Home /News /business /Post Office Scheme: રોજના 50 રૂપિયાનું રોકણ તમને આપશે 35 લાખ! લોન અને વિમાની સુવિધા પણ મળશે

Post Office Scheme: રોજના 50 રૂપિયાનું રોકણ તમને આપશે 35 લાખ! લોન અને વિમાની સુવિધા પણ મળશે

પોસ્ટ ઓફિસની 'ગ્રામ સુરક્ષા યોજના' ખૂબ પ્રખ્યાત યોજના છે.

Money Investment Scheme: પોસ્ટ ઓફિસની 'ગ્રામ સુરક્ષા યોજના' ખૂબ પ્રખ્યાત યોજના છે. આમાં તમારે દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને તેનું વળતર ઉત્તમ છે. તો ચાલો જાણીએ તેના વિશે.

Post Office Investment: તમામ વિકલ્પો હોવા છતાં, પોસ્ટ ઓફિસમાં નાણાંનું રોકાણ કરવું એ હજુ પણ વિશ્વસનીય માર્ગ છે. પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં રોકાણ કરીને તમે નોંધપાત્ર રકમ કમાઈ શકો છો. જો કે પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ છે, પરંતુ અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે રોકાણ કરીને રૂપિયા 35 લાખ મેળવી શકો છો. તો જાણીએ તેના વિશે માહિતી.

આ યોજનાનું નામ છે 'ગ્રામ સુરક્ષા યોજના'. જે ખુબજ લોકપ્રિય માનવામાં આવે છે. આમાં તમારે દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રોકાણ સાથે તમે 35 લાખ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકો છો. તમે આ ફંડનો ઉપયોગ તમારી ભવિષ્યની યોજનાઓ માટે કરી શકો છો.

આ પણ વાંચો: 1 શેરના બદલામાં 10 શેર આપશે આ મલ્ટીબેગર કંપની, આગામી સપ્તાહમાં રેકોર્ડ ડેટ

ગામ સુરક્ષા યોજના


જે વ્યક્તિની ઉમર 19 થી 55 વર્ષ  છે અને  ભારતીય નાગરિક છે તે આ યોજનાનો લાભ લઇ શકે છે. વ્યક્તિ નિશ્ચિત સમયાંતરે સારું વળતર મેળવી શકે છે, તેના માટે તેમણે દરરોજ રૂ.50 જમા કરાવવાના રહેશે. જો ગણતરી કરવામાં આવે તો રોજના 50 રૂપિયા લેખે એક મહિનામાં 1500 રૂપિયા થઈ જાય છે. આ રોકાણ તમને રૂ. 35 લાખ સુધીનું વળતર આપી શકે છે. આ યોજનાના હપ્તા પણ સરળતાથી ચૂકવી શકાય છે. આમાં, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા એક વર્ષના ધોરણે હપ્તા ચૂકવી શકાય છે. રોકાણકાર આ યોજના હેઠળ રૂ.10000 થી રૂ.10 લાખ સુધીનું રોકાણ કરી શકે છે.

આ રીતે તમને સંપૂર્ણ રકમ મળશે


રોકાણ કરનાર વ્યક્તિને 55 વર્ષમાં 31.60 લાખ રૂપિયા, 58 વર્ષમાં 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષમાં 34.60 લાખ રૂપિયા મળે છે. આ રકમ રોકાણકારને 80 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર આપવામાં આવે છે. જો રોકાણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો આ રકમ તેના નોમિનીને આપવામાં આવે છે.

આ પણ વાંચો: ગાય-ભેંસ ઓછું દૂધ આપે છે તો આ ઔષધીય પદ્ધતિ આપનાવો પછી જુઓ કમાલ

એક ખૂબ જ મહત્વની બાબત એ છે કે તમે આ પોસ્ટ ઓફિસ ગ્રામ ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણના ત્રણ વર્ષ પછી સ્કીમ સરન્ડર કરી શકો છો, પરંતુ આ સ્થિતિમાં તમને સ્કીમનો કોઈ લાભ આપવામાં આવશે નહીં. ગ્રામ સુરક્ષા યોજના વિશે વધુ જાણવા માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.


જીવન વીમો પણ મળશે


આ યોજના સાથે, તમને જીવન વીમાનું રક્ષણ પણ મળે છે અને યોજનામાં રોકાણ કર્યાના 4 વર્ષ પછી, તમે લોન પણ લઈ શકો છો.
First published:

Tags: Business news, Money Investment, Post Office Scheme, Post office small savings scheme