Home /News /business /પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રૂપિયા ડબલની ગેરેન્ટી, તો બીજે રોકાણ શા માટે કરવું?
પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રૂપિયા ડબલની ગેરેન્ટી, તો બીજે રોકાણ શા માટે કરવું?
પોસ્ટ ઓફિસમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ, કિસાન વિકાસ પત્ર જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે.
જો તમે સરકારી યોજનામાં લાંબા સમય માટે રોકાણ કરવા માગો છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમો તમારે જાણી લેવી જોઈએ. તેમાં સારા વ્યાજ વળતરની સાથે રૂપિયા ડબલ પણ થઇ જશે.
Post Office Scheme: પોસ્ટ ઓફિસની અનેક યોજનાઓ છે કે જેનો લાભ દેશવાસીઓ લઇ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીં રોકાણ કરવામાં કોઈ જોખમ નથી. આ યોજનાઓમાં રોકાણ કરવાથી સારું એવું રિટર્ન મળે છે. તેમજ અમુક યોજના એવી છે કે જેમાં ફિક્સ એફડી કરતા સારો વ્યાજદર આપવામાં આવે છે. જેમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ, કિસાન વિકાસ પત્ર જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. જેમાં રોકાણ કરીને સારા એવા રૂપિયા મેળવી શકાય છે.
જો તમે કોઈ સરકારી સ્કીમમાં લાંબા સમય સુધી રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છો છો અને જોખમ પણ નથી લેવા ઇચ્છતા તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના એક સારો વિકલ્પ છે. તેમાં કોઈ પણ પુખ્તવયના લોકો ખાતું ખોલાવી શકે છે. તમે ઈચ્છો તો આમા 3 લોકોનું જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકો છો.
ડબલ થઇ જશે રૂપિયા
કિસાન વિકાસ પત્ર ભારત સરકાર દ્વારા શરુ કરેલી એક બચત યોજના છે. જેમાં વર્ષે 6.9% ના દરે વ્યાજ આપવામાં આવે છે અને 124 મહિનામાં એ ડબલ થઇ જાય છે. KVP મા ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ શરુ કરી શકાય છે. તેમાં રોકાણની લિમિટ નથી અને તમે વધુ ખાતા પણ ખોલી શકો છો.
પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજના પર 6.8% વ્યાજ મળી રહ્યું છે. NSC પર ગેરેન્ટેડ રિટર્ન સાથે ટેક્સ છૂટ પણ મળે છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ માટે છે. 5 વર્ષ માટેની આ બચત યોજનામાં રોકાણથી આશરે 10.56 વર્ષમાં રૂપિયા ડબલ થઇ જશે.
ટાઈમ ડિપોઝીટ સ્કીમ
રૂપિયા ડબલ કરતી આ સ્કીમ પણ સારી માનવામાં આવે છે. તેમાં 1 થી 3 વર્ષ માટે 5.8%ના દરથી વ્યાજ મળે છે. અહીં રોકાણ કરતા આશરે 13 વર્ષે રૂપિયા ડબલ થઇ જશે.
આ યોજનામાં હેઠળ 7.6% જેટલું વ્યાજ આપવામાં આવે છે. આ યોજનામાં 1 વર્ષમાં મહત્તમ 1.5 લાખ અને લઘુતમ 250 રૂપિયા જમા કરી શકાય છે. આ યોજના પર વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું રહે છે. આ સ્કીમ તમારા રૂપિયાને 9.5 વર્ષમાં ડબલ કરી દેશે. તેમજ રોકાણ કર્યાના 21 વર્ષ પછી મેચ્યોરિટીનો લાભ મળે છે.
સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ
આ યોજના હેઠળ તમારા રૂપિયા 113 મહિનામાં ડબલ થઇ જશે. તેમજ 7.6% ના દરે વ્યાજ મળવા પાત્ર છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર