પોસ્ટ ઓફીસમાં ખાતું છે તો મળશે Debit Card, આવી રીતે કરો એક્ટિવેટ

પોસ્ટ ઓફીસમાં ખાતું છે તો મળશે Debit Card, આવી રીતે કરો એક્ટિવેટ
પ્રતિકાત્મક તસવીર

પોસ્ટ ઓફિસ તેના ખાતાધારકોને બેંકની જેમ ડેબિટ કાર્ડ (Post Debit Card) આપી રહી છે. પોસ્ટ ઓફિસના ખાતા ધારકો ઓનલાઇન શોપિંગમાં તેમજ અન્ય જગ્યાએ તેનો ઉપયોગ કરી શકશે

 • Share this:
  પોસ્ટ ઓફિસ (Post Office) અંગે તમારા મનમાં જુનવાણી છાપ હોય તો ભૂલી જજો. બદલતા સમય સાથે પોસ્ટ ઓફિસે પણ અપગ્રેડ થઇ ગઈ છે. પોસ્ટ ઓફિસ તેના ખાતાધારકોને બેંકની જેમ ડેબિટ કાર્ડ (Post Debit Card) આપી રહી છે. પોસ્ટ ઓફિસના ખાતા ધારકો ઓનલાઇન શોપિંગમાં તેમજ અન્ય જગ્યાએ તેનો ઉપયોગ કરી શકશે. આ ડેબિટ કાર્ડથી ખાતાધારક ઇન્ડિયા પોસ્ટના (India Post) એટીએમ (ATM) સાથોસાથ અન્ય બેંકના એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકશે. સાથે જ ઓનલાઈન ટ્રાન્ઝેકશન પણ થઈ શકશે. જોકે, એટીએમમાંથી પૈસા સીમિત સંખ્યાથી વધુ વખત ઉપાડવામાં આવશે, તો ટ્રાન્જેક્શન ચાર્જ લાગશે.

  અગાઉ પોસ્ટ ઓફિસ ડેબિટ કાર્ડને એક્ટિવેટ કરવા ખાતાધારકને મેલ અથવા સીલબંધ કવરમાં ચાર આંકડાનો પિન મોકલતી હતી. પરંતુ હવે પોસ્ટ ઓફિસ પણ ડેબિટકાર્ડને એક્ટિવેટ કરવા માટે ગ્રીન પિન જનરેટ કરવાનો વિકલ્પ આપી રહી છે. આ ગ્રીન પિનની મદદથી ખાતાધારક સરળતાથી ડેબિટ કાર્ડનું પિન જનરેટ કરી શકે છે.  SMSથી ગ્રીન પિન જનરેશન

  ગ્રાહક ગ્રીન પિન જનરેશન SMS, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો ATM ખાતે જઈને કરી શકે છે. આ ઉપરાંત ઇન્ડિયા પોસ્ટની કસ્ટમરકેર સર્વિસને કોલ કરીને તમે ગ્રીન પિન જનરેટર કરી શકો છો, બદલી પણ શકો છો. SMSના માધ્યમથી ગ્રીન પિન જનરેટ કરવા, તમારે નોંધાયેલા મોબાઈલ નંબર પરથી ઇન્ડિયા પોસ્ટને મેસેજ કરવો પડશે.

  પોસ્ટ ઓફીસ ATMથી પિન જનરેશન

  *સૌથી પહેલા નજીકની પોસ્ટ ઓફિસે જાવ અને ડેબિટ કાર્ડ ઇન્સર્ટ કરો.

  *ત્યાર બાદ પિન જનરેશનના વિકલ્પને પસંદ કરો અને 11 આંકડાનો ખાતા નંબર નાખો.

  *હવે કન્ફર્મ દબાવો અને પોસ્ટ ઓફિસમાં નોંધાયેલો મોબાઇલ નાખીને વધુ એક વખત કન્ફર્મ કરો.

  *ત્યાર બાદ તમને મોબાઈલ નંબર પર ગ્રીન પિન મોકલવામાં આવશે. બે દિવસમાં ફરીથી પોસ્ટ ઓફિસના ATM પર જાવ.

  *બાદમાં Banking વિકલ્પને પસંદ કરો અને PIN Change વિકલ્પ પર ક્લિક કરો.

  *જે બાદ મોબાઈલ પર એક OTP આવશે. તેને નાખીને ચાર આંકડાનો ડેબિટ કાર્ડ પિન જનરેટ કરી લો.

  ડેબિટ કાર્ડ પિન ઓનલાઈન જનરેટ કરવાની રીત

  *ઈન્ટરનેટ બેન્કિંગનેમાં લોગ ઈન કરો. હવે મેન્યુમાં આપેલા Card pin વિકલ્પને પસંદ કરો.

  *ત્યાર બાદ 16 આંકડાનો ડેબિટ કાર્ડ નંબર અને CVV નાખો. જવે જનરેટ OTPને પસંદ કરો

  *હવે મોબાઈલમાં જે OTP આવે તેને નાખો. ત્યારબાદ ક્રિએટ ન્યુ પિનનો વિકલ્પ પસંદ કરી તમારો પિન જનરેટ કરો.
  Published by:News18 Gujarati
  First published:May 11, 2021, 21:56 pm

  ટૉપ ન્યૂઝ