Home /News /business /Post Office: પોસ્ટ ઓફિસની આ એપમાં મળશે પ્રીમિયમથી લઈને બધી જ જાણકારી, સરળતાથી મળશે તમામ સવાલના જવાબ

Post Office: પોસ્ટ ઓફિસની આ એપમાં મળશે પ્રીમિયમથી લઈને બધી જ જાણકારી, સરળતાથી મળશે તમામ સવાલના જવાબ

પોસ્ટ ઑફિસ

India Post: ઇન્ડિયા પોસ્ટની આ સ્માર્ટ એપમાં તમે સરળતાથી પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમમાં વ્યાજની ગણતરી ઘરે બેઠા કરી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના, રિકરિંગ ડિપોઝિટ, મંથલી ઇન્કમ સ્કીમ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વગેરેના વ્યાજની ગણતરી ખૂબ સરળતાથી થઈ શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: પોસ્ટ ઓફિસ (Post office)ની સર્વિસ બાબતે ઘણા લોકોને સવાલો સતાવતા હોય છે. તેઓ યેનકેન પ્રકારે ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે. અલબત્ત હવે તેઓને પોસ્ટ ઓફિસ (Indian post service)ની સર્વિસની જાણકારી મેળવવા વધુ ફાંફા મારવાની જરૂર પડશે નહીં. પોસ્ટ ઓફિસની એપ્લિકેશન પોસ્ટઇન્ફો (Post office application Postinfo) પર લોકોને બધી જ જાણકારી મળી જાય છે. આ વાતની જાણકારી પોસ્ટ ઇન્ડિયા (India Post) દ્વારા ટ્વિટ કરીને અપાઈ છે. ઇન્ડિયા પોસ્ટે ટ્વિટમાં જણાવ્યું હતું કે, પોસ્ટઇન્ફો એપ્લિકેશન દ્વારા તમે માત્ર એક ક્લિકથી તમારા વીમા પ્રીમિયમના કેલ્ક્યુલેશનથી માંડીને વ્યાજ દરો વિશેની માહિતી મેળવી શકો છો.

પોસ્ટ ઈન્ફો એપ શું છે?


ઇન્ડિયા પોસ્ટે પોતાના ગ્રાહકોની સુવિધા માટે પોસ્ટઇન્ફો નામની સ્માર્ટ એપ લોન્ચ કરી છે. આ એપ સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેક્નોલોજી કોમ્યુનિકેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. પોસ્ટ વિભાગની આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આમાં તમને તમારી નજીકની પોસ્ટ ઓફિસ શોધવાથી લઈ સર્વિસ રીક્વેસ્ટ સુધીની ઘણી સુવિધાઓ મળે છે.

વ્યાજની ગણતરી થઈ શકે


ઇન્ડિયા પોસ્ટની આ સ્માર્ટ એપમાં તમે સરળતાથી પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમમાં વ્યાજની ગણતરી ઘરે બેઠા કરી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના, રિકરિંગ ડિપોઝિટ, મંથલી ઇન્કમ સ્કીમ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વગેરેના વ્યાજની ગણતરી ખૂબ સરળતાથી થઈ શકે છે. જો તમે કોઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હોય તો તેને ટ્રેક પણ કરી શકાય છે અને આ ઉપરાંત કોઇ પણ કમ્પ્લાયન્સને પણ ટ્રેક કરી શકાય છે.

આ પણ વાંચો: નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ સોનું થયું સસ્તું

પ્રીમિયમ કેલ્ક્યુલેટર


પોસ્ટ ઓફિસની આ એપમાં તમે ક્યાંય પણ ગયા વગર પોલિસી પણ લઈ શકો છો. આમાં, તમે પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (PLI) અને ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RLI)ની પોલિસીમાં તમારે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે તેનું પ્રીમિયમ ગણી શકો છો.



અહીં ઉલ્લેખનીય છે, ભારત સરકારે પોતાની ટપાલ સેવાઓને સુધારવા માટે અનેક મોટા પગલા લીધા છે, પરંતુ સરકાર સરકારી કર્મચારીઓના વર્તનને બદલવામાં નિષ્ફળ રહી છે. જો આ ફરિયાદ તમારી પણ હોય તો સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેક્નોલોજી કોમ્યુનિકેશન દ્વારા શરૂ કરવામાં આવેલી પોસ્ટઇન્ફો મોબાઇલ એપ્લિકેશન તમને ખૂબ મદદરૂપ થશે. આ એપ્લિકેશન થકી ઇન્ડિયન પોસ્ટલ સર્વિસની ઘણી માહિતી ઘેરબેઠા મળશે.
First published:

Tags: Post office, RD, અરજી, ટેકનોલોજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો