. પરંતુ જો 5 વર્ષ માટે જમા કરવામાં આવે તો 6.7% વ્યાજ મળવા પાત્ર છે અને ઈન્ક્મ ટેક્સ સંબંધિત લાભો પણ મળવા પાત્ર છે.

    આ પણ વાંચો:જાણીતા એક્સપર્ટ નવીન કુલકર્ણીએ આપી સલાહ, આ 4 સેક્ટર્સમાં લગાવો રૂપિયા; થઈ જશો માલામાલ

    કોણ ખોલાવી શકે એકાઉન્ટ


    પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં કોઈ પણ ભારતીય ખાતું ખોલાવી શકે છે. અથવા 3 પુખ્તવયના લોકો સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોના નામથી માતા પિતા પણ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ ખોલી શકે છે. જેમાં 1000 રૂપિયા જમા કરીને એકાઉન્ટ ખોલી શકાય છે.

    રૂપિયા ડબલ


    જો કોઈ 1 લાખ રૂપિયાનું રોકાણ 5 વર્ષની મેચ્યોરીટી ટર્મ ડિપોઝિટથી કરે છે તો, વાર્ષિક 6.7% ના હિસાબથી 5 વર્ષ પછી 1,39,407 રૂપિયા થઇ જશે. હવે જો તમે ટાઈમ ડિપોઝિટી સ્કીમમાં રૂપિયાનું રોકાણ કરો છો તો તમારા રૂપિયા ડબલ થવામાં 129 મહિનાનો સમય લાગશે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: FD Rates, Money Investment, Post Office Scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन