પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કિમ: રોજ રૂ.55માં મેળવો રૂ.10 લાખનો વીમો

News18 Gujarati
Updated: August 13, 2018, 10:03 AM IST
પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કિમ: રોજ રૂ.55માં મેળવો રૂ.10 લાખનો વીમો
પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ તમે 10 લાખનો વીમો લઈ શકો છો.

PLIના આ પ્લાન અંતર્ગત ઓછામાં ઓછી સુનિશ્ચિત રકમ 20000 રૂપિયા અને વધારેમાં વધારે વીમાની રકમ 10 લાખ રૂપિયા છે.

  • Share this:
એ તો તમે જાણતા જ હશો કે આ મહિને પોસ્ટ ઓફિસની બેંક લોન્ચ થઈ રહી છે, પરંતુ શું તમે જાણો છો કે પોસ્ટ ઓફિસ તમને લાઈપ ઈન્સ્યૂરન્સ પણ આપે છે. તમને જાણીને હેરાની થશે કે, ભારતમાં બ્રિટીશ શાસન દરમ્યાન જ 1 ફેબ્રુઆરી 1884ના રોજ Postal Life Insurance એટલે કે, PLI રજૂ કરવામાં આવ્યો હતો. આ ભારતની સૌથી જુની વીમાની સ્કીમ માનવામાં આવી શકે છે. આજે PLI સ્કીમ અંતર્ગત 43 લાખથી વધારે પોલીસી હોલ્ડર છે. આ યોજના હેઠળ હવે તમે લગભગ 10 લાખ રૂપિયા સુધીનો લાઈફ ઈન્સ્યોરન્સ લઈ શકો છો.

PLIનો ઈતિહાસ
વર્ષ 1894માં આ યોજના અંતર્ગત પોસ્ટલ એન્ડ ટેલીગ્રાફ વિભાગ સાથે જોડાયેલી મહિલાઓને વીમાનું કવર આપવામાં આવ્યું, આ તે સમય હતો જ્યારે કોઈ અન્ય વીમા કંપની મહિલાઓને જીવન વીમા કવર આપતી ન હતી.

પોસ્ટ ઓફિસ PLI હેઠળ 3 પ્રકારનો પ્લાન ઓફર કરે છે.

- Whole Life Assurance (Surksha): PLIના આ પ્લાનને સુરક્ષાના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો પ્લાન છે, જેમાં વીમાકર્તાના મોત બાદ ભેગી થયેલી રકમ અને બોનસ assignee અથવા વારસદારને આપવામાં આવે છે.

- આ પ્લાનમાં પ્રવેશ કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 19 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 55 વર્ષ છે.- PLIના આ પ્લાન અંતર્ગત ઓછામાં ઓછી સુનિશ્ચિત રકમ 20000 રૂપિયા અને વધારેમાં વધારે વીમાની રકમ 10 લાખ રૂપિયા છે.

Endowment Assurance (Santosh): Postal Life Insuranceના આ પ્લાનને સંતોષના નામે પણ ઓળખવામાં આવે છે. આ પ્લાન હેઠળ વીમાકર્તાને પરિપક્વતાના પૂર્વ નિર્ધારિત ઉંમર પ્રાપ્ત થયા સુધી વીમાની રકમ અને ભેગુ થયેલું બોનસ પ્રાપ્ત કરવાનું એક આશ્વાસન આપવામાં આવે છે. વીમાકર્તાનું આકસ્મિક મોત થાય તો, assignee અથવા કાયદાકીય વારસદારને વીમાની રકમ બોનસ ચુકવવામાં આવે છે.
First published: August 13, 2018, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading