નવી દિલ્હી: રોકાણ (Investment) કરતી વખતે વધુમાં વધુ વળતર મળે તે તમામ રોકાણકારોની પ્રાથમિકતા હોય છે. રોકાણ માટે લોકો અલગ અલગ સ્કીમ (Investment schemes) પસંદ કરતા હોય છે. તેમાં બેંક એફડી (Fixed Deposit), રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit), શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, સરકારી સ્કીમ્સ, પોસ્ટ ઓફિસ (Post office) વગેરે સામેલ છે. રોકાણકારે રોકાણ કરતા પહેલા જે તે સ્કીમ વિશેની તમામ વિગત મેળવી લેવી જરૂરી છે. કારણ કે જેટલું રિસર્સ કરશો એટલું વળતર મળવાની સંભાવના વધશે તેમજ પૈસા ડૂબવાનું જોખમ ઘટી ડશે.
ભારતીય પોસ્ટ વિભાગ (India Post) તમને રોકાણ માટેની અનેક સુવિધા આપે છે. પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે જેનું નામ "ગ્રામ સુરક્ષા સ્કીમ" (Gram Suraksha Scheme) છે. આ સ્કીમમાં મહિને 1,500 રૂપિયાનો રોકાણ કરીને રોકાણકાર આશરે 35 લાખ રૂપિયા મેળવી શકે છે.
આ સ્કીમ એવા લોકો માટે ખાસ અગત્યની બની રહેશે જેમની ઉંમર હાલ 19 વર્ષ આસપાસ છે. 19 વર્ષથી 55 વર્ષ સુધીના લોકો આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.
ગ્રામ સુરક્ષા સ્કીમ: તમે જાણવા માંગો છો તે બધુ જ:
1) લાયકાત અને રકમ જમા કરવાનો નિયમ
- 19 વર્ષથી 55 વર્ષ વચ્ચેની વ્યક્તિ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ માટે દર મહિને 1,515 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે.
- 58 વર્ષ પછી આ સ્કીમ માટે 1,463 રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે. 60 વર્ષ પછી પ્રીમિયમની રકમ 1,411 રૂપિયા થશે.
2) પાકતી મુદત અને વળતર
>> આ સ્કીમમાં રોકાણકારને પાકતી મુદ્દતે 31.60 લાખ રૂપિયા મળશે.
>> જો 58 વર્ષ પછી પૈસાનો ઉપાડ કરવામાં આવે તો રોકાણકારને 33.40 લાખ રૂપિયા મળશે.
>> જો 60 વર્ષ બાદ રકમનો ઉપાડ કરવામાં આવે છે તો વ્યક્તિગત રોકાણકારને 34.60 લાખ રૂપિયા પ્રાપ્ત થાય છે.
>> આ સ્કીમ હેઠળ મળતો લઘુત્તમ લાભ 10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા હોઈ શકે છે.
>> આ સ્કીમ માટે પ્રીમિયમ દર મહિને, દર ત્રણ મહિને કે પછી દર વર્ષે ભરી શકાય છે.
>> ઇમરજન્સીના કેસમાં 30 દિવસની ગ્રેસ પીરિયડ આવામાં આવે છે.
>> શરૂ કર્યાંની તારીખથી ત્રણ વર્ષ બાદ પોલિસીને સરેન્ડર કરી શકાય છે. જોકે, આ સ્થિતિમાં કોઈ જ લાભ પ્રાપ્ત નહીં થાય.
>> આ સ્કીમમાં રકમ નૉમિની અથવા રોકાણ કરનાર વ્યક્તિના કાયદેસર વારસને મૃત્યુ બાદ આપવામાં આવે છે.
>> પોલિસી શરૂ કર્યાં બાદ જો પોલિસીધારકો કોઈ વિગતમાં ફેરફાર કરવા માંગે છે તો તે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ફેરફાર કરી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર